________________
મહત્ત્વ હોય છે કેવળ સાધનાનું. એ જ પ્રમાણે આ કથામાં હિંસક યોની વ્યર્થતા પ્રગટ કરવામાં આવી છે. આ માટે એક યક્ષને માધ્યમ બનાવવામાં આવ્યું છે. પ્રકારાન્તરથી દાનનો મહિમા અને તેના ઉપયુક્ત ક્ષેત્રનું પ્રતિપાદન પણ આ કથાના માધ્યમથી થયું છે. આ જ પ્રમાણેની કથા માતંગ જાતકમાં પણ વર્ણવાઈ છે. બન્ને કથાઓનું તુલનાત્મક અધ્યયન કરવાથી જણાય છે કે બ્રાહ્મણે દ્વારા યજ્ઞનું આયોજન, ચાંડાલ મુનિઓની ઉપેક્ષા અને તેમના પ્રત્યેની ઘણા, જાતિવાદનું નિરર્થકપણું તથા દાનની વાસ્તવિક જરૂરિયાત બંનેમાં સમાન છે. તો પણ કથાના સંઘટનમાં ભેદ છે. વિદ્વાનોને મત એ છે કે–બૌદ્ધ કથામાં બે કથાઓ મળેલી છે અને તે મિશ્રિત છે. તેથી તે પાછળથી રચાઈ છે. જૈન કથા પ્રાચીન છે.* જન કથામાં બ્રાહ્મણે પ્રત્યે એટલી કટુના અને ઉગ્ર દૃષ્ટિ નથી એટલે બૌદ્ધ કથામાં છે.
ધમકહાણુગના શ્રમણ થાનક ખંડમાં આ કથાઓ સિવાય બીજી પણ કેટલીક કથાઓ સંગ્રહીત છે. તેમાં શિવરાજ ઋષિ (પૃ. ૧૩૩), જિનપાલિત-જિનરક્ષિત' (પૃ. ૧૪૦), ઉદક પેઢાલપુત્ર (૫. ૧૪૮), ધન સાર્થવાહ કથાનક (પૃ. ૧૫૯) વગેરે કથાનકે મહત્વપૂર્ણ છે. આથી પ્રાકૃત કથા સાહિત્યના કેટલાય રૂપે પ્રગટ થાય છે. આ શ્રમણ કથાનકે જૈન પરંપરામાં શ્રમની દીક્ષા, પરીષહ-જય, તપશ્ચર્યા તેમ જ જ્ઞાન-યાન તથા ચારિત્ર વગેરે કેટલીય બાજુઓ પ્રગટ કરે છે. પરંતુ આની સાથે જ તેનું કથાનક મહત્વ પણ એવું નથી. તેના પર હજુ ખૂબ ઓછું અધ્યયન થયું છે. એ કથાઓનું ઉદગમ સ્થાન તથા વિકાસક્રમ શોધવાની પણ જરૂર છે. બૌદ્ધ કથાઓની સાથે તેની તુલના કરવી જરૂરી છે.
શ્રમણી કથાનકો
ધમકહાણઓગોમાં મુખ્ય નવ બમણીઓની કથા સંકલિત થઈ છે. તેમાં દ્રોપદીનું કથાના સૌથી મોટું છે. તેમાં નીચે જણાવેલ કથા-ઘટ સમ્મિલિત છે–
૧. નાગશ્રી બ્રાહ્મણની કથા (મુનિઆહારમાં દષ) ૨. ધર્મરુચિ અનગારની કરુણુ. ૩. સુકુમાલિકાનું દુર્ભાગ્ય અને નિદાન. ૪. દ્રૌપદીની કથા (પાંચ પાંડ સાથે વિવાહ) ૫. કચ્છલ નારદની ભૂમિકા ૬. શ્રીકૃષ્ણ અને પાંડવોની મત્રી ૭. પાંડવોનું યુદ્ધ ૮. દ્રોપદી પુત્ર પાંડુસેનનું રાજય ૯. દ્રૌપદીની પ્રવ્રયા અને સાધના દ્વારા નિર્વાણ.
આ કથાનકમાં મહત્વપૂર્ણ વાત નિદાનની છે. મુનિને ઝેરી આહાર આપવાથી નાગી આગલા જન્મમાં સુકુમાલિક. થાય છે. જયાં તેને પરિવાર, પતિ વગેરે સૌની ઉપેક્ષા સહેવી પડે છે. સુકુમાલિકાને સાધક જીવનની તક મળી તે પણ તેને ભૌતિક સુખોના આકર્ષણ માં એવું નિદાન કર્યું કે તેને આગલા જન્મ દ્રૌપદી)માં પાંચ પતિએનું દાસત્વ સ્વીકારવું પડયું. પરંતુ તે પણ તે સાધનામગ્ન રહી. જેના અંતિમ પરિણામરૂપે તે નિર્વાણ પામી. જેથી આ કથા એ સ્ત્રીની સતત સાધના દ્વારા અંતિમ લક્ષ્ય પ્રાપ્ત કરવાની કથા છે. આ કથાને પરવતી જૈન સાહિત્યમાં સારો એવો વિકાસ થયેલ છે.
. હીરાલાલ જેને આ કથાના વિકાસ પર પ્રકાશ નાખ્યો છે. પ્રકારાન્તરે આ કથામાં શ્રીકૃષ્ણના નરસિંહ અવતારનાં વર્ણન પણ છે. શ્રી કૃષ્ણ સાથે આ પ્રસંગ કયારે અને કયા આધાર પર જોડાય એ સંશોધનને વિષય છે.
૧. ઉત્તરાયનસૂત્ર--સુખબોઘા ટીકા, પત્ર-૧૭૩-૧૭૨ ૨. માતંગ જાતક (સં. ૪૯૭) નં. ૪, પૃ. ૫૮૩-૯૭ ૩. ઉત્તરાધ્યયન : એક સમીક્ષાત્મક અધ્યયન પૃ. ૨૮૦. ૪. ઘાટગે, એ. એમ.—એ જ પેરેલસ ઈન જેન એન્ડ બુદ્ધિસ્ટ વર્કસ'. ૫. તલના માટે જુઓ–બાહરૂ જાતક (સં. ૧૮૬) તથા દિવ્યાવદાન વ. ૬. જેન જગદીશચંદ્ર ઃ પ્રાચીન ભારતકી શ્રેષ્ઠ કહાનિયાં (બૌદ્ધ કહાનિયાં), દિલ્હી, ૧૯૭૭. ૭. જૈન, ડે. હીરાલાલ : સુગ-ધદશમી કથા, ભૂમિકા, પૃ. ૮. ૮. ધમ્મકહાણએગો, મૂળ, શ્રમણ કથા, પૃ. ૨૦૨, પિરા ૧૧૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org