Book Title: Jain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ-૧૨ ૭ અંક ૨૩થી ૨૫ તા. ૧-૨-૨૦૦
૧૩
હાલો મારા પ ઉમ SASTUCI Heliza boi
પૂ. આચાર્યદેવ શ્રી કીર્તિયશસૂરીશ્વરજી મહારાજ
શંકા : ૨૩૩ : કલકત્તાના પંચાંગ મુજબ ઉદયાત્ ચોથ (ભાદરવા સુદ ૪ – સંવત્સરી) તો મંગળવારે જ હતી, તો ત્યાં સોમવારે અનુદયાત્ ચોથે સંવત્સરી કરનારને ઉદયાત્ સિદ્ધાંતને વળગી રહેનાર કેમ કહી શકયા?
ચાલુ વર્ષે સકલસંઘમાન્ય જન્મભૂમિ પંચાંગમાં ઉદયાત્ ભાદરવા સુદ – ૪ સોમવાર તા. ૧૩-૯-૧૯૯૯ ના દિવસે જ હતી. મંગળવારે તો ચોથની એક મિનિટ પણ ન જ હતી તેથી સોમવારે સંવત્સરી કરનાર પુણ્યાત્માઓ જ ‘ઉદયાત્ તિથિ સિદ્ધાંતને આરાધનારા' ગણાય. મંગળવારે સંવત્સરી કરનાર મહાનુભાવને ઉદયાત્ સિદ્ધાંતને જાળવનાર કહી શકાય નહિ.
સમા. ઃ જો કે આ પ્રશ્નનો જવાબ આપવો હવે અપ્રાસંગિક છે, કેમકે આ વર્ષે આવેલ સંવત્સરી વીતી ગઈ છે. છતાં આ પ્રશ્ન જિજ્ઞાસાના ઘરનો હોઈ તેમજ સૈદ્ધાંતિક એક વિષયને સ્પર્શતો હોઈ એ અંગે વિચારવું જરૂરી પણ જણાય છે. વિ. સં. ૨૦૧૪ સુધી તપાગચ્છીય સકળ શ્રીસંઘ ચંડાંશુચંડુ પંચગમાં બતાવ્યા મુજબ જોધપુરની ઉદિત તિથિને પ્રમાણ માની સંવત્સરી (આદિ દરેક પર્વાપતિથિ) દિન નક્કી કરતો હતો અને તે મુજબની ઉદયાત્ તિથિએ જ સંવત્સરી આરાધન કરવું, એ કર્તવ્ય હતું. વિ.સં. ૨૦૧૪ થી સકલ શ્રમણ સંઘે (તપાગચ્છીય) એકમતે ચંડાંશુચંડુને સ્થાને મુંબઈથી બહાર પડતા ‘જન્મભૂમિ' પંચાંગનો તિથિદિન નિર્ણય માટે સ્વીકાર કર્યો. ત્યારથી ‘જન્મભૂમિ' પંચાંગ મુજબની ઉદિત તિથિના દિવä જ સકલસંઘની આરાધના થાય, એ જોવાનું સકલસંઘનું કર્તવ્ય હતું. એ કર્તવ્યને એકનિષ્ઠાથી બજવતો વર્ગ એ જન્મભૂમિ પંચાંગ મુજબ - મુંબઈની ઉદિત તિથિ અનુસાર જ ૨.ર્વત્ર આરાધના કરતો - કરાવતો આવ્યો છે. ગામેગામના સૂર્યાદયાદિ અલગ અલગ હોય, તેથી કોકવાર અલગ અલગ ગામોના પર્વતિથિ કે તિથિના દિવસો (વા૨) પણ અલગ અલગ આવે છે. તેથી ગામેગામના સૂર્યોદયાદિ મુજબ દરેક ગામના અલગ અલગ તિથિદિનનો નિર્ણય થાય અને તે તે દિવસે તે તે ગામમાં તે તે પર્વાદિની આરાધના થાય, એવી સકલ સંઘમાન્ય વ્યવસ્થા અમલી બને, તો સકલસંઘ સંપૂર્ણપણે ઉદયાત્ તિથિની સુંદર આરાધનાનો ભાગી બની શકે. પણ સકલ સંઘની એ વ્યવસ્થા ન થાય ત્યાં સુધી તો જે પંયાંગને સકલસંઘની સંમતિ મળી હોય, તેને જ પ્રમાણ માની તદનુસાર ઉદિત તિથિને જ પ્રમાણ માનવી એ સૌથી વધુ વ્યવહાર્ય છે. નહિતર ઘણી જ અનવસ્થા, અંધાધૂંધી સર્જાઈ જાય.
|
આ તો થઈ જે લોકો કલકત્તામાં ઉદિત ચોથ- મંગળવારે છે, એવું કહેતા હતા, એની વાત ! પણ અમારી પાસે જે પુરાવો ઉપલબ્ધ છે, તે તપાસતાં ચાલુ વર્ષે કલકત્તામાં પણ ઉદિત ચોથ – મંગળવારે હતી એવો જે પ્રચાર થયેલો, તે અત્યંત ભ્રામક અને સકલસંઘને ગેરરસ્તે દોરનાર જ હતો, એવું સ્પષ્ટ થાય છે.
-
|
પોતે નક્કી કરેલ અશાસ્ત્રીય – મંગળવારની સંવત્સરીને સાચી ઠેરવવાની ધૂનમાં રાચતા મહાનુભાવો પોતાના મતના સમર્થનમાં કલકત્તાનું પંચાંગ ટાંકીને ‘કલકત્તામાં મંગળવારે જ ઉદિત ભા. સુ. ૪ છે, તેથી સંવત્સરી મંગળવારે જ સાચી હતી' એવું પુરવાર કરવા મથી રહૃાા હતા. એમની કલકત્તા પંચાંગની વાત ઘડી પૂરતી સાચી માની પણ લઈએ, તો પણ ‘કલકત્તા વગેરેમાં ઉદિત ચોથ મંગળવારે હોય મંગળવારે જ સંવત્સરી સાચી છે, માટે અમે મંગળવારે તેની આરાધના કરી છે' એવું બોલવું – માનવું નર્યો માયામૃષાવાદ છે. કારણકે ઉદિત સિદ્ધાંતને જો તેઓ માનતા જ હોત, તો કલકત્તા સિવાય અન્ય સમગ્ર ભારતભરમાં ઉદિતચોથ સોમવારે જ હતી, તો સોમવારે સંવત્સરી કેમ ન આરાધી ? ઉપરથી ઉદિત સામેવારે સંવત્સરી ક૨ના૨ પુણ્યાત્માઓને ‘વિરાધક, સંધૈય તોડનારા, કદાગ્રહી' વગેરે ઈલ્કાબ કેમ આપવા પડયા ?
|
|
|
પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ વેચાતું પ્રમાણિત હિંદી દૈનિક પત્ર ‘સન્માર્ગ’ નામનું બહાર પડે છે જેનું રજી નં. વાયાવાયબી/એનસી-૯૦૨ છે. જે કલકત્તાથી છપાય છે એમાં કલકત્તાનું રોજે રોજનું પંચાંગ આપવામાં આવે છે. એના સોમવાર તા. ૧૩-૯-૧૯૯૯ અને મંગળવાર તા. ૧૪-૯-૧૯૯૯ બંને દિવસના કોઠાઓ જોવાથી સાચી