Book Title: Jain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
| જૈન બાલ માસિક - પ્રોત્સાહન
જૈન સંસ્કાર એ આત્માના ઉદ્ધારના સંસ્કાર છે. મોટાઓ માટે અનેક વિધ વિધાનો અમારા કાર્યક્રમો થાય છે. જ્યારે બાળકો માટે તે જાતના પ્રયોગો ઓછા થાય છે અને જ્યાં થાય છે તે સ્થળે હાજરી કુમ હોય છે.
બાળકો માટે થઈ આકર્ષણ થાય તેવું સચિત્ર જૈન બાલ માસિક કાઢવાની પ્રેરણા પૂ. પ્રવર્તક મુ. શ્રી યોગીન્દ્રવિજયજી મ. ને થઈ અને પૂ.આ. શ્રી વિજય જિનેન્દ્ર સૂરીશ્વરજી મ. એ આશીર્વાદ આપ્યા અને યોજના મુકાઈ તો થાનગઢના ભાવિકો દ્વારા તેને ખૂબ ઉત્સાહથી વધાવી લેવાઈ અને સેંકડોની સંખ્યામ પાંચ વર્ષના ગ્રાહકો નોંધાયા જે લીસ્ટ વાંચવાથી ખ્યાલ આવશે.
તે સાથે પાંચ વર્ષે કંઈ મુશ્કેલી ઉભી થાય તો શું ? શ્રી મહાવીર શાસન (માસિક) ને ૮ વર્ષે અને જૈન શાસન અઠવાડિક) ને ત્રણ વર્ષે આવી કટોકટીનો સામનો કરવો પડયો હતો અને જૈન શાસનના પ્રભાવે તે પાર ઉતર્યા હતા.
આ રીતે વિચારણા કરીને થાનગઢમાંથી જ પ્રોત્સાહન પ્રાપ્ત થયું હતું. ભાઈશ્રી ૨ામજી લખમણ મારૂ દ્વારા શરૂ આત થઈ. પછી શાહ પદમશી વાઘજી ગુઢકા પરિવાર, શાહ કાલીદાસ હંસરાજ નગરીયા પરિવાર, શાહ વેત્રજી લખમણ મારૂ પરિવાર, શાહ ખીમજી વીરજી ગુઢકા પરિવાર, શાહ કેશવજી લખમણ મારૂ પિરવાર તેમાં જોડાયાં પછી શાહ ધનજી સુખલાલ બારભાયા કારીયાણીવાળા પરિવાર, શાહ કેશવલાલ ખીમચંદ ચંદરીયા રાવલશરવાળા હ. વિજયકુમાર - જામનગર જોડાયા.
મુબઈથી આવેલા શાહ નેમચંદ રાયશી સુમરીયા (મુલુંડ), શાહ કેશવજી ભારમલ સુમરીયા (મુલું), શાહ ઝવેરચંદ વીરપાર નગરીયા (મુલુંડ), શાહ મોહનલાલ દેવરાજ (અંધેરી ઈસ્ટ) નો સહયોગ મળ્યો. ત્યાર બાદ શાહ મનસુખલાલ જીવરાજ ભાડલાવાળા (રાજકોટ), શ્રી ગણેશભાઈ ગણેશ મંડપવાળા (રાજક ટ) થી વિશેષ પ્રોત્સાહન મળ્યું, પૂ. સા. શ્રી કૌશલ્યપ્રભાશ્રીજી મ. ના બેન - બનેવી શ્રી જયાનેન શ્રી ગુલાબચંદ મુળચંદ લંડનથી આવતાં તેમણે તેમાં ઉત્સાહજનક પ્રોત્સાહન આપ્યું. હજુ પણ તેમાં પ્રોત્સા ન જરૂરી રહેશે. શ્રી જૈન બાલ માસિક સચિત્ર અને બાળકોના મનને આકર્ષનારૂં બને તે માટે પુરતો ખર્ચ કરવાનો રહેશે.
બે
• ાસિક માત્ર બે રૂપિયા જેવા લવાજમમાં સચિત્ર માસિક ચાલી શકે નહિ. અને તેથી પાંચ વર્ષનું જ લવાજમ રાખ્યું છે. કાયમીની માંગણી આવે છે. પરંતુ તે પાંચ વર્ષ પછી આયોજન અને આવકનો વિચાર
કરી લાજમની સમીક્ષા કરીને થશે.
ભારત ભરમાં અને વિશ્વમાં પણ આ બાલ માસિક ઘેર ઘેર બાળકોનું પ્યારૂ બને તે માટે સૌ ભાવિકોને - યુવાનોને પ્રેરણા કરવા ભલામણ છે. પાંચ હજાર નકલથી શરૂ કરાતું આ બાલ માસિક ૧૦/૨૦ હજાર નકલ સુધી પહોંચે તે માટે વાંચકો-વડિલો અને યુવાનો ઉપર આધાર રહે છે.
મુનાનો અંક જોયા પછી આપ આપનાા બંધુવર્ગ મિત્રવર્ગમાં પ્રયત્નશીલ બનશો એવી ભાવના...
તંત્રીશ્રીઓ ...