Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
અર્જુન નાનજી – અર્વાચીન ગુજરાતી સાહિત્યની વિકાસરેખા
સંગ્રહ. ત્રીજા-ચોથા દાયકામાં ગાંધીજીની પ્રેરણાથી નવત્સાહ ધારણ કરેલી પેઢીના આ મહત્ત્વના કવિની રચનાઓમાં રાષ્ટ્રસ્થાનની પ્રવૃત્તિ, જનજાગૃતિ, સ્વાતંત્ર્યપ્રાપ્તિનો તલસાટ તમ ૧૮ દલિતપીડિત ફની અનુકંપા વિશેષ રૂપે અભિવ્યકત થાય છે. પ્રભાવ અને ચિંતનનાં દીર્ઘકાવ્યો પણ અહીં છે. ગય-અગેય રચનાઓમાં આર્થની પ્રાદિકતા છે. કયાંક ટાગારની છાયા ઝિલાયેલી છે. તત્કાલીન વાતાવરણ અને ઉત્સાહને કારણ તમ ૧૪ શિથિલ સંવિધાનના કારણે જ આ રચનાઓ ઓછી આકર્ષે છે. “ભગ્ન સ્વપ્નની નાવ’ કે ‘એકડહું બહુસ્યામ્' મહત્ત્વની રચનાઓ છે.
અર્જુન નાનજી : ઐતિહાસિક નવલકથા ‘ઉત્તર રાસેલાસ - ૨'ના
ક
.
ક.છ. અર્જુન ભગત (૧૮૫૮, ૧૯૦૦): તવદર્શનને તાકતી, તિથિમહિના જેવી પરંપરિત તથા ચરોતરી તળપદ બોલીમાં રચેલી છંદોબદ્ધ રચનાઓને સંગ્રહ ‘અરજુન વાણી' (૧૯૨૨) ના
કત.
અર્ધશતાબ્દીના અનુભવબાલ (૧૯૨૩) : ૧૯૨૭માં ઉજવાયેલી પાતાની રજુવર્ણજયંતી વેળા કવિ ન્હાનાલાલે પાંચ શહેરોમાં પાત વાળેલા સન્માન પ્રત્યુત્તરનાં વ્યાખ્યાનોને સંગ્રહ. “એક ગુર્જરત્માની ઘડતરકથા' નામક મુંબઈનું વ્યાખ્યાન બધાંમાં એ રીતે મહત્ત્વનું ગણાય કે તેમાં કવિએ પોતાને ઘડનારાં પુસ્તકો અને વ્યકિતઓ વિશે તેમ જ પોતાના વિષે એમના ચરિત્રલેખકન ઉપયોગી નીવડે એવી વાત કરી છે. વડોદરાના ભાષણમાં પ્રેમાનંદ અને દયારામન, નડિયાદનામાં ત્યાંના અહિત્યકારોન અને સુરતનામાં નર્મદન અને સાથે પડછામાં દલપતરામન રમરણાંજલિ આપ્યા વિના કવિ રહ્યા નથી. અમદાવાદ-સૂરતનાં ભાષણામાં એ બંને શહેરોની બધી ઐતિહાસિક-સાંસ્કૃતિક વિશિષ્ટતાઓની અને નડિયાદના ભાષામાં ચરોતરની પ્રકૃતિની નોંધ એમણ લીધી છે. કવિત્વ, ઇતિહાસ-રસ, ગુજરાત-પ્રમ અને અભ્યાસીપણાના પરિચય પાંચ ભાષણા આપી રહે છે. પોતાના સાહિત્યસર્જનને જગતના સાહિત્યના મુકાબલામાં મૂલવવાની અને ભારતીય ઇતિહાસ તથા ભારતીય કવિતા જીવી જાણવાની મુંબઈના ભાષણમાં કવિએ સાહિત્યસર્જકોને આપેલી શીખ અને કવિતાનાં મૂળ ચિત્ત-લાભમાં નહીં, પણ ચિત્ત-પ્રસન્નતામાં છે એવી પોતાની કાવ્યવિભાવનાની વડોદરાના ભાષણમાં આપેલી સમજ ધ્યાન ખેંચે છે.
- અ.રા. અર્વાચીન કવિતા (૧૯૪૬): ૧૮૪૫ પછીની ગુજરાતી કવિતાની રૂપરેખા આપતો સુન્દરમ્ નો વિવેચનગ્રંથ. અહીં જૂના અને નવા એમ બે પ્રવાહોમાં કવિતા વહેચી છે. સ્તબકો, એના ખંડકો તથા પેટાવિભાગમાં, વિકસતી કવિતાને કાળક્રમે અવલોકી
છે. કુલ ૩૫૦ જેટલા કવિઓની નાનીમોટી સવા હજાર જેટલી વાંચેલી કૃતિઓમાંથી સુન્દરમે અહીં કાવ્યગુણ ધરાવતા લગભગ ૨૫૦ જેટલા લેખકો અને તેમની કૃતિઓને અવલોકયાં છે. અલ્પપ્રસિદ્ધ કવિઓ અને કૃતિઓમાંથી વધુ અવતરણ લેવાનું અને દેશનાં દર્શનોને ટાળવા લખકે મુનાસિબ ગમ્યું છે. આ સમગ્ર અવલોકન પાછળ, કાવ્યનું મૂલ્યાંકન કરવાને કાવ્યની પોતાની જ દૃષ્ટિ સૌથી વધુ ન્યાયપૂર્ણ નીવડે છે એવા સંકલ્પ રહલે છે. છંદોલય, શબ્દવિચારશૈલી અને આંતરિક તત્ત્વની ત્રિવિધ સામગ્રીને મૂલ્યાંકનના મુખ્ય ઘટક ગણી કવિતાને આનંદ અને સૌન્દર્યના કર્મ તરીકે તપાસી છે. કૃતિઓનાં પ્રત્યક્ષ વાચન સાથે મળેલો આ શ્રાદ્ધ ય ઇતિહાસગ્રંથ ઝીણવટથી થયેલા પરિશીલનનો મૂલ્યવાન નમૂનો છે.
ચં.રો. અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણા (૧૯૩૮): રામનારાયણ વિ. " પાઠકનાં હક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળાનાં પાંચ વ્યાખ્યાનોને સમાવતા આલોચનગ્રંથ. ગુજરાતી કવિતાના વિકાસને અહીં તટસ્થપણ સર્વાશ્લેષી આલેખ આપવાના હૃદય પ્રયત્ન છે. શરૂમાં અર્વાચીન કાવ્યના સ્વરૂપને ઘડતાં સામાન્ય ઐતિહાસિક બળની ચર્ચા કર્યા પછી ભાષા અને પ્રાસની સદૃષ્ટાંત સમીક્ષા કરી છે. અલંકાર અને રીત પર વિવરણ કર્યું છે; ઉપરાંત કાવ્યમાં સૂમ ઉપાદાન રૂપે આવતાં વિચાર અને લાગણીનું પણ પરીક્ષણ કર્યું છે. છેલ્લે, કાવ્યના પ્રકારો બતાવી ઉપસંહાર કર્યો છે. કવિ કે વ્યકિતને ગૌણ કરી કેવળ ઐતિહાસિક પ્રવાહા ઉપર ઠેરવેલું લક્ષ તેમ જ દૃષ્ટાંતોમાં કૃતિ કે કર્તાના મહત્વ કરતાં વકતવ્યના નિદર્શનનો આશય આ ગ્રંથને વસ્તુલક્ષી પરિમાણ આપે છે.
ચં.કો. અર્વાચીન ગુજરાતી સાહિત્યની વિકાસરેખા (૧૫૬) : ૧૮૫૦થી આરંભાતા ગુજરાતી સાહિત્યનાં વિવિધ પાસાંઓની અભ્યાસલક્ષી રજૂઆત કરતા ધીરુભાઈ પ્રેમશંકર ઠાકરને ઇતિહાસગ્રંથ. આ પુસ્તકની નવમી સંવર્ધિત આવૃત્તિ (૧૯૮૧૧૯૮૨) બે ખંડમાં પ્રકાશિત થઈ છે. પ્રથમ ખંડમાં સુધારક યુગ અને સાક્ષર યુગ (૧૮૫૦-૧૯૧૫) નો સમાવેશ કર્યો છે. બીજા ખંડમાં ગાંધી યુગ, અનુગાંધી યુગ અને આધુનિક પ્રવાહ (૧૯૫-૧૯૮૦) ને આવરી લીધા છે.
પરિવર્તન પામતા જતા સામાજિક, રાજકીય અને સાંસ્કૃતિક પરિવેશની વચ્ચે વહેતા રહેલા ગુજરાતી સાહિત્યના પ્રવાહને આલેખ આપવાનો અહીં પ્રયત્ન થયો છે. વિકાસના વિવિધ તબક્કાવાર મહત્વનું સાહિત્યિક પ્રદાન કરનાર સાહિત્યકારોનાં
જીવન અને સર્જન વિશેની નાની-મોટી રસપ્રદ વિગતો અહીં કુશળતાથી ગૂંથી લેવાયેલી છે. લેખક કે કૃતિ વિષે અંગત
અભિપ્રાયથી દોરવાયા વગર તેનું તટસ્થ અને સમભાવી વિવેચન લેખકે આપ્યું છે. અદ્યતન સાહિત્યપ્રવાહની ગતિવિધિ, તેની પશ્ચાદ્ભૂમિકા અને નવી વિભાવનાઓ સહિત પ્રયોગલક્ષી સર્જકો અને કૃતિઓની વિગતવાર ચર્ચા એમણે
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૧૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org