________________ કરશે તે આરાધક જાણવા આ શબ્દો ઉપરથી પણ આ ગ્રંથનું મૂલ્ય આપણે સમજી શકીએ છીએ. આ ગ્રંથનું અહીં તો સંક્ષિપ્તમાં જ તેનો સ્વાદ માણવા પુરતું આલેખન કર્યું છે. તેનો આનંદ માણવા તો ગ્રંથનું પરિશીલન આવશ્યક છે. પૂજ્ય ઉપાધ્યાય શ્રીપમસુંદરગણિમહારાજા રચિત આ પ્રાકૃતચરિત્ર તો જાણે આગમો ન વાંચતા હોઈએ તેવો ભાવ પેદા કરાવે છે. અને પ્રાકૃત ભાષાને ન જાણતા સાધકો માટે પંડિત માનસિંઘજીએ તેને અનુસારેજ સંસ્કૃત ચરિત્ર બનાવ્યું છે. જો કે સંસ્કૃત ચરિત્ર સંપૂર્ણપણે પ્રાકૃતિને અનુસારે તૈયાર નથી થયું. તેમજ અનેક પ્રકારના નવા પદાર્થો તેમાં છે, તેથી સ્વતંત્ર રીતે જ તેને તૈયાર કરેલું છે. પ્રાકૃત તેમજ સંસ્કૃત ચરિત્રની ભાષા એકદમ સરળ છે. વિશિષ્ટ વાક્ય રચનાઓ તેમજ કાવ્ય શૈલીનો ઉપયોગ આમાં નથી થયો. કેટલીક જગ્યાએ તે શબ્દને સમજાવવા તેના પર્યાયવાચી નામો મુકીને સ્પષ્ટતા કરેલી છે. ભાષાની દ્રષ્ટીએ વૈવિધ્ય જોવા ન મળતું હોવા છતાં સંક્ષેપમાં આખાય ચરિત્રને સરળભાષામાં વર્ણવેલ હોવાથી જે પણ સંસ્કૃત-પ્રાકૃતના પ્રારંભિક અભ્યાસી છે. તેને ઉપયોગી થશે. તેમ વિચારી પ્રાપ્ત અને સંસ્કૃત ચરિત્ર ઉપર નીચે ગોઠવેલું છે. આ ગ્રન્થના સંપાદનમાં અને સંશોધનમાં ઘણી મુશ્કેલી હતી. ઘણા પાઠો અશુદ્ધ તેમજ ભ્રષ્ટ હતા. અનેક પ્રતોના આધારે શુદ્ધિકરણ કર્યું તથા પ્રવચન પ્રભાવક પૂજય આચાર્યશ્રી વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજાના માર્ગદર્શનથી સંપાદન સુંદર રીતે થઈ શક્યું. તેથી તેમનો હું ઋણી છું તથા આ ગ્રંથના સંશોધન-સંપાદન કાર્યમાં પૂજ્યશ્રીના માર્ગદર્શનાનુસાર મુનિ શ્રી કૃતિયશવિજયજી મહારાજે અનેક પ્રકારે સહાય કરી છે. તે સિવાય સંશોધન-સંપાદન માટેપ.પૂ.આચાર્યશ્રી વિજય રામચંદ્રસૂરિ પાઠશાળાસાબરમતી-અમદાવાદ પુખરાજ રાયચંદ આરાધના ભવન-સાબરમતી અમદાવાદ તેમજ કૈલાસસાગરસૂરિ જ્ઞાન ભંડાર કોબાએ ઘણી સહાય કરી છે. તે પણ સ્મરણીય છે. પ્રાન્ત આ સંક્ષેપમાં વર્ણવેલ ચરિત્રના વાંચનથી સહુ જીવોવૈરાગ્યના મહાસાગરનું અવગાહન કરી મોક્ષ સુખને પામે તેવી શુભભાવના. લી. મુનિ ધર્મરત્ન વિજય મહારાજ 14.