________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
कल्याणभारती
(૨૪) दुःखिसेवां महात्मान ईशसेवा प्रचक्षते । प्रभुरूपात्मना सेवा प्राणिनां नयतीश्वरम् ।।
જ દુઃખીઓની સેવાને મહાત્માઓ ઈશ્વરની સેવા કહે છે. કેમકે એ ઈશ્વરની આજ્ઞાનું પાલન છે. બધા પ્રાણુઓમાં જે આત્મા છે તે તેને તાવિક સ્વરૂપે પરમાત્મા છે, એટલે એ રીતે પણ પ્રાણીઓની સેવા એ પરમાત્માની સેવા છે, અને એ સેવા સેવકને ઈશ્વરની પાસે અર્થાત્ ઈશ્વરીય સ્થિતિએ પહોંચાડે છે. ૩૪
For Private and Personal Use Only