Book Title: Dharm Sangraha Bhashantar Saroddhar Part 01
Author(s): Bhadrankarsuri
Publisher: Subaji Ravchand Jechand Jain Vidyashala Trust
View full book text
________________
૦ ૧ માત્ર બાવકનાં શિયાળાત છે
રે
ઉપદેશક ગુરુને પણ પિતાના દેથી ખરડે, અથવા “સૂત્ર પ્રરૂપક, નિન્હવ, મૂહ, શિથિલાચારી,” વગેરે હૃદયભેદી કાંટાતુલ્ય વચને કહી ગુરુને રંજાડે તે, જાણ.
આ આઠ પ્રકારમાં શોક્ય સમાન અને ખરંટ સમાન એ બે ભેટવાળો નિશ્ચયનયના મતે મિથ્યા દષ્ટિ અને જિન મંદિર-મૂર્તિ આદિની પૂજા, સામાચિક વગેરે કરણ કરનાર હોવાથી વ્યવહારનયના મતે તેને શ્રાવક જાણે. હવે અહીં ભાવશ્રાવકનું વર્ણન હોવાથી તેનાં લક્ષણો ધર્મરત્નપ્રકરણના આધારે આ પ્રમાણે છે. ૧. કૃતવ્રતકર્મા, ૨. શીલવંત, ૩. ગુણવંત, ૪. ઋજુવ્યવહારી, ૫. ગુરુસેવાકારી અને . પ્રવચનકુશળ,
તેમાં ૧. કૃતવ્રતકર્મા એનાં ચાર લક્ષણ છે ૧. ધર્મશાનમાં ઉદ્યમી - જે સમ્યકત્વ, વ્રત, વગેરે શ્રાવકના (અને સાધુના) ગુણોને વિનય-બહુમાન પૂર્વક નિત્ય ગીતાર્થ ગુરુ મુખે સાંભળે, ૨. જાણકાર – સમ્યકત્વ-વતો વગેરેના સ્વરૂપને, ભેદોને, અતિચારોને યથાર્થ સમજે-જાણે, ૩. વ્રતધારી- સમજેલાં તે તે વ્રતાદિને દેવ – ગુરુ – સંધ સાક્ષીયે વિધિપૂર્વક યથાશક્તિ સ્વીકારે, અને ૪. પાલક- સ્વીકારેલાં તે વ્રતાદિને ગાદિ પ્રસંગે કે દેવાદિના ઉપસર્ગોમાં પણ ચલિત ન થતાં સંપૂર્ણ પાલે.
૨. શીવંત- એનાં આ છ લક્ષણ છે, ૧. આયતનસેવી – જ્યાં ઘણું બહુશ્રુત સદાચારી સમિતિ આદિ ચારિત્રાચારના પાલક સાધર્મિકે ધર્મને આરાધતા હોય તે સ્થાન આયતન કહેવાય. શીલવંત તેવા સ્થાનમાં ઘણી વખત રહે, ધર્મની હાનિ થાય તેવા સ્થાનમાં ન રહે. ૨. અકારણે પરઘેર ન જવું- મહત્વના કારણ વિના જ્યાં ત્યાં જવાથી સુદર્શન શેઠની જેમ કલંક લાગે, માટે સદાચારી આત્મા વિના કારણે બીજાના ઘેર જાય નહિ. ૩. ઉદ્મટવેશનો ત્યાગી- દેશાચાર- કુલાચારને છાજે તે સાદે પિષાક પહેરે. ઉદ્દભટઅસભ્ય વેશ તજે, ૪. અસલ્યવચન ત્યાગી- અસભ્ય વિકારી શબ્દ ન બેલે, કારણ પૂરતું મધુર હિતકર પરિમિત બેલે. ૫. બાલક્રિડાવજ – જુગારદિવ્યસન, કે અજ્ઞ મનુષ્યના જેવી અનર્થદંડરૂપ પ્રવૃત્તિઓને તજે. ૬. મધુર વચનથી કામ લેનારો- ધર્મીને કઠેર ભાષા કલંકરૂપ હેવાથી મધુર શબ્દોથી અન્યની પાસે કામ કરાવનારે. આ છ લક્ષણે શીલવંતના જાણવા
૩. ગુણવંત– તેનાં આ પાંચ લક્ષણ છે. ૧. સવાધ્યાયમાં ઉદ્યમી- વૈરાગ્યજનક વાચના, પૃચ્છના, વગેરે પાંચ પ્રકારના સ્વાધ્યાયમાં રક્ત-અપ્રમાદી. ૨. ક્રિયામાં ઉદ્યમી – તપ, જપ, નિયમ, વંદન, વગેરે શ્રાવકધર્મની વિવિધ કરણીમાં આદરપૂર્વક ઉદ્યમી. ૩. વિનયમાં ઉદ્યમી - ગુર્નાદિ આવે ત્યારે ઉભા થવું, સામે જવું, આસન આપવું, સેવા કરવી, વગેરે વિવિધ વિનય કરનારે. ૪. સર્વત્ર અનભિનિવેશી- સર્વ કાર્યોમાં અનાગ્રહી, વડીલની શિખામણને માનનારે, વાળે વળે તે, સત્યને ગ્રાહક. ૫. જિનવચનની રુચિવાળા