________________
ચૂમનારા ભક્ત બની ગયા અને આ જ ઉકળાટના પરિણામે વિરોધીઓએ પૂજ્ય મુનિવરશ્રીની હામે અનેક તર્કટો ઉભાં કરી હીચકારાં આક્રમણે કર્યા હતાં. તે સઘળી ઘટનાઓ જાહેર જ હોઈ એને ઉલ્લેખ અત્રે અનાવશ્યક છે પરંતુ પિતાના સામે થયેલા અનેક આકમણે સામે એક પણ અક્ષર ઉચ્ચાર્યા વિના અથવા શ્રીમંત ભક્તવર્ગથી જરાયે અંજાયા વિના, આત્મકલ્યાણ અને પરાત્મકલ્યાણનાજ આશયથી આ મુનિવરે પિતાનાં વ્યાખ્યાન ચાલુ રાખ્યાં. તેઓશ્રીમદુનાં વ્યાખ્યાનોની વિશિષ્ટ પ્રથા તો એ છે કે ગમે તે જિજ્ઞાસુ સભા વચ્ચે પ્રશ્ન પૂછી શકે છે અને તેને ઉત્તર પણ છે સ્ટના ન આપતાં તે જ ઘડીએ અપાય છે. આમ મુંબાઈના વાતાવરણમાં પૂજ્ય મુનિપ્રવરશ્રીનાં વ્યાખ્યાને અજબ જે પટો લાવી શક્યાં છે અને ધમી –વર્ગમાં પણ નવું જોમ આવ્યું છે. આ જ ઉપકારી મહાપુરુષના પ્રતાપે આજે અનેક આત્માઓ, કે જેઓ પ્રથમ “ધર્મ વિમુખ હતા, તે પણ આજે ધર્માભિમુખ” થવા પામ્યા છે.
વર્તમાન સદી ઉપર આ મહાપુરુષથી થઈ રહેલા ઉપકારનું જેટલું વર્ણન કરીએ તેટલું ઓછું છે. રાજાના ગર્વ અને રંકની દીનતાને ગાળી નાંખનાર અપૂર્વ દેશના શક્તિવાળા પૂર્વના મહાપુરુષોનાં જે વર્ણને શાસ્ત્રમાં વાંચીએ છીએ, તેમ જ મહાન પૂર્વાચાર્યોએ ભયંકર કુમતવાદીઓની વચ્ચે પણ માનાપમાનની પરવા કર્યા વિના, શાસનના અણમેલા સિદ્ધાંતનું જે રીતે રક્ષણ કર્યાનું સંભળાય છે, તેની ઝાંખી આ મહાપુરુષનું જીવન આજે પ્રત્યક્ષ કરાવી રહ્યું છે, એમ કહેવામાં કાંઈ પણ અતિશક્તિ થતી નથી. ધર્મ માટે વિષમ બનેલા આ યુગમાં પણ જૈન કિવા જૈનેતર જગને વિશિષ્ટ ને લાક્ષણિક સ્વરૂપે આત્મમાર્ગ દર્શાવનાર આ એક સમર્થ મહાપુરુષ છે, એ વાતને એ શ્રીમદ્દના પરિચયમાં આવનાર પ્રત્યેક ધમ–અંતઃકરણ એકી અવાજે કબૂલ કરે છે.
આ વ્યાખ્યામાં ચર્ચાયેલા અનેક વિષયને સાર તે એ વાંચનાર જ પામી શકે. જડવાદની તેઓ શ્રીમદે દર્શાવેલી ભયંકરતા, ચેતનવાદની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org