________________ ભાવદેવમુનિ દેવલોકમાંથી ચ્યવને જંબુદ્વીપના પૂર્વવિદેહમાં વીતશોકા નગરીમાં પદ્મરથ રાજા અને વનમાલા રાણીના શિવકુમાર નામના પુત્ર તરીકે ઉત્પન્ન થાય છે. યુવાવય પામતાં 500 કન્યા સાથે તેનું પાણિગ્રહણ થાય છે. એકવાર ગોચરીએ જતા મુનિને તેમનો ધર્મ પૂછે છે. મહાત્મા પોતાના ગુરૂ પાસે મોકલે છે, અને ત્યારે આચાર્યશ્રી ધર્મઘોષસૂરિ મહારાજા તેને પૂર્વભવ કહે છે. તે પૂર્વભવને સાંભળી શિવકુમારને જાતિસ્મરણજ્ઞાન પેદા થાય છે. અને દીક્ષા લેવા માટે તૈયાર થાય છે. પરંતુ તેના માતાપિતા તેને અનુમતિ નથી આપતા, ત્યારે શિવકુમારને સમજાવવા માટે દઢરથ નામના તેના કલ્યાણમિત્રને મોકલે છે. દઢરથના આગ્રહથી જ્યાં સુધી માતા-પિતા જીવતા છે ત્યાં સુધી ચારિત્ર ન લેવું. તેમ તે સ્વીકારે છે. પરંતુ ઘરમાં રહીને પણ સાધુની જેમ જ જીવીશ તેમ નક્કી કરે છે. શિવકુમાર છઠ્ઠને પારણે છઠ્ઠ, પારણે આયંબિલ કરે છે. બાર વર્ષ સુધી આ રીતે તપ કરી ત્યાંથી કરીને વિદ્યુમ્માલીનામનોચાર પલ્યોપમની સ્થિતિવાળો દેવ બને છે. આ જ દેવે પરમાત્મા મહાવીર સ્વામી પાસે આવીને પોતાના આયુષ્ય સંબધી પૃચ્છા કરી હતી. ત્યારબાદ દેવચ્ચવીને રાજગૃહનગરમાં ઋષભદત્ત શ્રેષ્ઠીને ત્યાં ધારણી દેવીની કુક્ષીથી જંબૂકુમાર નામે પુત્રરૂપે ઉત્પન્ન થાય છે. યુવાવય થતાં આઠ કન્યા સાથે તેના વિવાહ નક્કી થાય છે, તે જ સમયે પંચમગણધર શ્રીસુધર્માસ્વામી મહારાજા વિહાર કરતા ત્યાં પધારે છે. શ્રેણિક મહારાજા વંદન માટે આવે છે. તે જ સમયે જંબૂકુમાર પણ ત્યાં આવે છે. દેશના સાંભળી જંબૂકમારને વૈરાગ્ય ભાવ પેદા થાય છે. માતાપિતાની અનુજ્ઞા લેવા માટે નગરમાં આવતા યુધ્ધ માટે તૈયાર કરેલાયસ્નગોળામાંનો એક ગોળો તેની સામે પડતાં વિરતિ વિના મારું મરણ ન થાઓ એવી શુભભાવનાથી આજીવન બ્રહ્મચર્યવ્રત લઈને ઘરે જાય છે. માતા-પિતાને પોતાની સર્વવિરતિના સ્વીકારની ભાવના જણાવતાંસ્નેહને વશ થઈને લગ્ન કરવા માટે સમજાવે છે. પરંતુ જેબૂકુમારના દેઢ વૈરાગ્યના કારણે માતા-પિતાની બધી જ સમજાવટ નિષ્ફળ જાય છે. ત્યારે માતા-પિતા તેને કહે છે કે તું એકવાર અમારી ભાવનાથી પાણિગ્રહણ કર પછી તારે જે કરવું હોય તે કરજે. ત્યારે માતા-પિતાના આગ્રહથી આઠ કન્યાઓ સાથે તે લગ્ન કરે છે. લગ્ન કરવામાં પણ આઠ કન્યા અને જંબૂકુમારનો પરિવાર એમ નવપરિવાર તરફથી 11 કરોડ સુવર્ણમુદ્રાનો ખર્ચ કરવામાં આવે છે. એમ કુલ 99 કરોડ સુવર્ણમુદ્રાના ખર્ચે મહામહોત્સવ પૂર્વક લગ્ન કરાવ્યા. હવે જંબૂકુમાર મહેલમાં આવીને પોતાની પત્નીની સાથે વિચારણા કરે છે. અને સંસારની અસારતા જણાવે છે. જ્યારે આઠે પત્નીઓ સંસારના સુખો ભોગવવા માટે વિવિધ યુક્તિ પ્રવૃત્તિઓ અને દષ્ટાંન્તો આપે છે. તે સમયે પ્રભાવ ચોર ૫૦૦ચોર સાથે ચોરી કરવા આવે છે. તેની પાસે અવસ્વાપિની વિદ્યા છે. તે દ્વારા મહેલમાં રહેલા દરેકને la..