Book Title: Jain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
આ વર્ષ-૧૨ - અંક ૨૩ થી ૨૫ ૦ તા. ૧-૨-૨૦૦૦
૧૬૬
શ્રી મહાવીર શાસનના તંત્રી
શ્રી મગનલાલ ચત્રભુજ મહેતાનું અવસાન,
e
e Pi33583.
શ્રી મહાવીર શાસનના તંત્રી મહેતા મગનલાલ ચાલુજ જામનગરથી ૧૪-૧-૨૦૦૨ના રાજકોટ પૂ. ગુરુદેવ શ્રી જિનેન્દ્ર સૂરીશ્વરજી મ. ને વંદન કરતા આવ્યા હતા. તે વખતે કહ્યું હવે મારું પુરૂ થયું છે. ત્યારે પૂ. ગુરુદેવે આશ્વાસન આપ્યું. પછી પોરબંદર ગયા ત્યાં હાર્ટ એટેક આવતાં હોસ્પિટલમાં ૫/૬ દિવસ દાખલ કર્યા હતા તા. ૨૩-૧-૨૦૦૦ના સાંજે નવકાર મંત્ર શ્રમણ કરતાં અવસાન પામ્યાં. તેમજ જામનગર લાવ્યા અને તા. ૨૪-૧-૨૦૦૦ના સવારે અંતિમ યાત્રા
નીકળી હતી. આJવન ભેખધારી મગનલાલભાઈના જવાથી શ્રી મહાવીર શાસનનું ૪૬ વર્ષ સુધી સફળ સંચાલન કરનારની મોટી ખોટ પડી છે. તેઓ પૂઆ. શ્રી વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મ. ના પ્રવચનથી પ્રભાવિત થયા હતા. પૂ. આ. શ્રી વિજય અમૃતસૂરીશ્વરજી મ. ના પરિચયથી વિશેષ ભાવના વધી હતી. પૂ. જિનેન્દ્ર સૂરીશ્વરજી મ. ની દીક્ષા ૨૦૧૦માં થઈ ત્યારે શ્રી મહાવીર શાસનના તંત્રી તરીકે અને શ્રી હર્ષપુષ્પામૃત જેન જ્ઞાન ભંડારના ટ્રસ્ટી રહી જેન શાસન તથા સાહિત્ય પ્રકાશનની પણ જવાબદારી સારી રીતે સંભાળી હતી.
પૂ. જિનેન્દ્ર સૂ. મ. ની દીક્ષા વખતે જ ૪૨ વર્ષની વયે બ્રહ્મચર્ય લીધું હતું. અને તેમના ધર્મપત્ની શ્રી તારાબેને પૂ. સિદ્ધિ સૂ. મ. પાસે જઈ બહ્મચર્ય લીધું હતું. ૮૯ વર્ષની ઉંમરે સ્વર્ગવાસ પામ્યા છે. તેમના ધર્મપત્ની શ્રી તારાબેન ચિ. પત્ર મહેન્દ્રકુમા તથા ચિ. પુત્રી કુંદનબેનને પણ આઘાત લાગ્યો છે તેમને અમે હમદર્દી પાઠવીએ છીએ. તેમ તો આત્મા જ્યાં હોય ત્યાં જૈન શાસન પામી શિવસુખ પામે એ જ અભિલાષા
શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ તથા શ્રી હર્ષપુષ્પામૃત જેન જ્ઞાન ભંડાર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ.
Secs
-
દીકરી
શ્રી મહાવીર શાસનના તંત્રી શ્રી મગનલાલ ચત્રભુજ મહેતા
| શ્રધાંજલી અંક, શ્રી મહાવીર શાસનના ૪૮ વર્ષના બહોળા પ્રચાર અને શાસન પ્રચાર તથા સિદ્ધાંત રક્ષાના કાર્યના સાથી અને સાક્ષી શ્રી મહાવીર શાસનના સં. ૨૦૧૦ થી ૨૦૫૬ સુધી ૪૬ વર્ષ સુધી તંત્રી પદ સંભાળનાર મહેતા મગનલાલ ચત્રભુજ ત . ૨૩-૧-૨૦૦૦ પોરબંદરમાં એટેક આવતા અવસાન પામ્યા છે. તેમને જામનગર લાવી તા.૨૪-૧-૨૦૦pના અંતિમ વિધિ થઈ હતી.
શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર તથા હર્ષપુષ્પામૃત જ્ઞાન ભંડાર ટ્રસ્ટ તથા શ્રી હર્ષ,પામૃત જેના ગ્રંથમાલાન કાર્યકર્તા રહી તેમજ ખૂબ શાસન સેવા કરી છે તેમજ શાસન શ્રદ્ધા, સિદ્ધાંત પ્રેમ અને ધર્મ રક્ષા માટે અપાર રર હતોતેમના દીર્ઘ જીવનમાં અનેક ધર્મના કાર્યમાં રસ લીધો છે. બહોળા પરિચયમાં અનેક પૂ. આચાર્યદવ આદિ તથા સાધર્મિક બંધુઓના પરિચયમાં આવ્યા છે. તે નિમિત્તે શ્રી મહાવીર શાસનનો વૈશાખ માસમાં જાન માસનો અંક શ્રદ્ધાંજલિ અંક તરીકે પ્રગટ કરવાનો છે.
પૂ. આ. ભગવંતો આદિ મુનિરાજો તથા સાધ્વીજી મહારાજોને શુભ આશિપ મોકલવા તથા સાધર્મિક બંધુઓ. તેમના પરિવયનો શ્રદ્ધાંજલિનો લેખ વિગેરે મોકલવા નમ્ર વિનંતી છે.
આ શ્રદ્ધાંજલિ અંકમાં શ્રદ્ધાંજલિ આપવા માટે પણ ભાવિકોને નમ્ર વિનંતી છે. શ્રદ્ધાંજલિ અંક માટેની યોજના ૧ પેજ રૂા. ૫૦૦ , અડધું પેઈજ રૂા. ૩૦૦ ૧/૪ પેઈજ રૂા. ૧૫ આ રીતે આપ આપની ભાવના મુજબ તથા વર્તુળમાં પ્રેરણા કરીને શ્રદ્ધાંજલિ મોકલશો.
શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ C/o. શ્રુત જ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લોટ, જામનગર (ગુજરાત) ભારત