________________ સુવડાવી દે છે. જ્યારે તે વિદ્યાની અસર જંબૂકુમારને નથી થતી. તે ચોરોએ બધું લુંટતા જુએ છે. ત્યારે મારી દીક્ષા નિમિત્તે લોકોમાં અપવાદ થશે કે ઘર લુંટાયું એટલે દીક્ષા લે છે, એવું ન બને તે માટે કરીને “નમો અરિહંતાણ' એવું પદબોલે છે. ત્યારે બધા ચોરો ચંભિત બની જાય છે. પ્રભવતે જોઈને આશ્ચર્યચકિત બની જાય છે અને જંબૂકુમાર પાસે જઈને કહે છે કે મારી પાસે તાલોદ્ઘાટની અને અવસ્વાપિની વિદ્યા છે. એ હું તમને આપું અને તમે મને આ સ્તંભની વિદ્યા આપો. ત્યારે જંબૂકુમાર કહે છે કે મારી પાસે આવી કોઈ વિદ્યા નથી. માત્ર ધર્મવિદ્યા જ મારી પાસે છે. તે કારણથી આખાય મારા આ અંતપુર સહિત વૈભવનો ત્યાગ કરીને સંયમને ગ્રહણ કરવાનો છું. તે સાંભળી પ્રભવને આશ્ચર્ય થાય છે. પછી જંબૂકુમાર અને પ્રભાવ ચોર વચ્ચે વિસ્તૃત વાર્તાલાપ પણ થાય છે. વિવિધ દૃષ્ટાંન્તોયુક્તિ-પ્રયુક્તિઓ દ્વારા જંબૂકુમાર પ્રભવ ચોરને મૌન કરે છે. ત્યારબાદ આઠે પત્નીઓ વારાફરતી એક એકદષ્ટાંન્ત દ્વારા જંબૂકમારને સંસારમાં બાંધવા માટેની મહેનત કરે છે. પરંતુ પરમવૈરાગી બૂસ્વામી વિવેક-દાખલા-યુક્તિઓ દ્વારા તેમની દરેક વાતનું નિરસન કરે છે. આ ચર્ચામાં આઠ પત્નીની આઠ વાર્તા અને તેના જવાબ માટે કહેલી જંબૂકુમારે આઠે વાર્તા, તેમજ પ્રભાવચોરને ઉદ્દેશીને જંબૂકુમારે કહેલી બીજી ત્રણ વાર્તા એમ 19 વાર્તાઓ ખૂબ જ સરળ શૈલીમાં વર્ણવાયેલ છે. ત્યારબાદ જંબૂકુમારની દઢતા જોઈને આઠ પત્ની, પ્રભવ સહિત ૫૦૦ચોરો પણ પ્રતિબોધ પામે છે. તેમને વૈરાગી થયેલા જાણી માતા-પિતા પણ પ્રતિબોધ પામી દીક્ષા લેવા તૈયાર થાય છે. કોણિક મહારાજા આવી નવે જણના વખાણ કરે છે. ભવ્ય વરઘોડો કાઢી હજારો પુરૂષો જેને ઉપાડે તેવી શિબિકા પર આરૂઢ થઈ પંચમ ગણધર શ્રીસુધર્માસ્વામી જ્યાં સમવસરેલાં છે ત્યાં આવે છે. અને સંસાર સાગરથી પાર ઉતારવાની વિનવણી કરે છે. ત્યારે શ્રીસુધર્માસ્વામીએ સંયમ કેટલું દુષ્કર છે. મેઘકુમાર-અરણીકમુનિવગેરે પણ અસ્થિર ચિત્તવાળા બન્યા હતા. તારાથી પાલન થશે? તેમ સમજાવે છે. સંયમની દુષ્કરતાના 24 મુદ્દા બતાવ્યા છે. જે અત્યંત પરિશીલનીય છે અને સંયમજીવનનું ઉત્તમ માર્ગદર્શન પૂરું પાડે તેવા છે. જંબૂકુમાર આ બધુ સાંભળી કહે છે કે, સંયમજીવન બાયલા જીવો માટે દુષ્કર છે. શૂરવીર માટે નથી. આ સાંભળી યોગ્યતા જાણી જંબૂકુમારને પાંચસો સત્તાવીશ પુણ્યાત્મા સાથે દીક્ષા આપે છે. સત્તરમાં વર્ષેદીક્ષા થાય છે. વીશ વર્ષછદ્મસ્થપર્યાય પાળી, ચુમ્માલીશ વર્ષનો કેવલજ્ઞાન પર્યાય પૂર્ણ થતાં એસીવર્ષનું આયુષ્ય પૂર્ણ કરી મોક્ષે જશે. તેમના મોક્ષગમન બાદ વિચ્છેદ પામનારી ૧૦વસ્તુનું વર્ણન પણ અત્રે કરેલું છે. આ રીતે બૂકુમારનું ચરિત્ર પૂર્ણ થાય છે. ગ્રંથકારે વૈરાગ્યનો રસથાળ ભરીને આ ગ્રન્થ આપણી સમક્ષ મુક્યો છે. એનું જેટલીવાર આપણે આચમન કરશું. તેટલો વૈરાગ્ય મજબૂત થયા વગર રહેશે નહીં. અંતમાં કહ્યું છે “જે આ ચરિત્ર સાંભળી શ્રદ્ધાને ધારણ 13.