Book Title: Jain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૨૭૮
પ્રકરણ : ૬
શ્રી જૈન શાસન (અઠવાડિક) વર્ષ ૧૨ અંક ૩૫/૩૬ તા. ૨-૫-૨૦૦૦
મહાભારતના પ્રસંગો
* દ્રોણ વધ - હતાશ અશ્વત્થામા
ચૌદમા દિવસની જયદ્રથની રક્ષા ન કરી શકવાની
એક માત્ર શરમથી માન ઘવાયા આચાર્ય દ્રોણે તદ્દન અન્યાયપૂર્ણ ભરી રીતે સૈન્યને રાત્રિયુદ્ધ ચાલુ રાખવાનો આદેશ ફ૨માવી દીધો.
આખા દિવસના યુદ્ધથી થાકી ગયેલા સૈનિકો સાંજે ભોજન કરી રાતે આરામ કરતા હોય છે જ્યારે અહીં યુદ્ધવિરામ થયા વગર જ યુદ્ધ ચાલુ રહ્યું.
સુભટોના અથડાતા ખાંડાના ઘર્ષણથી અંધારભર્યા તે કુરૂક્ષેત્રમાં અગ્નિના વારંવાર ચમકારા દેખાવા લાગ્યા. પોતપોતાના રાજાની કીર્તિગાનના આધારે ત્રુને ઓળખીને તેના ઉપર પ્રહાર થતો હતો. અને અવાજના સીસકારાઓના આધારે શત્રુ તરફ શબ્દવેધી બાણો છૂટતા હતા. અને કયાંક પોતાના જ સુભટને ઓળખી નહિ શકવાથી પોતાના જ સુભટો નિઘૃણ પ્રહાર કરતાં હતા. દિવસ દરમ્યાન પડેલા વીરોના મડદાના ખડકલા આગળ સુભટો વારંવાર સ્ખલના પામી પડી જતા હતા ત્યારે ઘણીવાર પોતાના જ શસ્ત્રથી પોતે જાતે જ હણાઈ જતા હતા.
બેકાબુ બનેલા બેરોકટોક પ્રહારો કરી રહેલા ઘટોત્કચને એકાએક કર્ણે રોકયો અને લલકાર્યો. આથી બન્ને મહાબાહુઓનો ઘોર સંગ્રામ શરૂ થયો.
-શ્રી રાજુભાઈ પંડિત
કર્ણે બાણોની કરેલી પ્રચંડ વર્ષા ઘટોત્કચે પત્થરની એક એક શિલાથી વેરણ-છેરણ કરી નાંખવા માંડી. અને ઘટોત્કચે મૂકેલા પત્થરોને કર્ણે માણો દ્વારા ભેદી નાંખતા શત્રુના રૂધિરથી સમરાંગણન, રજ શાંત થઈ ગઈ હોવા છતાં સૂર્ણ થયેલા શિન્નાની રજ દશેદિશામાં ફેલાવા લાગી. ભીમપુત્રે રમતથી જ ફેંકેલા વૃક્ષને કર્ણના બાણો છેદી શકયા નહિ. હવે ક્રીડાથી જ ઘટોત્કચે બાણોનો મારો ચલાવતા કર્ણ કંપી ઉઠયો. કર્ણે
જવાબમાં બાણોનો વરસાદ વરસાવ્યો તો ઘટોત્કચે તેને અધવચ્ચે જ બાણોથી તોડી નાંખ્યા. કર્ણ જેટલા બાણો ઓકતો હતો તેટલા જ બાણો સામે પક્ષે રી તેનાથી હજારગણા થઈને બાણો આવી રહ્યા હતા. ઘટોત્કચના ધનુષ ઉપર ચડયા વગરના આવતા હજ્જાડો લોઢાના તીક્ષ્ણબાણોએ કર્ણના ધનુષ્કાંડને, ધજાકાંડને સારથિને, ઘોડાઓને તથા કર્ણને સતત વિંધતા જ રહ્યા.
યુદ્ધ મેદાનમાં અર્ધરાત વીતી ત્યારે કૌરવ સૈન્ય ઉપર એકાએક વૃક્ષોનો – સળગતી શિલાઓનો-સળગતા | આગના ભડકાઓનો વરસાદ વરસાવી વરસાવીને ભીમપુત્ર પ્રચંડ બાહુબળી ઘટોત્કચે કૌરવ સૈન્યનો કરોડોની સંખ્યામાં કચ્ચરઘાણ કાઢી નાંખ્યો. મોઢામાંથી આગના ભડકા કાઢી કાઢીને શત્રુને સળગાવી માર્યા. આથી સમરાંગણ ચારેકોર આગના ભડકાઓથી પ્રકાશમય બની ગયું. એકલા ઘટોત્કચે જ અનેક પ્રકારે મયાયુદ્ધ ખેલીને કૌરવપક્ષનો દાટ વાળી દીધો. આથી યુધિષ્ઠિરાદિના હર્ષનો કોઈ પાર ન રહ્યો અને કૌરવો કગારવ કરતા રહ્યા.
આથી શત્રુની શ૨વર્ષાથી આકુળ-વ્યાકુળ થઈ ગયેલા કર્ણને હવે લાગ્યું કે - આ ઘટોત્કા સામાન્ય
બાણોને યોગ્ય નથી. આથી તેણે પહેલા દેત્રે આપેલી અને ખાસ અર્જુનના જ વધ માટે અનામત ૨ ખી મૂકેલી દિવ્ય શક્તિનો ઘટોત્કચના વધ માટે પ્રયોગ કર્યો. કર્ણે ફેંકેલી દિવ્ય શકિતથી ઘવાયેલો ઘટોત્કચ આખરે હણાઈ ગયો. ઘટોત્કચના પડતા મરેલા શરીરે પણ અસંખ્ય શત્રુ સૈન્યને પોતાના વિરાટકાય શરીર નીચે ચદીને મારી
નાંખ્યા.
ઘટોત્કચના વધથી પાંડવપક્ષે થોડો શોક થયો,
અને કૌરવપક્ષે ઘણી ખુવારી થઈ હોવા છતાં ઘણો
આનંદ થયો.
ચાર ચાર પ્રહર સુધી ચાલેલા ભીષણ યુદ્ધને જોઈને રાત્રિ તો થંભી ગઈ. પરંતુ યુદ્ધ અવિરતપણે ચાલતુ જ રહ્યું.
પંદ૨માં દિવસનું પ્રભાત થયું.
આજે દ્રોણાચાર્ય અપૂર્વ પરાક્રમ દાખવીને યુદ્ધ કરી