________________ છે. અને સંસ્કૃત ચરિત્ર પ્રાકૃતના આધારે જ તૈયાર થયેલું હોવા છતા પ્રાકૃત કરતા થોડું વિસ્તૃત છે. માહીતિ વગેરે પણ થોડી વધારે છે. દરેક ચરિત્રમાં આવતી વિવિધતાની જેમ અહીં પણ નામો-કથાઓ વગેરેમાં અન્ય ચરિત્રો કરતા ઘણા મતાંતર છે. પણ ચરિત્રોમાં તે બાબત અસંભવિત ન હોવાથી અત્યારે તે અંગે વિચારણા ન કરતા મૂળ ગ્રન્થનો જે વિષય છે તેને વિચારીએ. ગ્રન્થકાર પરમાત્મા મહાવીર સ્વામીના સ્વમુખે વર્ણવાયેલ કથાને તેમના જમુખે જણાવી રહ્યા છે. સંસ્કૃત ચરિત્રમાં ક્યાંક-ક્યાંક આગમોની સાક્ષી વગેરે પણ આપી છે. તેમ કરીને ચરિત્રને માત્ર કથા રસના સાધન તરીકે ન રાખતા આત્મ પરીણતિને નિર્મળ બનાવવાનું કાર્ય પણ ગ્રન્થકારે કર્યું છે. તેમજ આગમ તરફ નજર કેન્દ્રિત કરવાનું કાર્ય પણ ગ્રંથકારે કર્યું છે. બન્ને ગ્રંથોમાં ઝાઝો ફેરફાર ન હોવાથી બન્નેની સંકલિત વિષય વસ્તુ જ અહીં જણાવવામાં આવે છે. સૌ પ્રથમ ગ્રંથની શરૂઆત કરતા ગ્રંથકાર જણાવે છે કે - તે કાળે અને તે સમયે અવસર્પિણી કાળના ચોથાઆરાના અંતિમ સૈકામાં રાજગૃહી નગરી હતી. તેની ઋદ્ધિદેવનગરી સદશ હતી. તેનું વર્ણન અહીં સંક્ષેપમાં કરીને ઔપપાતિક આગમની સાક્ષી આપી છે. તેમાં જે પ્રમાણે રાજગૃહી નગરીનું વર્ણન છે તેજ પ્રમાણે અહીં પણ સમજવું. તે રાજગૃહી નગરીમાં ગુણશિલક નામના યક્ષમંદિરમાં શ્રમણ ભગવાન શ્રી મહાવીરસ્વામી પરમાત્મા વિહાર કરતાં પધાર્યા. તે ગુણશિલક ચેત્યના વર્ણન માટે પણ શ્રીઔપપાતિક આગમની સાક્ષી આપવામાં આવેલી છે. પરમાત્મા મહાવીરસ્વામી ભગવાનના સમવસરણમાં શ્રેણિક મહારાજ સપરિવાર વંદન કરવા માટે આવે છે. પરમાત્મા ચાર પ્રકારના ધર્મનું નિરૂપણ કરે છે. ત્યારે એક મહર્થિક દેવ પરમાત્મા પાસે આવી વંદના કરીને પોતાનીદેવલોકની સ્થિતિ (શષ આયુષ્ય) સંબંધી પૃચ્છા કરે છે. પરમાત્મા કહે છે કે આજથી આરંભી સાત દિવસ માત્ર જ તારૂં આયુષ્ય બાકી છે. તે સાંભળીને દેવ જે દિશાથી આવેલો હતો તે દિશા તરફ પાછો વળી જાય છે. જે જોઈને શ્રેણિક મહારાજા પ્રશ્ન કરે છે કે આ દેવ મરીને કઈ ગતિમાં જશે? પરમાત્મા મહાવીરસ્વામી કહે છે કે અહીંથી મરીને આજ રાજગૃહી નગરીમાં જંબુસ્વામી નામના અંતિમ કેવલી થશે. ત્યાર પછી તેમના પૂર્વભવોના વર્ણન દ્વારા આ ચરિત્રની શરૂઆત થાય છે. પરમાત્મા મહાવીર સ્વામીના મુખે આ ચરિત્ર વર્ણવાયેલું હોવાથી આની મહત્તા ખૂબ જ વધી જાય છે. પરમાત્મા મહાવીરસ્વામી ફરમાવે છે કે આ જંબુદ્વીપના, ભરતક્ષેત્રના સુગ્રામનગરમાં રાવડનામનો એક માણસ રહેતો હતો. તેને રેવતી નામની પત્ની હતી. ભવદેવ-ભાવદેવ નામના બે પુત્રો હતા. ભવદવ સાધુના સંયોગે વૈરાગ્ય પામી દીક્ષા લે 10.