Book Title: Jain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
શ્રી જૈન શાસન (અઠવાડિક) > પૂજ્યશ્રી હિતા હતા કે
તા. ૨૨-૨-૨OOO
રજી. નં GRJ ૪૧૫ TTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTT
8. ગુણદર્શી કે
ܠ ܦܤܠܡܥܒܐ
પ્રશિઅલ
- પૂ. આ. શ્રી વિ. રામચન્દ્ર સ્ર. મ. સા. ધર્મ કરવો સહેલો છે પણ સમ્યગદર્શનનું અર્થીપણું કઠીન છે. ધર્મ કરે તેમાં મહત્તા નથી. આવતી. મારે તો સમ્યગદર્શન માટે ધર્મ કરે તેવા જીવો જોઈએ છે. અહીંયા મઝથી સુખ ભોગવવું તે દુર્ગતિમાં જવાનો ધંધો છે, દુઃખ રોતે રોતે ભોગવવું તે ય દુર્ગતિમાં જવાનો ધંધો છે. દુઃખ ખૂબ ખૂબ મઝથી ભોગવવું અને સુખ તાકાત આવે તો છોડી દેવું અને ન છૂટી શકે તો રોતા રોતા ભોગવવું તે સદ્ગતિમાં જવાનો ધંધો છે. સમ્યગદર્શન મેળવવવાની મહેનત ન કરે તો નવપૂર્વ ભણેલો પણ આ અટવીના માર્ગને જોઈ શકતો નથી. સમ્યગદર્શન આવ્યું હોય તો આ સુખમય સંસાર છોડવા જેવો જ લાગત. આ સુખમય સંસાર હજી જોડવા જેવો લાગ્યો નથી તે સૂચવે છે કે હજી સમ્યગદર્શન આવ્યું નથી. સાધર્મિકની ભકિત જેવી ભકિત નહિ. સાધર્મિકતા સગપણ જેવું સગપણ નહિ. ભગવાનની પૂજા ભગવાન થવા માટે છે. સાધુની સેવા ભકિત સાધુ થવા માટે છે. દર્મની કાર્યવાહી ચારિત્ર મેળવવા માટે છે. ધર્મ કરનારને સમ્યક ચારિત્ર ન મળે ત્યાં સુધી તે દુઃખી જ હોય ને? અનંતીવાર “નમો અરિહંતાણં' બોલનારા હજી સંસારમાં ભટકે છે. તેને હજી સંસારથી પાર પામવું નથી. તેને ફાંફા મારવા છે. સુખ મળે તો તેમાં પાગલ થવું છે. દુઃખથી દૂર ભાગવું છે. દુઃખ આવે તો તેમાં રિબાઈને મરવું છે. તે કોઈ દહાડો વિચાર ન કરે કે દુનિયાના સુખથી ફાયદો શું? દુઃખથી રોવાના ફાફા શા? તેવા બધા રોતા રોતા મરે અને પાછાખમાંથી મહાદુઃખમાં જાય. . આ સર ભયંકર છે, પાપમય છે, પાપ વિના ચાલતો જ નથી. આત્માનું સ્થાન નથી, કર્મ ) આત્માને બાંધી રાખ્યા છે. આ શ્રદ્ધા પાકી છે? સંસાર કર્મથી છે, સ્વભાવથી નથી, કર્મ Sાથે તો સંસારમાં રહેવાનું હોય નહિ, મોક્ષે રહેવાનું હોય. સંસારમાં સુખ તે એટલા માટે
કે જગતના બધા જીવોને ફસાવનાર છે, સુખમાં લીન બનાવી, સુખ માટે પાપ કરાવી
નરકાદિમાં મોકલી આપનાર છે. આ વાત જેને ન સમજાય તે ભયંકર પાપોદય છે ! ZZZZZZIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIZZZZZZZZZZZZZZZZZQ જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ
C/o. શ્રુતજ્ઞાન ભવન, ૪૫, દિગ્વિજય પ્લોટ, જામનગર વતી તી, મુદ્રક, પ્રકાશક: ભરત એસ. મહેતાએ ગેલેકસી પ્રિન્ટર્સમાં છાપીને રાજકોટથી પ્રસિદ્ધ હૈં.
ܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠ
ܦܠ