Book Title: Jain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
શ્રી જૈન શાસન (અઠવાડિક) ૭ વર્ષ ૧૨૦ અંક ૪૩/૪૪ ૭ તા. ૧૮-૭-૨૦૦૦ ત્રિભૂવનપાળ હતો : સિંહબાળ. મેરૂમનો જ. પોતાના પાલવે જનજાગૃતિનો એવો તો જંગી જુવાળ ખડો કર્યો; કે વય માટે પ્રાણોને પણ ન્યોચ્છાવરીની નાગણના ગળે ઘૂંટી જંગલના કોક ખૂણે પણ ડૂસકા ખાતી થઇ ગયેલ આર્હતી પ્રવ્રજ્યા નખનારો.
ત્યારબાદ મહાનગરોના મહામાર્ગ પર અને હજારો માનવોની સાક્ષી સમક્ષ રૂમઝુમ - રૂમઝુમ નૃત્ય કરતી થઇ ગઇ. મુનિરામ વિજયે પ્રભુપ્રણીત વ્રજ્યા ધર્મનું પુનઃસ્થાપન કર્યું.
४००
|
તે દીક્ષા માટે પલાયન પણ થયો. કાશ ! પણ પકડાઇ ધો. બબ્બે વખતના તેના મુહૂર્તો તેને યારી ન આપી શક્યાં. અન્ને સખત તૈયારીઓ કરી તેણે અન્તિમપ્રયાણ કર્યુ. મુહર્તની આડમાં માત્ર ૪૮ કલાકનો પડદો બચ્યો. તો એકબીજા વીલ ગુરૂદેવોના આશિષ માટે ગામોગામની તેણે મુસાફરી કરવી પડી.
|
સ્વજનોના ભયે મુસાફરીની રાત પણ ટ્રેનની સીટના પાટિયા નીચે સન્નાઇને – લપાઇને વ્યતીત કરવી પડી. ત્યારપછી તે માતાના ઇષ્ટક્ષેત્ર સુધી પહોંચી શક્યો.
|
હા ! પાપ ! ત્યાંય સંકટોની ધૂળ ધૂમરાવા લાગતાં પાછી એક કષ્ટમય યાત્રાનો પ્રારંભ કરવો પડ્યો. તે ક્ષેત્ર હતું આમોદ. વન-પાદરાથી નીકળી જંબૂસર જઇ ગુરૂદેવના મંગલ આશિષપામી દીક્ષા માટે પહોંચ્યા. આમોદ. ઉપાધ્યાય શ્રી વીર વિદ્યયજી પાસે.
|
મુહૂર્તની આડમાં હવે ૨૪ કલાકનો પડદો બચ્યો તો. ત્યાંય આફતો ઉભરાવા માંડી. સાંજો સાંજ આમોદથી ૧૪ માઇલ દૂર રહેલા ગન્ધાર તીર્થ તરફ વિહાર કરવો પડ્યો.
દીક્ષા સ્વીકારની પૂર્વ સન્ધ્યાએ જ ૭-૭ માઇલની લાંબી દડમજલ વળોટી તે દીક્ષાદાતા મુનિરાજ શ્રી મંગલ વિજય મહારાજ સાથે પગપાળા ગંધારની નિરવ - નિર્જન ભૂમિ પર| પહોંચ્યો.
વા - વંટોળ ત્યારે વીંઝાતો રહ્યો. દરિયો ત્યારે તોફાને ચઢ્યો.
|
વિધિના દીપકો ત્યારે અસ્તિત્વ માટે ઝઝૂમતા રહ્યા. જ્યારે ત્રિભુવનપાળની દીક્ષા વિધિની વિધિવત્ આરંભ થયો. વિક્રમ સંવત ૧૯૭૯ની સાલ અને પોષ સુદ ૧૩નું નિરભ્ર પ્રભાત ગન્ધારની તે તીર્થભૂમિ અને મુનીમ અને પૂજારી માત્રની સાંકળી તે સભા, મન્દિરોની દિવાલો પણ જ્યાં ભાંગી ગઈ તી. ત્યાં ભુ ચિન્તામણી પાર્શ્વનાથના સામ્રાજ્યમાં આસમાન ના શિરચત્ર તળે જ તેની દીક્ષાની સંવેદનામય વિધિ સંપન્ન બની.
|
દીક્ષના નવયુગનું સર્જન
આખરે ત્રિ-ભુવનપાળે મહાભિનિષ્ક્રમણ કરી જ નાંખ્યું. જેહાદ મર્યુ. જુલ્મથી ઉભરાતું અલબત્ત ! લાખ્ખો વેદનાઓનું
આતિથ્ય કર્યા પછી અણગારના અહિંસા પ્રતિબધ્ધ ધવલ ચીવરો
ઘરનાયાતે મુનિરામવિજયે પછીના દાયકાઓમાં મા-ગુર્જરીના
દીક્ષાધર્મનો પુનરૂધ્ધાર કર્યો. મહ ભિનિષ્ક્રમણની ભાવનાઓને સર્વત્ર મંડિત કરી. જે જુવાળે ..ધ..ધ..ધ..!
સેંકડોના સેંકડો સૌભાગી આત્માઓ ને સંયમિત બનાવ્યા. કેઇ શ્રેષ્ઠીઓને શ્રમણ બનાવ્યા. કેઇ ધનિકો ધ ધનથી ધનાઢ્ય
બનાવ્યા...
‘મુનિરામ વિજય’ નામની તે મહામનીષાએ આઠ - આઠ દશાબ્દીઓની લાંબી લચ દડમઝા વળોટીતી; સંયમજીવનની, શ્રમણપણાની તેમના દીર્ઘજીવી સંયમજીવન દરમ્યાન ઘટનાઓ તો સતત ઘૂમરાતી રહી. ક્યારેક દોહરાતી પણ રહી. તે પણ પાછી અવનવી અને ઇતિહાર માં સ્થાન પામી રહે તેવી. બેશક ! તેઓ શ્રીમદ્દ્ના જીવનકાળ દઃ મ્યાન રચાયેલા અનેકવિધ ઇતિહાસોમાં જો કોઇ એક પ્રકરણને સર્વોપરિ તરીકે સ્થાપિત કરવાનું જ હોય; તો તે માટે પસંદગીન કળશ ઢોળવો પડે; ‘દીક્ષા નવયુગ સર્જન' ના પ્રકરણ પર. દીક્ષા જ એકમેવ મોક્ષનો રાજમા લેખાય. જે રાજમાર્ગની રચના અને આરાધના સાક્ષાત્ અ િન્તો કરી ગયા. અફસોસ ! પણ વિષમયુગના ઝેરીલા પ્રતાપે અને થીય વિશેષતો પાશ્ચાત્ય સંસ્કૃતિના ફાલ્યા - ફૂલ્યા પ્રચારે વિક્રમની વિગત સદીમાં મોક્ષનો ધોરીમાર્ગ જર્જરિત બની બેઠો. નૃપ્તપ્રાયઃ દશા તરફ ધકેલાતો ચાલ્યો.
વિશ્વકલ્યાણકર શ્રી જિનશાસનનો તે સૌથી અધિક દુઃખપૂર્ણ ઘટનાકાંડ હતો. અલબત્ત! તે કાળની અને તે યુગની મોંઘામાં મોંઘી માંગ પણ એજ હતી; કે જિનશાસન ની જીવાદોરી સમા સંયમમાર્ગનો પુનરૂધ્ધાર થાય.
સબૂર ! નામશેષ બની ચૂકેલા મોક્ષના તે ધોરીમાર્ગનો જિર્ણોધ્ધાર આખરે થઇને રહ્યો. કહેતાં રોમ -રોમ પુલકટ પામી રહ્યાં છે; કે જે જિર્ણોધ્ધાર ના પુરન્ધર શિલ્પી બન્ય તાઃ ‘વિજય રામચન્દ્ર સૂરીશ્વરજી મહારાજ..'
તેમણે તો સંયમની શ્વેતક્રાંન્તિનું સર્જન કરી દીધું.. તેમણે સર્વત્ર સંયમના શંખનાદ ફૂંકી દીધા. ‘તેમની અન્તરેચ્છા એક જ હતી; કે ખાં ાની ધાર પર
વિહરણ કર્યા બાદ ભલે મને સંયમ સાંપડી શકય હોય; મારે એવી પરિસ્થિતિનું સર્જન કરી દેવું છે, કે સંયમાર્ગ પૂરેપૂરો
નિષ્કંટક બની જાય. નિર્વિરોધ બની જાય.'
',
-