Book Title: Dharmabinduprakaranam
Author(s): Haribhadrasuri, Jambuvijay, Dharmachandvijay, Pundrikvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
सवृत्तिके धर्मबन्दौ
३४
Jain Education International
સ્વતંત્ર સૂત્રપાઠ આપેલો છે. પાઠભેદો ટિપ્પણમાં નોંધ્યા છે.
દ્વિતીય પરિશિષ્ટમાં વૃત્તિસહિત ધર્મબિન્દુમાં આપેલા સૂત્રપાઠનો અકારાદિક્રમ છે.
તૃતીય પરિશિષ્ટમાં વૃત્તિમાં ઉદ્ધૃત કરેલા પાઠો અકારાદિક્રમથી આપેલા છે.
ચતુર્થ પરિશિષ્ટમાં અમે કેટલાંક વિશિષ્ટ ટિપ્પણો આપેલાં છે. વૃત્તિમાં ઉત્કૃષ્કૃત કરેલા એવા કેટલાયે પાઠો છે કે જેને સમજવા માટે વિશિષ્ટ વ્યાખ્યાની તથા આગળ-પાછળના સંદર્ભો જોવાની જરૂર લાગે. એટલે જે ગ્રંથમાંથી તે પાઠો ઉદ્ધૃત કર્યા હોય તે ગ્રંથોની તેટલા અંશો પુરતી વ્યાખ્યા ઉદ્ધૃત કરીને અમે આ પરિશિષ્ટમાં આપેલી છે. જે પ્રાકૃત પાઠોના મૂળસ્થાનો અમને મળ્યાં નથી તેની સંસ્કૃત છાયા તો ધર્મબિન્દુની વૃત્તિમાં નીચે આપેલાં ટિપ્પણોમાંજ આપી દીધી છે. એક ખાસ સૂચના કરવાની છે કે મુદ્રિત ગ્રંથોમાંથી તે તે વ્યાખ્યા ઉદ્ધૃત કરીને અમે આપેલી છે, છતાં તે તે મુદ્રિત ગ્રંથોમાં પણ કેટલાયે અશુદ્ધ પાઠો છે તે અમે અહિં હસ્તલિખિત પ્રતિઓને આધારે સુધારીને આપ્યા છે. ખાસ કરીને પંચાશકની અભયદેવસૂરિવિરચિત વૃત્તિના કેટલાક પાઠોને અમારે તાડપત્ર ઉપર લખેલી પ્રાચીન પ્રતિઓને આધારે સુધારીને આપવા પડયા છે. ઉદાહરણ તરીકે મુદ્રિત પંચાશકવૃત્તિમાં પ્રથમ પંચાશકની ૧૧મી ગાથાની વૃત્તિમાં कूटसाक्ष्यं तद् यत् क्रोधमत्सराद्यभिभूतः प्रमाणीकृतः सन् कूटं वक्ति पाठ छे परंतु या स्थणे सायो पाठ कूटसाक्ष्यं तूत्कोचामत्सराद्यभिभूतः प्रमाणीकृतः सन् ટ વિત્ત છે. આવા અનેક પાઠો અમે સુધારીને અહિં આપ્યા છે. પંચાશક ઉપર આ.શ્રી અભયદેવસૂરિવિરચિતવૃત્તિથી પણ પ્રાચીન આ.શ્રી યશોભદ્રસૂરિવિરચિત વૃત્તિ છે કે જે હજુ સુધી મુદ્રિત થયેલી નથી. તેના પાઠો પણ તાડપત્ર ઉપર લખેલી જેસલમેરની એક પ્રતિને આધારે અમે આપ્યા છે.
કેટલાક સંદર્ભો એવા છે કે જેની તુલના વ્યાપક રીતે કરવા યોગ્ય છે. જેમકે પંચાશકના પ્રથમ પંચાશકમાં આ.શ્રી અભયદેવસૂરિવિરચિતવૃત્તિમાં શ્રાવક વ્રતોના અતિચારના સંબંધમાં વિસ્તારથી જે વર્ણન છે લગભગ તેને જ અનુસરીને (કેટલીક વાર તો લગભગ અક્ષરશ:) આ.શ્રી મુનિચંદ્રસૂરિમહારાજે ધર્મબિન્દુના ત્રીજા અધ્યાયના ૨૩-૩૪ સૂત્રોની (પૃ૦ ૫૯-૭૨) વ્યાખ્યા આપેલી છે. આ વાતનો સ્પષ્ટ ખ્યાલ આવે તે માટે આ પ્રસંગની પંચાશકવૃત્તિનો બધો જ ભાગ તુલના કરવા માટે ચતુર્થ પરિશિષ્ટમાં અમે અક્ષરશ: આપ્યો છે. યોગશાસ્ત્રના ત્રીજા પ્રકાશની સ્વોપજ્ઞ વૃત્તિમાં પણ આનું જ અનુકરણ અને અનુસરણ છે.
તે જ પ્રમાણે ધર્મબિન્દુના પ્રથમ અધ્યાયમાં તથા તેની વૃત્તિમાં ગૃહસ્થના સામાન્ય ધર્મનું જે વિવેચન (પૃ-૫-૨૩) છે તેનું અનુસરણ આ.શ્રીહેમચન્દ્રસૂરિવિરચિત યોગશાસ્રના પ્રથમપ્રકાશની સ્વોપન્નવૃત્તિમાં (પૃ૦ ૧૪૪-૧૬૦)છે. એટલે વાચકો આ વાતની તુલના કરી શકે એ માટે યોગશાસ્ત્રની સ્વોપજ્ઞવૃત્તિનો એ બધો પાઠ અમે ચતુર્થપરિશિષ્ટમાં આપ્યો છે.
પૂર્વાચાર્યોના ગ્રંથોના અધ્યયનથી એક વાત સ્પષ્ટ સમજાય છે કે જે વિષયમાં ખાસ કશું વિશિષ્ટ કહેવાનું ન હોય ત્યાં પૂર્વપુરૂષોના જ શબ્દોને સંક્ષેપી અથવા લગભગ અક્ષરશ: વિના સંકોચે સમાવી લઇને ગ્રંથરચના કરવામાં આવતી હતી. આ વાત ચૂર્ણિઓ, આ.શ્રી હરિભદ્રસૂરિવિરચિત વૃત્તિઓ, આ.શ્રી
For Private & Personal Use Only
પ્રસ્તાવના
३४
www.jainlibrary.g