Book Title: Dharmabinduprakaranam
Author(s): Haribhadrasuri, Jambuvijay, Dharmachandvijay, Pundrikvijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 378
________________ सवृत्तिके धर्मबिन्दौ सप्तमं परिशिष्टम् ३०५ Jain Education International વૈધવ્ય દુ:ખને પામી છે. અને યતિધર્મ પુત્ર ! મારે પણ સ્વામીથી વિરહ થયો છે. (૪૬) જિનવચનપ્રભાવના રૂપી કન્યા ! તું કાનને દુ:સહ એવું રડે છે અને અનિયતવિહારચર્યા ! તું હુ હુ એવું રડતી અમને દુભવે છે. (૪૭) આ પ્રમાણે હે મુનિનાથ ! આપના વિરહમાં, ચારિત્રરાજા પોતાના કુટુંબના માણસોનો પ્રત્યેકનો ઉલ્લ્લાપ(ઉલ્લેખ) કરીને (પોતાના કુટુંબના પ્રત્યેક માણસોને ઉદ્દેશીને) ઉચ્ચસ્વરથી વિલાપ કરે છે (૪૮) હે સ્વામિન્ હવે મારા મસ્તક ઉપર, અરૂણપ્રભાથી જનિત લાલાશવાળો શમભાવમય, લક્ષ્મી-શોભાના નિવાસ ગૃહ એવો, કમળ જેવો હાથ કોણ મુકશે ? (૪૯) હે ગુરુ મહારાજ, હવે આપના વિરહમાં આપના ચરણકમલમાં નમેલા રોમાંચિત શરીર વાળા મનુષ્યલોકને કુવલયના પાંખડીની માળા જેવી મનોહર, અમૃત પ્રવાહથી મધુર, સ્નેહથી મંથર, કૃપાથી ભરેલી, નજરથી હવે કોણ નિરખશે-(જોશે) (૫૦-૫૧) હવે આપના વચન વજ્રના વિરહે, અમારે અતિ દુર્ગમ ગ્રન્થરૂપી પર્વતના શિખરોને કેવી રીતે કેવા પ્રયત્નથી ભેદવા ? (પર) અથવા- અહર્નિશ તમારા નામરૂપી પરમમંત્રનું ધ્યાન કરતા મને જ્ઞાન-ચારિત્રપ્રધાન મંગલગુણની શ્રેણિ ઉન્નસિત થશે. (૫૩) હે સ્વામિન્ જો આપના ચરણકમળમાં મને અવિરલ-સઘન-ગાઢ ભક્તિ હોય તો તેના પ્રભાવે જન્માન્તરમાં પણ આપ જ મારા ગુરુ થાઓ (૫૪) આવાં વચનોનો ઉચ્ચાર કરવા પૂર્વક આનંદ- અન્નુપાત કરીને દેવસૂરિ, ગુરુમહારાજના કહેલાં કાર્યો કરવામાં તત્પર થયા. (૫૫). For Private & Personal Use Only ३०५ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 376 377 378 379