________________
તેઓશ્રીએ દર્શાવેલી જરૂર, મહાધીનતાને કારણે વધતી દુખપરંપરા, ઈંદ્રાધીનતા અને અર્થકામની ગુલામીને આ જમાનાની ગણવેલ ખાસ બદબો, તેમ જ ભાગવતી દીક્ષા સંબધી તેઓ શ્રીમદે દર્શાવેલા વિચારે –એ બધું ખરેખર એટલું બધું સચોટ, રસિક અને હૃદયસ્પર્શી છે, કે જે જિજ્ઞાસુ તરીકે વાંચનારને મંત્રમુગ્ધ કર્યા સિવાન ન રહે. આ અને એઓશ્રીમદે આ પૂર્વે આપેલાં વ્યાખ્યાનોએ અનેકને ત્યાગનો રાગ ઉપજાવે છે, અર્થકામના રસિક આત્માઓને નીરસ લાગતા કિયાકાંડમાં રહેલ અતિ રસિક જ્ઞાનનું ભાન કરાવ્યું છે, તેમજ જૈનશાસનની પ્રત્યેક ક્રિયાનું અંતિમ લક્ષ્ય મોક્ષપ્રાપ્તિ સિવાય અન્ય ન જ હોઈ શકે તથા એ ક્રિયાઓ મુમુક્ષુ ભાવનાથી આદરવામાં આવે તે જ એ શ્રી જિનશાસનની આરાધના કહેવાય, વિગેરે ઘણું ઘણું બાબતને અપૂર્વ રહસ્યસ્ફોટ એમણે કરેલ છે. સંસાર એક ભયંકર દાવાનળ છે, એનું નગ્ન ચિત્ર આ મહાપુરુષે દેરી બતાવી અનાદિ મિથ્યાભાવથી સંસારમાં આસક્ત આત્માઓને સંયમપ્રેમી બનાવ્યા છે, અને સંસારની અસારતા સમજ્યા વિના જૈનત્વની કીંમત નથી સમજાતી, એ બાબત પણ સ્પષ્ટ કરેલ છે. આજે ચાલી રહેલા ઘંઘાટનું મૂખ્ય કારણ કોઈ પણ હોય, તે તે સંસારને સારૂપ માનવામાં આવ્યું છે તે જ છે. જે લેકે સર્વદેવના કથન અનુસાર સંસારને દાવાગ્નિ સમાન દેખે છે, તેમને આવા મહાપુરુષની સાથે વિરોધ હોતું જ નથી. આ મહાપુરુષે તે જડવાદના જમાનામાં રહી ચેતનવાદની મહાન ક્રાંતિ કરી છે અને છતાં પણ એઓ શ્રીમદે એમના અંગત શત્રુઓ પ્રત્યે દયા કેળવવામાં જરાય કમીને રાખી નથી. આ મહાપુરુષ જીવનના જોખમે પણ શાસનનાં સત્યે જે રીતે પ્રકાશી રહ્યા છે, તે પૂર્વજન્મની અનુપમ સંસ્કારસામગ્રી વિના, ધીરતાયુક્ત વરતાવાળા આત્મબળ વિના અને શાસનને રાગ રગેરગ પ્રસર્યા વિના બહાર પાડી શકાય જ નહિ. આ વ્યાખ્યાને જાહેર ને અતિ મનનીય હોઈ, એનાં અવતરણો જ પ્રવચન' નામના અઠવાડિક પત્ર દ્વારા છપાઈ રહ્યાં છે. તે વ્યાખ્યાનોમાંથી એ પત્રના પહેલા સત્તર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org