________________
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | સંકલના
તેઓને માટે સંસારના પરિભ્રમણની જ પ્રાપ્તિ છે, તેમ બતાવીને ગ્રંથકારશ્રીએ ચોથો અધ્યાય સમાપ્ત
કરેલ છે.
ચોથા અધ્યાયના પદાર્થો સંક્ષેપથી આ પ્રમાણે છે
પૂર્વમાં બતાવેલ ગૃહસ્થધર્મ પાળીને મહાત્મા કઈ રીતે સર્વવિરતિ ધર્મની શક્તિ પ્રાપ્ત કરે છે તે શ્લોક-૧ અને ૨માં બતાવેલ છે.
3
વળી, થોડું પણ વિશુદ્ધ અનુષ્ઠાન પ્રભુને સંમત છે તેથી દેશવિરતિનાં વિશુદ્ધ પાલન દ્વારા સર્વવિરતિની શક્તિનો સંચય કરીને સર્વવિરતિ ગ્રહણ કરવી ઉચિત છે તેની સ્પષ્ટતા શ્લોક-૩માં કરેલ છે.
ત્યારપછી સંયમ ગ્રહણ કરવા તત્પર થયેલા જીવે કેવા ગુણોની પ્રાપ્તિ કરીને કેવા ગુરુ પાસે દીક્ષા ગ્રહણ ક૨વી જોઈએ ? જેથી જેમ પોતે દેશવિરતિનાં પાલન દ્વારા સર્વવિરતિને અનુકૂળ શક્તિનો સંચય કર્યો છે તેમ ગુણસંપન્ન ગુરુનાં આલંબનના બળથી સુખપૂર્વક સંયમના કંડકોની વૃદ્ધિ કરી શકે અને તેવા મહાત્માએ કઈ રીતે દીક્ષા ગ્રહણ કરવી જોઈએ ? તેની વિધિ બતાવેલ છે.
અને જે મહાત્મા પ્રવ્રજ્યાના બળનો સંચય કરીને પ્રવ્રજ્યા ગ્રહણ કરે છે તેઓ કઈ રીતે સંયમ પાળે છે અને કઈ રીતે પોતાના ઇષ્ટ કાર્યને પ્રાપ્ત કરે છે તેની સ્પષ્ટતા શ્લોક-૪ અને શ્લોક-૫માં કરેલ છે. અને જેઓ તેવું બળ સંચય કર્યા વગર સંયમ ગ્રહણ કરે છે તેઓ સાધુ વેશમાં હોવા છતાં સાધુ પણ નથી અને ગૃહસ્થ પણ નથી તેઓનો મનુષ્યજન્મ નિષ્ફળ છે, તેની સ્પષ્ટતા શ્લોક-૬માં કરેલ છે.
પંચમ અધ્યાય ઃ
ચોથા અધ્યાયને અંતે કહ્યું કે જેઓ પૂર્વમાં વર્ણન કર્યું એવું સાધુપણું ગ્રહણ કરી શકતાં નથી તેઓ સાધુપણું લઈને પણ શાસ્ત્રની બાધાથી પ્રવૃત્તિ કરે છે તેઓ સાધુ પણ નથી અને ગૃહસ્થ પણ નથી, તેથી હવે સાધુપણું દુષ્કર કેમ છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે –
જેમ મગર આદિ પ્રાણીઓથી ભરપૂર એવો મોટો સમુદ્ર બે ભુજાથી તરવો મુશ્કેલ છે તેમ સાધુપણું અતિદુષ્કર છે; કેમ કે સાધુપણું ગ્રહણ કર્યા પછી મોહ આપાદક કર્મો વિદ્યમાન હોવા છતાં, સતત અપ્રમાદભાવના બળથી મોહ આપાદક કર્મોને નિષ્ફળ કરવા ત્રણ ગુપ્તિના સામ્રાજ્યથી જે યત્ન કરી શકે તેઓ જ દુષ્કર એવો આ ભવસમુદ્ર તરી શકે છે.
કેમ ભવસમુદ્ર ત૨વો દુષ્કર છે ? તેથી કહે છે
–
સાધુપણાનું ફળ જન્મ-મરણ આદિથી રહિત મોક્ષ છે, જે ૫૨માનંદ સ્વરૂપ છે. તેવો મોક્ષ પ્રાપ્ત કરવો દુષ્કર છે તેમાં આશ્ચર્ય નથી, છતાં જેઓને ભવસ્વરૂપનો સ્પષ્ટ બોધ છે, તત્ત્વથી ભવ પ્રત્યે વિરક્તિ છે અને મોક્ષનો ઉત્કટ રાગ છે તેઓ જ મોક્ષના ઉપાયભૂત વીતરાગભાવથી આત્માને સદા વાસિત કરીને સાધુધર્મનું પાલન કરી શકે છે. આ રીતની સાધુધર્મની દુષ્ક૨તા બતાવ્યા પછી સાધુધર્મના બે પ્રકારનું વર્ણન કરેલ છે. સાધુધર્મ બે પ્રકારનો છે ઃ (૧) સાપેક્ષયતિધર્મ અને (૨) નિરપેક્ષયતિધર્મ. સાપેક્ષયતિધર્મવાળા