Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
અર્વાચીન ચિંતનાત્મક ગદ્ય – અલીમહમ્મદ એ. એફ.
કરી છે. કવિતા, નવલકથા, નાટક, નવલિકા, એકાંકી વગેરે સાહિત્યસ્વરૂપને. સંક્ષેપમાં પરિચય આપવાની સાથે તેનું રચનાવિધાને સમજાવવા પ્રયત્ન પણ એમણે કર્યો છે. ઇતિહાસલક્ષી વિપુલ સામગ્રીની રજૂઆતમાં કેટલીક મર્યાદાઓ હોવા છતાં ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં પ્રવૃત ગ્રંથ લખકમૂલ્યવાન પ્રદાન છે.
- નિ.. અર્વાચીન ચિંતનાત્મક ગદ્ય (૧૯૫૦): વિષ્ણુપ્રસાદ ૨. ત્રિવેદીનાં ૧૯૪૪-૪૫ નાં ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળાનાં પાંચ વ્યાખ્યાનોને સમાવત ગ્રંથ. સાહિત્યનું પ્રવાહદર્શન કરાવતા
આ ગ્રંથમાં દુર્ગારામ મહેતાથી આનંદશંકર સુધીના ગાળાની વિચારસામગ્રીનું અવલોકન કરવાનો પ્રયત્ન થયો છે. દુર્ગારામ મહેતા, પૂર્વ નર્મદ અને ઉત્તર નર્મદ, તેમ જ નવલરામની વિચારણા રજૂ કર્યા પછી ભાળાનાથ, મહીપતરામ, રમણભાઈ, નરસિંહરાવ, કાન વગેરેને ધર્મશાધક ચિંતનપ્રવાહ તપાસ્યો છે. આ પછી ગેકુળજી, મનઃસુખરામ, મણિલાલ, નથુરામ શર્મા, આનંદશંકર વગેરેની વેદાંતી વિચારધારાનું મૂલ્યાંકન કર્યું છે. અર્વાચીન સાહિત્ય અને વિવેચનમાં કૌતુક રાગ’ જ લેખ ગ્રંથને અંતે પૂર્તિ રૂપે મૂકેલો છે. આ ગ્રંથમાંથી પ્રગટતા લેખકને લાક્ષણિક દૃષ્ટિકોણ મહત્ત્વનું છે.
એ.ટી. અલકકિંથારી : ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીની પ્રસિદ્ધ-પ્રશિષ્ટ નવલકથા 'સરસ્વતીચંદ્રનું સ્ત્રી પાત્ર. સરસ્વતીચંદ્રના મેહમાં પડેલી, કુમુદસુંદરીની પરિણીત નણંદ અલકકિશોરીને સરસ્વતીચંદ્ર કટોકટીની ક્ષણે કેવી રીતે ઉગારી લે છે એનું માર્મિક ચિત્રણ થયું છે.
મુસ્લિમ ગ્રામસમાજના વાતાવરણ વચ્ચે આકાર લેતા માણસની નવલકથાઓ છે.
10.ગ. અલવી વારિસહુસેન હુસેની પીર (૧૯૨૮): એકાંકીકાર. જન્મ
અમદાવાદમાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં લઇ ૧૯૪૬ માં મૅટ્રિક. ૧૯૫૧ માં ઉ૬-ફારસીમાં ૨નાતક અને એ જ વિષયોમાં ૧૯૫૩ માં અનુસ્નાતક. ૧૯૫૫ થી અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ઉર્દૂ-ફારસીના અધ્યાપક અને ૧૯૭૦માં અલીગઢ યુનિવર્સિટીમાંથી અંગ્રેજી વિષયમાં એમ.એ. થયા પછી અંગ્રેજીના અધ્યાપક,
એમના એકાંકીસંગ્રહ “નીરવે ચાંદનીનું ઘુવડ' (૧૯૭૧) માં પરંપરા સાથે તંતુ જાળવતાં ચાર દીર્ધ એકાંકીઓ છે.
બા.મ. અલારખા ચાંદભાઈ: ‘હીરાનું હરણ' (૧૯૮૪)ના કર્તા.
૨.૨.દ. અલારખિયા હાજી મહમ્મદ શિવજી (૧૩-૧૨-૧૮૭૯, ૨૧-૧-૧૯૨૧): સાહિત્યિક પત્રકાર, લેખક, જન્મ મુંબઇમાં. વતન કચ્છ. ઘેર થોડા સમય ગુજરાતીના અભ્યાસ પછી ફોર્ટ હાઈસ્કૂલમાં અંગ્રેજી છઠ્ઠા ધોરણ સુધીનું શિક્ષણ. ૧૮૯૫ થી અંગ્રેજી, હિંદી અને મરાઠીને અભ્યાસ. પ્રસિદ્ધ “વીસમી સદી' અખબારના સંસ્થાપક. ચિત્રકળાના મર્મજ્ઞ. ૪૦ વર્ષની યુવાન વયે મુંબઈમાં અવસાન.
સાહિત્યકાર કરતાં પત્રકાર વધુ એવા હાજી મહમ્મદ સલીમ ઉપનામથી “મોગલ રંગ મહેલ', “શીશ મહેલ' જેવી વાર્તાઓ અને કેટલાક અનુવાદ આપ્યાં છે. ઉપરાંત, એમણ ઉર્દૂ શાયરીઓથી ભરપૂર નાટક ‘મહેરૂન્નીસા અથવા શહેનશાહ જહાંગીર અને નૂરજહાંને પ્રેમ' (૧૯૦૪) તથા આત્મવિદ્યા પર લખાયેલી નવલકથા ‘રશીદા' (૧૯૦૮) આપ્યાં છે.
પ.માં અલાવેલી ફરામરેજ બે: ‘કમનસીબ કોણ?” (૧૯૪૪), ‘મારીની મહાકાણ' (૧૯૪૭), ‘સરતની સાંકળ' (૧૯૪૭), ‘કાળાં બજાર' (૧૯૪૭), 'દયાળુ ડાકુ' (૧૯૪૮) વગેરે નવલકથાઓના
ચં..
કર્તા.
અલિક: ‘ચાર આંસુ' (૧૯૨૮) કથાના કર્તા.
અલગારી : જુઓ, વ્યાસ હરિકૃષ્ણ મેહનલાલ. અલવી જલાલુદ્દીન સઆદુદ્દીન, ‘જલન માતરી' (૧-૯-૧૯૩૪): ગઝલકાર. કાન્મ વતન ખેડા જિલ્લાના માતર ગામમાં. ૧૯૫૩ માં મૅટ્રિક. ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટમાં કરી.
એમના ગઝલ અને મુકતકોના સંગ્રહ 'જલન' (૧૯૮૪)માં પ્રેમની નહીં, પરંતુ કોશ, વ્યંગ્ય, શંકા, ફરિયાદ અને ખુદ્દારીની ગઝલે છે. ગઝલની સરળ ભાષા ઘણી જગ્યાએ વેધક બની છે. 'ઊમિની ઓળખ' (૧૯૭૩) એ 'કુમાર' માસિકમાં, ગુજરાતીના કેટલાક નોંધપાત્ર ગઝલકારોના જીવનકવન વિશે એમણે લખેલા પરિચયાત્મક લેખને સંગ્રહ છે.
છે.ગ. અલવી વજીરુદ્દીન સઆદુદ્દીન, ‘વજૂ માતરી' (૧-૧-૧૯૩૧): કવિ, વાર્તાકાર. જન્મ વતન માતરમાં. વ્યવસાયે પત્રકાર.
અવહેલના' (૧૯૭૯) માંની આધુનિક અછાંદસ કવિતાની સગાત્ર આઝાદ નઝમ કવિનું ગઝલક્ષેત્રે પોતીકું અર્પણ છે. સરગમ' (૧૯૭૩) માં પોતાના જીવનમાં આવેલા મનુષ્યનાં જીવનની વિષમતાને આલેખતાં પ્રસંગચિત્ર છે. “ઊંડા કૂવા ને ટૂંકાં દોરડાં' (૧૯૭૯) તથા “કાંટે કાંટે ગુલાબ' (૧૯૮૧)
અલિયાણા માધવલાલ ત્રિકમલાલ : ‘પ્રલાદ નાટક' (૧૮૮૯)ના કર્તા.
અલી ડેસ: ધૂમકેતુની સુપ્રસિદ્ધ ટૂંકીવાર્તા ‘પોસ્ટઑફિસ'નું પુત્રીના પત્રની પ્રતીક્ષા કરતાં કરતાં મૃત્યુ પામનું વાત્સલ્યરસભર વૃદ્ધનું પાત્ર.
ચં.ટી. અલીમહમ્મદ એ. એફ.: ‘તલેસ્માતી રમૂજી વાર્તા' (૧૮૮૮) તેમ જ મૂળ અંગ્રેજી અને તેની સમાનાર્થી ગુજરાતી કહેવતાને
૧૨: ગુજરાતી સાહિત્યકોશ - ૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org