Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 05 Bharatiya Sanskruti
Author(s): Santbal
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
પરિવર્તન શીલતા આપણે કહેશું. પિતા પુત્રને બોધ આપે છે, એ વાત સાચી છે કે, પિતાનો અનુભવ વધારે પણ યુગ પ્રમાણે પુત્ર પણ પિતાને બોધ આપી શકે છે. એટલે જ કહ્યું છે–“The Child is a Father of a man.” બાળક માણસને પિતા છે. દા. ત. પિતા કહે છે કે સૂર્ય ફરે છે; છોકરે કહે છે સૂર્ય નહીં પણ પૃથ્વી ફરે છે. આમ તેને તાળો મેળવવું પડશે. કોઈ કહેશે જૂની શાળા સારી, કોઈ કહેશે આજનું શિક્ષણ સારૂં ! આ બન્નેને તાણે મેળવીને આગળ વધવાનું છે. જે સંસ્કૃતિ ટકે છે તે જીવનઘડતરના જૂના અનુભવે અને નવાં વિજ્ઞાનેને મેળ સાધીને આગળ વધે છે.
ભારતીય સંસ્કૃતિને ઉદ્દગમ :
ભારતીય સંસ્કૃતિ તરીકે આપણે જે સંસ્કૃતિને ઓળખીએ છીએ તેને ઉગમ મૂળ આર્યપ્રજાથી થયે; એમ કહી શકાય. આર્યપ્રજા મધ્ય એશિયામાંથી ત્રણ શાખાઓમાં ફંટાઈને વહેચાઈ ગઈ. એક શાખા યુરોપમાં ગઈ. યુરોપ નામ પણ “આર્યપ” શબ્દને અપભ્રંશ છે. બીજી શાખા ભારતમાં આવી. ભારતનું મૂળ નામ આર્યાવર્ત ગણાતું. ત્રીજી શાખા ઈરાનમાં ગઈ. ઈરાનનું પ્રાચીન નામ “આર્યાયન” હતું. જે બદલતાં ઈરાન થયું. ત્યાંથી એક શાખા આરબ પ્રદેશમાં ગઈ આ આરબ શબ્દ પ્રાચીન આર્યપ” શબ્દને અપભ્રંશ છે. તે ઉપરાંત પણ તે આર્ય પ્રજા જુદા જુદા પ્રદેશોમાં વહેચાઈ ગઈ
આર્ય પ્રજાએ પિતાની સંસ્કૃતિને ખાસ આગવી ઢબે વિકાસ કર્યો હોય તો ભારતમાં આવીને; તે ભારતીય સંસ્કૃતિ કહેવાઈ. અહીંના પ્રાચીન લોકો તેમ જ વર્ષો વહેવા સાથે ભારતીય પ્રજા અનેક લોકોના સંસર્ગમાં આવી. તેણે જોવા જઈએ તો અનેક ધર્મના લોકોના સંસ્કારને પિતાનામાં ભેળવ્યા. એટલું જ નહીં; ઘણું અશુદ્ધિઓને પણ સાફ કરી. જેમ ગંગા નદી જ્યાં જ્યાંથી વહી ત્યાં ત્યાંની આસપાસની બીજી નદીઓના પાણીને સમાવતી આગળ વધતી ગઈ છે, તેમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com