Book Title: Dharmabinduprakaranam
Author(s): Haribhadrasuri, Jambuvijay, Dharmachandvijay, Pundrikvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
सवृत्तिके धर्मबिन्दौ
૨૭.
| પ્રસ્તાવના
એવો જ પાઠ છે. તો ધર્મબિંદુવૃત્તિમાં પ્રામાથાત્ પાઠ કેમ આવ્યો ? શું ધર્મબિંદુવૃત્તિમાં પણ પહેલાં વાપ્રામથ્થાત્ જ પાઠ હશે પરંતુ તેની પરંપરા વધારે ચાલી નહીં હોય, પણ કોઈકે પાછળથી સુધારીને જ પ્રખ્યાત પાઠ કર્યો હશે અને તેના ઉપરથી સાક્ષાત્ કે પરંપરાએ લખાયેલી અત્યારે મળતી બધીજ પ્રતિઓમાં એ પાઠ ઉતરી આવ્યો હશે ? અથવા તો શું આ.ભ.શ્રીમુનિચંદ્રસૂરિમહારાજે પોતેજ નીતિવાકયામૃતના પાઠને સુધારીને માથા પાઠ કર્યો હશે અને આ.ભ.શ્રીહેમચંદ્રસૂરિમહારાજે તે પાઠ ને સુધારતાં જેવો છે તેવો વીઝામાખ્યાહૂ પાઠ જ શું સ્વીકારી લીધો હશે ? આ બધી કલ્પનાઓ છે. વિચારણા માટેજ જણાવ્યું છે. '
દિગંબર જૈનાચાર્ય અમિતગતિવિરચિત શ્રાવકાચારનો ઉપયોગ ધર્મબિંદુવૃત્તિમાં આ.ભ.શ્રીમુનિચંદ્રસૂરિમહારાજે કર્યો છે એ વાત અમે પૂ. ૮૩ માં ટિપ્પણમાં જણાવી જ છે. તે જ પ્રમાણે દિગંબર જૈનાચાર્ય સોમદેવસૂરિવિરચિત નીતિવાક્યામૃતનો પણ આમાં ઉપયોગ કર્યો છે. શકસંવત્ ૮૮૧ (વિક્રમસંવત્ ૧૦૧૬) માં યશસ્તિલકચંપૂ જેવા મહાન કાવ્યના રચયિતા સોમદેવસૂરિએ યશસ્તિલકચંપૂ પછી નીતિવાક્યામૃતની રચના કરી છે. આમાં ધર્મસમુદેશ, અર્થસમુદ્દેશ વગેરે ૩૨ પ્રકરણો છે, તેમાંથી અનેક અંશો આ.ભ.શ્રી મુનિચંદ્રસૂરિમહારાજે સ્વાભાવિક રૂપે અથવા ઉદ્ધરણરૂપે ધર્મબિંદુવૃત્તિમાં સમાવી લીધા છે. જુઓ પૃ.૫ પં.૧, પૃ.૧૦, પૃ. ૧૭ ઇત્યાદિ તથા જુઓ ચતુર્થપરિશિષ્ટમાં ટિપ્પણો પૃ.૧૯૬, ૨૧૧ વગેરે આ.ભ.શ્રી મુનિચંદ્રસૂરિમહારાજ તથા આ, ભ,શ્રી હેમચંદ્રસૂરિમહારાજના યુગમાં નીતિવાક્યામૃત ગ્રંથ ઘણો પ્રસિદ્ધ હશે. આ ઉપરથી આ.ભ.શ્રી મુનિચંદ્રસૂરિ મહારાજનું શાસ્ત્રાવગાહન કેવું વિશાળ હશે તે પણ જણાઇ આવે છે. નીતિવાક્યામૃત ઉપર એક પ્રાચીન ટીકા પણ છે. તેનો ઉપયોગ પણ અમે ટિપ્પણોમાં કરેલો છે. આ ગ્રંથ ટીકા સાથે મુંબઇની માણિકચંદ દિગંબર જૈન ગ્રંથમાળા તરફથી વિક્રમસંવત્ ૧૯૭૯માં પ્રકાશિત થયો છે, મુદ્રિત નીતિવાક્યામૃતમાં કેટલેક સ્થળે અશુદ્ધિ અમને લાગી છે. તેથી પાટણના શ્રી હેમચંદ્રાચાર્ય જૈનજ્ઞાનમંદિરમાં વિઘમાન સંઘવીપાડાના ભંડારની (ડાભડાનં. ૬૭, પ્રતિબં, ૪) વિક્રમ સંવત્ ૧૨૯૯માં તાડપત્ર ઉપર લખેલી નીતિવાક્યામૃતની પ્રતિના ફોટા મેળવીને તેના આધારે શુદ્ધપાઠો જ અમે અહીં ટિપ્પણમાં આપેલા છે. પરંતુ જ્યાં અમને તાડપત્રનો પાઠ પણ સંદેહાસ્પદ અથવા વૈકલ્પિક લાગ્યો છે ત્યાં ( )આવા કે [ ] આવા કોષ્ટકમાં તાડપત્રીય પ્રતિનો પાઠ -તતિપત્રે એવા ઉલ્લેખ સાથે આપ્યો છે, માણિકચંદ્ર દિગંબર જૈન ગ્રંથમાળામાં છપાયેલી ટીકા પણ અમને અશુદ્ધ પાઠો વાળી અથવા અશુદ્ધ પાઠોને અનુસરતી લાગી છે. ટીકાએ સ્વીકારેલા સૂત્રકમથી તાડપત્રીય પ્રતિમાં આપેલો સૂત્રક્રમ પણ કવચિત્ જુદો છે. આ વાતની પણ અમે જરૂરી સ્થળે નોંધ લીધી છે. જુઓ પૃ.૨૦૬ માં ટિપ્પણી.
પૃ. ૨૧ ૫. ૪ માં ૩: વિમવર્ષાવો (ત્યો)ત્રમર્થન ચેતિ સ તાત્વિ: આવો પાઠ છે. યોગશાસ્ત્રસ્વોપજ્ઞવૃત્તિમાં (પૃ. ૧૫૫ માં) તથા નીતિવાક્યામૃતમાં પણ આ જ પાઠ છે. અહીં જે મv+વિણ લેવામાં આવે તો બરાબર છે. પણ સામાન્ય રીતે વ્યય માં વિરોત્સર્ગ અર્થ લેવામાં આવે છે. જો એ અર્થ લઇએ અને ચયનુ વિત્તસમુ એ ધાતુ ગ્રહણ કરીએ તો અપવ્યયતિ રૂપ થવું જોઇએ. વૈયાકરણોએ વિચારવું.
Jain Education International
For Private & Personal Use Only