Book Title: Dharm Sangraha Bhashantar Saroddhar Part 01
Author(s): Bhadrankarsuri
Publisher: Subaji Ravchand Jechand Jain Vidyashala Trust
View full book text
________________
૧૦
ધમસંગ્રહ સંક્ષિપ્ત સાર
સત્કાર્યોને આદર-આગ્રહ રાખવે, અતિનિદ્રા, વિકથા, વિષય-કષા અને વ્યસનાદિ, એ પ્રમાદને ત્યાગ, લેકાચારનું પાલન, લેકવિધને ત્યાગ, સર્વત્ર ઔચિત્યપાલન અને પ્રાણાને પણ અગ્ય-નિંદનીય કાર્યનો ત્યાગ, વગેરે શિષ્ટજનેના આચારે છે. તેની પ્રશંસા ધર્મવૃક્ષના બીજરૂપ હોવાથી તેનાથી પરલેકમાં પણ ધર્મની પ્રાપ્તિ અને પરિણામે મુક્તિ મળે છે. જેમ વધ્યા–ધ વિનાની ગાયને ગળે ઘંટડી બાંધવાથી તેની કિંમત ઉપજતી નથી, તેમ ગુણ વિનાને આડંબરી મહાન બની શકતું નથી. હાથીના દાંત તેના શરીર કરતાં નાના છતાં ઉજ્વળ હોવાથી અંધકારમાં પણ દેખાય છે તેમ ગુણી ગુથી સર્વત્ર આદર પામે છે, ગુણરહિત મહાન પણ જગતમાં આદરને પામતે નથી, માટે ધન, સત્તા કે બાહ્ય આડંબરને બદલે ગુણો પ્રગટાવવા પ્રયત્ન કરે જોઈએ. શિષ્ટાચારની પ્રશંસાથી જીવમાં ગુણે પ્રગટે છે, માટે ગુણીની જેમ ગુણોની પણ પ્રશંસા કરવી, તે ગૃહસ્થને સામાન્ય ધર્મ છે.
- છ અંતરંગ શત્રુઓનો ત્યાગ - કામ, ક્રોધ, લોભ, માન, મદ અને હર્ષ, એ છે આત્માના અંતરંગ શત્રુઓ છે, માટે અગ્ય કાળે-સ્થળે કામ-ક્રોધાદિ કરવા નહિ, આ
છે સજજનતાના ઘાતક હાઈ સંસાર વધારનારા છે, તેમાં ગૃહસ્થને પપત્ની, કન્યા, કે વિધવા વગેરેની સાથે ભેગતૃષ્ણ તે કામ, અવિચારીપણે સ્વ–પર આપત્તિજનક હદયને રેષ-ધમધમાટ, ગુસ્સાથી કઠેર બેલવું, કે કેપ કરે તે ક્રોધ, દાનની વસ્તુ અને સુપાત્રાદિને એગ છતાં દાન ન કરવું, કે વિના કારણે પરાયા ધનની ઈચ્છા કરવી તે લોભ, દુરાગ્રહ કરે, કે હિતકર પણ વચન ન સ્વીકારવું તે માન, પુણ્યથી મળેલું સારું કુળ, રૂપ, બળ, જાતિ, ધન, વિદ્યા, શરીર, વગેરેથી થયેલ અહંભાવ, કે બીજાની હલકાઈ કરવાને મનને ભાવ તે મદ, અને વિના કારણે બીજાને દુઃખી કરીને કે જુગાર, શિકાર, વગેરે પાપકાર્યો કરીને ખુશ થવું તે અહીં હર્ષ જાણો. આ દેશે આત્માના ભાવશત્રુ તરીકે આ ભરમાં સુખ-સંપત્તિને અને પરભવે સદગતિને નાશ કરનારા હેવાથી અવશ્ય તજવા જોઈએ.
૫– ઇન્દ્રિયને જય – તે તે ઈન્દ્રિયેના તે તે શબ્દાદિ વિષમાં અધિક આસક્તિને ત્યાગ, ઈન્દ્રિયેને વશ નહિ થતાં તેના ઉપર કાબૂ મેળવવાથી જીવને બાહ્ય-અત્યંતર વિશિષ્ટ સંપત્તિ મળે છે. તત્ત્વથી ઈન્દ્રિયેને સંયમ સર્વ સુખને અને અસંયમ સર્વ દુઃખને માર્ગ છે. ઈન્દ્રિઓ જ સ્વર્ગ અને નરક છે. અહીં અધિક આસક્તિને ત્યાગ કરવારૂપ મર્યાદા કહી, તેનું કારણ ગૃહસ્પના પણ માત્ર સામાન્ય ધર્મનું આ વર્ણન છે. સર્વથા ઈન્દ્રિયજય તે સાધુજીવનમાં જ થઈ શકે.
દ - ઉપદ્રવવાળા સ્થાનનો ત્યાગ – સ્વ–પર રાજ્યને ભય, ક્ષેભ, કે દુષ્કાળ, મારી. મરકી, કોલેરાદિ રોગે, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ અને તીડ, ઊંદર, પતંગીયાં વગેરે વિશેષ છત્પત્તિ, ઈત્યાદિ ઉપદ્રવ કે પરસ્પર હોમાદિના વિરોધના કારણે મહાયુદ્ધ કે પ્રેમી રમખાણ વગેરેથી જે ગામ, નગર વગેરે અસ્વસ્થ અને તેને ત્યાગ કર. અન્યથા ત્યાં