Book Title: Jain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir

View full book text
Previous | Next

Page 505
________________ જ્ઞાન ગણગંગા - પ્રશંગ શ્રી તીર્થંકર પરમાત્માના જન્મ અવસરે નરકમાં થતા ઉદ્યોત અંગે : પહેલી નરકમાં સૂર્ય સમાન ઉદ્યોત – પ્રકાશ થાય. બીજી નરકમાં વાદળા સહિત સૂર્ય સમાન ઉદ્યોત થાય. ત્રીજી નરકમાં પૂર્ણિમાના ચંદ્ર સમાન ઉદ્યોત થાય. ચોથી નરકમાં વાદળ સહિત ચંદ્ર સમાન ઉદ્યોત થાય. પાંચમી નરકમાં શુક્રાદિ ગ્રહ સમાન ઉદ્યોત થાય. છઠ્ઠી નરકમાં નક્ષત્ર સમાન ઉદ્યોત થાય. સાતમી નરકમાં તારાના તેજ સમાન ઉદ્યોત થાય. સાત વ્યસન દ્રવ્યથી અને ભાવથીઃ જાગાર, માંસભક્ષણ, દારૂ, વેશ્યાગમન, શિકા૨, ચોરી અને પરસ્ટીગમન તે દ્રવ્યથી સાત વ્યસન છે. ભાવથી : (૧) શુભાશુભકર્મના ઉદયથી જીત - હાર માનવી તે જાગા૨. (૨) દેહ ઉપર મગ્નતા, ગાઢ રાગ તે માંસભક્ષણ. (૩) મોહથી મૂચ્છિત થવું તે મદ્ય -- દારૂ – પાન. (૪) દુષ્ટ્ર બુદ્ધિથી ચાલવું તે વેશ્યાગમન. (પ) નિર્દય પ્રણામથી, પ્રાણઘાત કરવો તે શિકાર (૬) પારકી સામગ્રી પર પ્રીતિ રાખવી તે ચોરી. (૭) પર પગલાદિમાં મમતા કરવી, મેળવવા પ્રયત્ન કરવો તે પરસ્ટરી ગમન છે. ૧) જિનેશ્વરનો ફોટો - જાનડા ! જીવને જિનેશ્વરના ચરણે સ્થિર કર. ૨) ગાય, ઘાસ, વાછરડાં - ગાય ઘાસ ચરે પણ તેનું ચિતડું વાછરડામાં હોય, ૩) કુવો, પનીહારી, ગાગરો - ચાર પાંચ સહેલીઓ ભેગી થઈ કુવે જાય, તાલીઓ આપે અને મઝાક કરે છતાં મનડું ગાગરીયામાં હોય. ૪) સોનીની દુકાન, સોની, - સોની અવનવા સોનાના ઘાટ ઘડે, ઘરાકોના મન રીઝવે ઘરેણા, ઘરાક છતાં ચિતડું સોનાની ચોરી કરવામાં સોનીનું રમતું હોય. ૫) જુગારીયા, પાના, રૂપિયા - જુગારીયા રૂપિયા મૂકીને જુગાર રમે છે, પણ તેઓનું મન રૂપિયામાં નથી હોતું જુગારમાં હોય છે. ૬) જનસમુદાય - મુનિમંડળ - એમ ભાગ્યશાળીઓ, તમે પણ તમારા મનને અન્ય ઠેકાણે ભટકાવો છો તેના કરતાં શ્રી જિનેશ્વરના ધ્યાનમાં સ્થિર કરો. – રમ્યા – સેના

Loading...

Page Navigation
1 ... 503 504 505 506 507 508 509 510