________________
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | સંકલના
મહાત્માઓ સંયમજીવનમાં કઈ રીતે યત્ન કરે છે અને નિરપેક્ષયતિધર્મવાળા મહાત્માઓ સંયમજીવનમાં કઈ રીતે યત્ન કરે છે ? તેનું વિસ્તારથી વર્ણન પાંચમા અધ્યાયમાં કરેલ છે. અંતે સાધુધર્મનું પાલન કરનારા મહાત્માઓ કઈ રીતે ભાવસંલેખના કરે છે ? તે બતાવીને તે મહાત્માઓ અપ્રમાદના બળથી ધ્યાનમાં એકતાન થઈને આલોક અને પરલોકના હિતને કઈ રીતે પ્રાપ્ત કરે છે અને અંતે અત્યંત અસમંજસ એવા સંસા૨થી કઈ રીતે મુક્ત થાય છે ? તે પાંચમા અધ્યાયમાં બતાવેલ છે.
પાંચમા અધ્યાયના પદાર્થો સંક્ષેપથી આ પ્રમાણે છે
-
સાધુપણું કેવું દુષ્કર છે ? તેની સ્પષ્ટતા દૃષ્ટાંતથી શ્લોક-૧માં કરેલ છે.
કેમ સાધુપણું દુષ્કર છે ? તે યુક્તિથી શ્લોક-૨માં બતાવેલ છે.
જો સાધુપણું દુષ્કર હોય તો મહાત્માઓ તેને કેમ સેવી શકે છે ? તેની સ્પષ્ટતા શ્લોક-૩માં કરેલ છે. ત્યારપછી બે પ્રકારના યતિધર્મનું સ્વરૂપ ગ્રંથકારશ્રીએ વિસ્તારથી બતાવેલ છે. જેનાથી સાધુધર્મના અર્થી જીવોએ સાપેક્ષયતિધર્મ કઈ રીતે સેવવો જોઈએ જેથી ક્રમસર નિરપેક્ષયતિધર્મની શક્તિ પ્રગટે તેનો યથાર્થ બોધ થાય છે.
४
વળી, શક્તિને ગોપવ્યા વગર સાધુધર્મ પાળનારને અંતે કઈ રીતે સંલેખના કરવી જોઈએ તેનો પણ યથાર્થ બોધ કરાવ્યો છે.
ત્યારપછી ગ્રંથકારશ્રીએ વર્ણન કર્યું એ પ્રમાણે જેઓ અપ્રમાદભાવથી સાધુપણું સેવે છે તે મહાત્માઓ આ ભવમાં અને પરભવમાં કલ્યાણને પ્રાપ્ત કરે છે તેની સ્પષ્ટતા શ્લોક-૪માં કરેલ છે.
આ ભવમાં કેવા પ્રકારનાં કલ્યાણની પ્રાપ્તિ થાય છે ? અને પરભવમાં કેવા પ્રકારનાં કલ્યાણની પ્રાપ્તિ થાય છે ? તેની સ્પષ્ટતા શ્લોક ૫-૬માં કરેલ છે જે સાંભળીને યોગ્ય જીવોને દુષ્ક૨ એવો પણ સાધુધર્મ સેવવાનો ઉત્સાહ થાય છે.
વિ. સં. ૨૦૬૭, શ્રાવણ સુદ-૩,
તા. ૨-૮-૨૦૧૧, મંગળવાર,
૩૦૨, વિમલવિહાર, સરસ્વતી સોસાયટી,
પાલડી, અમદાવાદ-૭.
ફોન : ૦૭૯-૩૨૪૪૭૦૧૪
છદ્મસ્થતાને કા૨ણે શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાથી વિરુદ્ધ કે ગ્રંથકારશ્રીના આશયથી વિરુદ્ધ જો કાંઈપણ લખાયું હોય તો ત્રિવિધે ત્રિવિધે મિચ્છા મિ દુક્કડં.
筑 滋
પ્રવીણચંદ્ર ખીમજી મોતા