Book Title: Dharmabinduprakaranam
Author(s): Haribhadrasuri, Jambuvijay, Dharmachandvijay, Pundrikvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
सवृत्तिके
धर्मबिन्दौ
४०
પ્રશિષ્ય) આ.શ્રી હેમચંદ્રસૂરિ મહારાજની સૂચનાથી જ આ ગ્રંથ શ્રીજિનશાસન આરાધના ટ્રસ્ટ(મુંબઇ) દ્વારા પ્રકાશિત થઇ રહ્યો છે. તે માટે તેમને પણ મારાં ઘણાં ઘણાં અભિનંદન છે.
આ.ભ.શ્રી મુનિચંદ્રસૂરિમહારાજ વિષે આ.શ્રી વાદિ દેવસૂરિવિરચિત મહત્ત્વની બે કૃતિઓ- મુનિચંદ્રાચાર્યસ્તુતિ તથા ગુરૂવિરહવિલાપ કે જે સાતમા પરિશિષ્ટમાં મુદ્રિત કરેલી છે તે અંગે અમારૂં ધ્યાન શાસનપ્રભાવક પૂ.આ.મ.શ્રી વિજયનેમિસૂરિજી મહારાજના સમુદાયના પં.શ્રી પ્રદ્યુમ્નવિજયજી મહારાજે
આકૃષ્ટ કર્યું છે તથા ગુરૂવિરહવિલાપનો સુંદર ગુજરાતી અનુવાદ પણ કરીને તેમણે મારા ઉપર મોકલી આપ્યો છે કે જે અહીં સાતમા પરિશિષ્ટમાં ગુરૂવિરહવિલાપ પછી પૃ. ૩૦૨-૩૦૫માં મુદ્રિત કરવામાં આવ્યો છે. તે માટે તેમને ઘણાં ઘણાં અભિનંદન છે.
L. પ્રતિની ઝેરોક્ષ કોપી શ્રી લક્ષ્મણભાઇ હીરાભાઇ ભોજકે અમારા ઉપર મોકલી આપી છે. જેસલમેરની તાડપત્રી પ્રતિની માઇક્રોફિલ્મ લેવામાં સેવામંદિર, રાવટી, જોધપુરના સંચાલક મહાત્યાગી તપસ્વી જૈહરીમલજી પારેખે ઘણોજ પરિશ્રમ લીધો છે. ખંભાતની તાડપત્રી પ્રતિની માઇક્રોફિલ્મ લેવામાં આદરિયાણાના જિતેન્દ્રભાઇ મણીલાલ સંઘવીએ ઘણો શ્રમ લીધો છે. આ ફિલ્મ ઉપરથી કરેલા ફોટાઓને આધારે જ આ સંશોધન શક્ય બન્યું છે. માટે તેમને ઘણા ધન્યવાદ છે. આ ગ્રંથના પ્રિન્ટિંગ આદી કામમાં માંડલવાળા અશોકભાઇ ભાઇચંદદાસ સંઘવીએ ઘણી મદદ કરી છે. માટે તેમને ઘણા ધન્યવાદ છે.
વૃત્તિસહિત ધર્મબિન્દુના પ્રથમ પ્રુફનું વાંચન મારાં મોટા માસી સ્વ.સાધ્વીજી લાભશ્રીજી મહારાજ (સરકારી ઉપાશ્રયવાળા) નાં શિષ્યા તથા નાનાં બહેન સ્વ. સાધ્વીજી શ્રી કંચનશ્રીજીમ. (જે મારા નાનાં માસી થાય છે) ના શિષ્યા તથા પુત્રી સાધ્વીજીશ્રી લાવણ્યશ્રીજીનાં શિષ્યા સાધ્વીજીશ્રી નંદિયશાશ્રીજીએ કરી આપ્યું હતું.
તે પછી જે અનેક અનેક સંસ્કારો થયા, પરિશિષ્ટો લખાયાં તથા પ્રુફ વાંચનો થયાં તેમાં મારા વિનીત અંતેવાસી મુનિશ્રી ધર્મચંદ્રવિજયજી તથા તેમના શિષ્ય મુનિશ્રી પુંડરીકરત્નવિજયજીએ પણ વિવિધ રીતે આમાં ઘણી જ ઘણી સહાય કરી છે. મારાં માતુશ્રી સાધ્વીજીશ્રી મનોહરશ્રીજી મહારાજના શિષ્યા સાધ્વીજી શ્રીસૂર્યપ્રભાશ્રીજીના શિષ્યા સાધ્વીજીશ્રી જિનેન્દ્રપ્રભાશ્રીજીએ પણ આ કાર્યમાં ધણોજ ધણો સહકાર આપ્યો છે.
SY
જે અનેકવિધ સંસ્કારો સાથે આ ગ્રંથ આજે પ્રકાશિત થઇ રહ્યો છે તે આ બધાના અમૂલ્ય સહકારનું જ ફળ છે.
મારાં અનંત ઉપકારી વયોવૃદ્ધ માતુશ્રી પૂજ્ય સાધ્વીજીશ્રી મનોહરશ્રીજી મહારાજ કે જેઓ સ્વ. સાધ્વીજીશ્રી લાભશ્રીજી મહારાજ (સરકારી ઉપાશ્રયવાળા)નાં શિખા તથા બહેન છે તેમના સતત આશીર્વાદ એ મારૂં બળ છે.
મારા વયોવૃદ્ધ અત્યંત વિનીત પ્રથમ શિષ્ય દેવતુલ્ય મુનિરાજશ્રી દેવભદ્રવિણજી જેમનો લોલાડા (શંખેશ્વરજી તીર્થ પાસે) ગામમાં વિક્રમ સંવત્ ૨૦૪૦ માં કાર્તિક સુદિ બીજે (તા. ૬-૧૧-૮૩) સાંજે છ વાગે સ્વર્ગવાસ થયો હતો અને તેમનાં જીવન દરમ્યાન જેમના તરફથી મને ઘણોજ હાર્દિક સહકાર
For Private & Personal Use Only
Jain Education International
પ્રસ્તાવના
૪૦
www.jainelibrary.org