________________ છે. સંયમનું પાલન કરતા ભવદેવમુનિ પોતાના ભાઈને પ્રતિબોધ કરવા માટે સુગ્રામનગરમાં આવે છે અને ભાઈની લજ્જાથી ભાવદેવ દીક્ષા લે છે. ભવદેવ મુનિ સંયમપાળી સ્વર્ગે જાય છે. ત્યાંથી એકાવનારી બની મોક્ષ સુખના ભોક્તા બનશે. ભવદેવમુનિના સ્વર્ગગમન બાદ ભાવદેવમુનિ સંયમમાં અસ્થિર બને છે. પૂર્વમાં પણ લજ્જાથી જ સંયમ સ્વીકાર્યું હતું. તેથી વિચારે છે કે - “નવયૌવના, સુરૂપા, લાવણ્યવાળી એવી નાગિલાનો મેં ફોગટ જ ત્યાગ કર્યો. હવે ફરીથી તેને મેળવી પાંચે પ્રકારના મનુષ્યભવસંબંધી કામભોગોને ભોગવી આનંદ માણીશ. આમ વિચારી ચારિત્રનો ત્યાગ કરી સુગ્રામનગરમાં ઋષભદેવ પ્રાસાદની પાસે આવે છે. સંયોગવશાત્ નાગિલા પણ ત્યાં જ આવે છે. ત્યારે નાગિલાનું શરીર અત્યંત દુર્બળ થયું હોવાથી ભાવદેવમુનિ તેને ઓળખી શકતા નથી. અને તેને પૂછ્યું “શું તુંનાગિલાને ઓળખે છે?” ત્યારે નાગિલાએ “આ મારો પતિ છે એ પ્રમાણે તેને ઓળખી લીધો અને તેને પૂછે છે તારું નામ શું છે? તું શા માટે અહીં આવ્યો છે? તારે નાગિલાનું શું કામ છે? ત્યારે ભાવદેવ કહે છે કે તે મારી પત્ની છે. તેનું પ્રેમરૂપી શલ્ય મારા હૃદયમાં ઘણું ખેંચે છે. મેંલજ્જાથી સંયમતો લીધું પણ તેને છોડવાની મારી ઈચ્છા છે. આવા વચન સાંભળીને તે મુનિને કહે છે કે આવા ખોટા વચનો નહીં બોલ. તું મૂર્ખ કેમ બને છે. ચિંતામણી જેવા સંયમના સુખને છોડીને કાંકરા જેવા સાંસારિક સુખને કોણ ગ્રહણ કરે? ઐરાવણને મુકીને ગધેડા પર કોણ ચઢે? કલ્પવૃક્ષને મુકીને આકડો કોણ વાવે? ખીર છોડીને કાંજી કોણ ખાય? તે રીતે ધર્મને છોડીને કામભોગમાં કોણ પ્રવૃત્ત થાય તે પૂર્વના મહર્ષિઓને યાદ કર. તેમણે સહન કરેલા દુષ્કર એવા ઉપસર્ગોને યાદ કરી. તેમણે પાળેલા સંયમને કારણે તે મોક્ષપદને પામનારા બન્યા. તેથી તું પણ શ્રમણ પદને પ્રાપ્તકર. નાગિલાના શરીરમાં બારતારોમાંથી અશુચિનો પ્રવાહનિકળી રહ્યો છે. આવા અશુચિ ભરેલા શરીરમાં ભોગવિલાસના અભિલાષનો ત્યાગ કર. વગેરે વૈરાગ્યસભર વચનો દ્વારા તેને સંયમ જીવનમાં સ્થિર કરવાનો પ્રયત્ન કરે છે. ત્યારે ભાવદેવ મુનિ તેને કહે છે કે તું એકવાર મને નાગિલાના દર્શન કરાવ. ત્યારે નાગિલા કહે છે કે તારી પ્રિયા જે હતી તે જ હું છું. અને તું જ મારો પ્રાણવલ્લભ પતિ છે. તે સાંભળી ભાવદેવમુનિ પૂછે છે. સુંદર રૂપવાળી એવી તું આવી દુર્બળ કેમ બની ગઈ? ત્યારે નાગિલા કહે છે. તમે સંયમી બન્યા તે સાંભળી હું પણ વૈરાગ્યભાવને પામી અને જિનધર્મમાં રક્તચિત્તવાળી શ્રમણોપાસિકા બની અને છઠ્ઠને પારણે છઠ્ઠનો તપ કરી પારણે આયંબિલ કરતી હતી. તે તપને કારણે મારું શરીર દુર્બળ થયું છે. તે સાંભળી ભાવદેવમુનિ પ્રતિબોધ પામે છે. પુનઃચારિત્રનું પાલન કરીને દેવલોકમાં ઉત્પન્ન થાય છે. નાગિલા પણ તપ કરી એકાવતારી બની મોક્ષે જશે. .il...