Book Title: Dharmabinduprakaranam
Author(s): Haribhadrasuri, Jambuvijay, Dharmachandvijay, Pundrikvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
सवृत्तिके धर्मबिन्दौ
પ્રસ્તાવના
વળગી રહ્યા અને તે કારણથી જ તેમણે જૈન ધર્મ અંગીકાર કર્યો હતો. તેમણે એક સ્થળે કહ્યું છે કે :
पक्षपातो न मे वीरे न द्वेष: कपिलादिषु । युक्तिमद्वचनं यस्य तस्य कार्य: परिग्रहः ॥ મને વીર તરફ પક્ષપાત નથી, તેમજ કપિલ આદિ તરફ દ્વેષ નથી. જેનું વચન યુક્તિયુક્ત લાગે તે ગ્રહણ કરવું જોઇએ. આ તેમની સત્ય તરફની પ્રીતિનું સ્મરણ કરી આ ચરિત્ર સમાપ્ત કરવામાં આવે છે.
આ લેખ ધર્મબિંદુની જૂની કોપીના આધારે લખેલ છે. સાથો સાથ અમારા પરમ ઉપકારી દાદા ગુરૂદેવ પન્યાસજી શ્રી ભદ્રકવિજયજી મહારાજા છે. જેઓને પૂજ્યપાદ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા લિખિત ગ્રન્થો પ્રત્યે અવિહડ પ્રેમ હતો. પોતે જ કહેતા કે મૈત્રીનો રસપાન કરાવનારા પૂજ્ય હરિભદ્રસૂરિ મહારાજનો મહાન ઉપકાર છે કે જેમણે દરેક તત્વનો સમન્વય કરવાની કળા બતાવીને જીવમાત્ર પ્રત્યે મૈત્રીભાવને ટકાવવાની કળા આપી ધર્મનું મૂળ જે મૈત્રીભાવ છે તે સમજાવ્યો. જેથી પૂજ્ય પંન્યાસજી ભગવંત મૈત્રીના મહાઉપાસક બન્યા.
વર્તમાન કાળમાં જે પુણ્ય પુરૂષના ગ્રન્થો આપણને જીવન જીવવા માટે માર્ગદર્શક ઉપકારક થઇ રહ્યા છે તે પૂજ્ય પુનિત મહાત્મા હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાના ચરણોમાં કોટી કોટી વંદના.”
આ.ભ.શ્રી હરિભદ્રસૂરિમહારાજનો સમય. આ.ભ.શ્રી હરિભદ્રસૂરિમહારાજના સમય વિષે વિદ્વાનોએ વિવિધ રીતે વિચારણા કરેલી છે. તેમાં બે વિચારણા મુખ્ય છે. વિ.સં.૧૩૩૦માં પ્રબન્યચિન્તામણિની રચના કરનાર આચાર્ય મેરૂતુંગસૂરિએ તેમણે રચેલા વિચારશ્રેણિ નામના ગ્રંથમાં એક ગાથા ઉદ્ધત કરેલી છે. તેમાં જણાવ્યું છે કે -
पंचसए पणसीए विक्कमकालाओ झत्ति अत्थमिओ । हरिभद्दसूरिसूरो भवियाणं दिसउ कल्लाणं ।। “વિક્રમથી ૫૮૫ મા વર્ષે હરિભદ્રસૂરિ રૂપી સૂર્ય અસ્ત થઇ ગયો. તે હરિભદ્રસૂરિ ભવ્ય જીવોનું કલ્યાણ કરો.” આ ગાથાને આધારે પરંપરાનુસારી ઘણા વિદ્વાનો આ.શ્રીહરિભદ્રસૂરિ મહારાજનો સમય વિક્રમ સંવતું ૫૮૫ સુધી નિશ્ચિત કરે છે.
બીજા કેટલાક આધુનિક સંશોધકોનું કહેવું છે કે અનેકાન્ત જયપતાકાની સ્વોપજ્ઞટીકામાં ચતુર્થ અધિકારમાં શક્વાર્થતત્ત્વવત્ ભતૃહરિ:, તેથી પૂર્વાવાર્યધર્મપાન-ફ્રીત્યરમિ: એવો ઉલ્લેખ મળે છે. શાસ્ત્રવાર્તાસમુચ્ચયના ૮૫મા શ્લોકની ટીકામાં માહ ૨ વુમારિભાષિક તથા ૨૯૬માં બ્લોકની ટીકામાં સૂમ બુદ્ધિના સાન્તાક્ષર એવો ઉલ્લેખ મળે છે. એ જોતાં વાક્યપદયના કર્તા ભતૃહરિ,મીમાંસાશ્લોકવાર્તિકના કર્તા મીમાંસક કુમારિલભટ્ટ, પ્રમાણવાર્તિક તથા પ્રમાણવિનિશ્ચય આદિ અનેક ગ્રંથોના રચયિતા બૌદ્ધઆચાર્ય ધર્મકીર્તિ, તથા તેમના ગુરુ ધર્મપાલ, તથા તત્વસંગ્રહ આદિના રચયિતા બૌદ્ધઆચાર્ય શાંતરક્ષિત આદિના સમય વિષે ભારતમાં તથા અન્ય દેશોમાં જે ઉલ્લેખો થયા છે તેને લક્ષમાં લેવા જ પડે. બૌદ્ધઆચાર્ય શાંતરક્ષિત છેલ્લાં છેલ્લાં ભારતમાંથી
Jain Education International
For Private & Personal use only
www.jainelibrary.org