Book Title: Jain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
આત્માજ અટ ડાયો છે !!!
આત્મા અટવાય છે
અ. સૌ. અનિતા શાહ
|
મહાપુ યોદયે આવો સુંદર મનુષ્યભવ મલ્યો. સાચું સમજવ ની સબુદ્ધિ મલી અને હેય – ઉપાદેયનો સાચો યથા વિવેક કરવાની શકિત મલી. પરંતુ આજના વિલસી અને વૈભવી વાતાવરણે આત્માનું તો ભાન ભૂલાયું આત્મા તો જડતો નથી પણ માણસ પણ જડતો નથી. માજે જેમ સાચા ધર્મો જડવા મુશ્કેલ છે તેમ સાચો માણસ પણ જડવો મુશ્કેલ છે. નામના માણસો ડગલેને પગ । ટોળે ટોળામાં દેખાય છે તેમ નામના ધર્મી પણ ઠેર ઠેર મલશે.
ભૂલી ગયા છીએ.' ખરેખર હું આત્મા છું તેનું ભાન થાય, અનાદિકાળથી મારો આત્મા સંસારમા ભટકી રહ્યો છે અને હવે મારે ભટકવું નથી તેમ ભય પેદા થાય તે જ આત્મા, આત્માને માનનારો કહેવાય. બીજા તો માત્ર જડના જ પૂજારી કહેવાય. જો આપણે આત્માના - ચેતનના સાચા પૂજારી બનીએ તો આ |સંસાર આપણા માટે ભયંકર છે નહિ તો ભયંકર બન્યા વિના રહેશે નહિ શું કરવું તે આપણા હાથમાં છે. વિવેકી સુજ્ઞો વિચારી લેજો !
એક ૨ એક ફકીર ભર બપોરે હાથમાં સળગતું ફાનસ લઈ જતો હતો અને લોકોના ટોળા આગળ ફાનસ બતાવ નો. બધાને ને પાગલ જેવો લાગ્યો. પણ જે સમાં અને ડાહ્યા વિવેકી હતા તેમને લાગ્યું કે આની મુખાકૃતિ ભ ય - શાંત - તેજસ્વી છે તેથી આ પાગલ જેવું કામ તો ન જ કરે પણ આની પાછળ કાંઈ કારણ હશે. તે એક ઓટલા પર આરામ કરવા બેઠો હશે ત્યારે થોડા સમજુ માણસો તેની પાસે ગયા અને નમસ્કારાદિ કરી વિનયપૃ કિ પૂછ્યું કે અમારા મનમાં એક શંકા છે. જો તમારી નુજ્ઞા હોય તો જણાવીએ. તેણે - ખુશીથી જણાવો. તે ોએ ભરબપોરમાં સળગતું ફાનસ લઈ કેમ ફરો છો ? મને બધાને કેમ બતાવો છો ? ત્યારે તેણે શાંતિથી કહ્યું કે – ‘‘મહાનુભાવો ! હું માણસ શોધું છું ’’ બધા - આટ ના બધા માણસના ટોળે ટોળા દેખાય છે તો તેમાં માણસ જડતો નથી ? ત્યારે માર્મિક રહસ્ય પ્રગટ કરતાં કહ્યું કે ‘‘આ બધા માત્ર નામના માણસો છે પણ માણસાઈન ગુણોથી યુકત માણસ જડતો નથી.'' ખરેખર માણ્ સ ખોવાયો છે તેમ લાગતું નથી !
આપ ! તો જૈન શાસનને પામેલા અને સમજેલા તથા આત્મો કે માનનારા પણ આપણું જીવન જોતાં લાગે છે કે આપ । આત્મા જ ખોવાઈ ગયો છે, વર્તમાનની જીવનશૈલી તભાત જોતાં ચોર્યાશીના ચક્કરમાં આપણે એવા અટવ ઈ ગયા છે કે લગભગ ‘હું આત્મા છું તે જ
૩૩૭
221741
પૂજ્ય આચાર્યશ્રી વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મ. નો સંભવિત કાર્યક્રમ
જામનગરમાં ઓસવાળ કોલોનીમાં શાહ છગનલાલ ખીમજી તથા કાંતાબેન છગનલાલ તથા દેવકુંવરબેન મોતીચંદભાઈનો ભવ્ય જીવંત મહોત્સવ ઉજવાયો, પછી હરખચંદ જીવરાજ દોઢિયા તથા રાયચંદ રણમલ શાહ તરફથી શ્રી અમૃતબેન કાનજી તથા શાહ રમેશચંદ્ર હરખચંદના શ્રેયાર્થે શાંતિસ્નાત્ર મહોત્સવ ઉજવાયો દેરાસરજીની ૧૮મી વર્ષગાંઠ ઠાઠથી ઉજવાઈ બાદ સસ્વાગત દિગ્વિજય પ્લોટ પધાર્યા છે. જેઠ સુદ ૨ લાખાબાવળ વર્ષગાંઠ પછી જામનગર પ્લોટમાં પૂ. શ્રીજીની ૪૬માં દીક્ષા દીન નિમિત્તે જેઠ સુદ ૧૧ ઉ૫૨ મહોત્સવ છે. બાદ શાંતિભવન આણંદાબાવાના ચકલા, બાદ ડી. કે. વી. કોલેજ દેરાસર, બાદ કામદાર કોલોની પધારશે. પૂ. આ. શ્રી તથા પૂ. પ્રવર્તક મુનિ શ્રી યોગેન્દ્રવિ. મ. દિગ્વિજય પ્લોટ ચાતુર્માસ પ્રવેશ જેઠ વદ આઠમ થશે તથા પૂ. આ. શ્રી નો ઓસવાળ કોલોનીમાં ચાતુર્માસ પ્રવેશ અષાઢ સુદ ૬ ના થશે.