________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પશ્ચરર:-પ્રી :
પ્રત્યેક કાર્યમાં હિંસા રહેલી છે, દેહધારણ હિંસા વગર શક્ય જ નથી, એટલે એક જીવનું જીવન બીજા જીવની હિંસા પર પ્રવર્તે છે એ વાતને જણાવતું ઉપરનું વચન વસ્તુસ્થિતિની નેંધ છે, ધાર્મિક ફરમાન નથી. ધાર્મિક ફરમાન તો એ છે કે ઓછામાં ઓછી હિંસાથી જીવનયાત્રા ચલાવવી, બની શકે એટલી હિંસા ટાળવી. આ જ ઉત્તમમાં ઉત્તમ જીવન છે જીવનની કૃતાર્થતા અહિંસામાં જ છે. હિંસાને આશ્રય તો ન છૂટકે લેવો પડે છે. જીવનયાત્રા માટે વનસ્પતિ આહાર પુરતો છે–પૂર્ણ છે, એટલે વનસ્પતિથી આગળના હાલતા-ચાલતા જીવો નાના કે મેટાની હિંસાથી હટી જવું જોઈએ. એ જ સાચી દષ્ટિ છે, એ જ ધર્મમાર્ગ છે.
પણ ઉપરના વચનને બીજો પણ અર્થ છે, જે ખાસ ધ્યાનમાં લેવા યોગ્ય છે. તે આ : એક જીવ બીજા જીવના જીવનમાં (બીજાની જીવનયાત્રામ) ઉપયોગી છે, સહાયરૂપ છે, મિત્રરૂપે ઉપકારક છે. આ અર્થ “જીવનમૂને કરવાનો છે, પણ એવો અર્થ નહિ કે જીવ જીવને કેળિયો બનવારૂપે ઉપકારક છે. આમ, પ્રસ્તુત વચન પ્રાણીઓ પરસ્પર ઉપકારક છે એમ જણાવીને એ દ્વારા એમ સૂચવે છે કે માણસેએ પરસ્પર સદભાવથી વર્તવું જોઈએ, તેમ જ પશુ પ્રાણીઓ પ્રત્યે કરુણાભાવ ધારણ કરવો જોઇએ. આમ વ્યાપક મૈત્રીને બેધપાઠ માણસોમાં પ્રસરે તે મનુષ્યલક કેવો મહાન લેક બને !
!!
.
'
.
::
For Private and Personal Use Only