Book Title: Dharm Sangraha Bhashantar Saroddhar Part 01
Author(s): Bhadrankarsuri
Publisher: Subaji Ravchand Jechand Jain Vidyashala Trust
View full book text
________________
પ્ર. ૨ ભાવ શ્રાવકનાં વિશેષ કતવ્યો
રેગ્યતા પ્રગટે છે, પ્રગટેલી હોય તે દઢ થાય છે. શ્રી પચાશકમાં જણાવ્યું છે કે સમ્યકત્વ, ત્ર, વગેરે ગ્રહણ કર્યા પછી તે સંબંધી પ્રયત્ન (ક્રિયા) કરવાથી ગ્રહણ કરતી વખતે જે પરિણામ ન હોય તે પણ પ્રગટે છે અને પ્રગટેલા દઢ થાય છે. કારણ કે સમકિત અને વિરતિને રોકનાર મોહનીય કર્મ સેપક્રમી છે અને વિધિપૂર્વક કરેલી ક્રિયામાં તે કર્મને તેડવાની શક્તિ છે. એમ કિયાથી ન હોય તે પરિણામે પ્રગટે છે. અને તેથી ઉલટું કિયા ન કરે તે પ્રગટેલા પણ પરિણામ અવરાઈ જાય છે.
અરૂપી પણ પરિણામની પરીક્ષા તેની બાહ્ય શુભાશુભ-પ્રવૃત્તિથી થાય છે, જેમ કે વતાદિ ગુણોની, ઉપદેશકની, કે વ્રતધારીઓની અવજ્ઞાદિ કરે, સ્વીકારેલા વ્રત, નિયમ વિગેરેની રક્ષા – પાલન માટે પ્રયત્ન ન કરે, એ વગેરેથી સમજાય કે પરિણામ અવરાઈ ગયા છે, અને વતની, ઉપદેશકની, કે વ્રતધારીઓની પ્રશંસાદિ કરે, ક્રિયામાં ઉદ્યમ કરે, તે સમજાય કે પરિણામ વિદ્યમાન છે. પ્રારંભમાં પરિણામ વિના પણ ગુર્નાદિના ઉપદેશથી, લજજા કે દાક્ષિણ્યતાથી, અથવા કુલ ચાર રૂપે પણ ક્રિયા થાય છે, તેના પ્રભાવે પરિણામ પ્રગટે અને પરિણામથી પ્રવૃત્તિ વધે, એમ પ્રવૃત્તિ અને પરિણામ પરસ્પર એક બીજાના બળ વધતાં ઉપર ઉપરના ગુણસ્થાનકની પ્રાપ્તિ થાય, માટે ભાવ વિના પણ દ્રવ્યથી ગ્રતાદિ સ્વીકારી તેનું પાલન કરવું જોઈએ. ભાવ વિનાની પણ ભાવ માટે કરાતી દ્રવ્ય ક્રિયાને ઉપાદેય કહી છે, માટે યથાશક્ય સમકિત, વ્રત, નિયમ, વગેરે ગુરૂમુખે વિધિપૂર્વક સ્વીકારવાં, તેનું નિત્ય સ્મરણ બહુમાન કરવું, અને તેના પ્રતિપક્ષી મિથ્યાત્વ, અવિરતિ, કષાયે, વગેરેની દુષ્ટતા વિચારવી.
તદુપરાંત પ્રભુભક્તિમાં, વિનયાદિમાં, ઉત્તમ ભાવ-સાધુઓની સેવા-ભક્તિમાં અને અધિકાધિક ગુણોને મેળવવાની શ્રદ્ધામાં અધિક અધિક ઉદ્યમ કરે તથા સમકિત વગેરે ગુણે સ્વીકાર્યા પછી પણ તેના પાલન માટે સદા ઉદ્યમ કર, એ રીતે અવિરતિનો પરાજય કરીને વિરતિને પ્રગટ કરી શકાય છે. કહ્યું છે કે સઘળી ક્રિયા એ, કળાઓ, ધ્યાન, મૌન, વગેરે અભ્યાસથી સિદ્ધ થાય છે. એટલું જ નહિ, પણ અભ્યાસથી તેના રૂઢ થયેલા સંસ્કારે આગામી ભવે પણ સાથે રહી તે તે ગુણ પ્રત્યે પ્રીતિ પ્રગટાવી ગુણોને પ્રાપ્ત કરાવે છે. કહ્યું છે કેગુણ કે દેષને આ જન્મમાં જે અભ્યાસ કરે, તે અભ્યાસના પ્રભાવે તે તે ગુણ કે દોષ પરભવે પ્રાપ્ત થાય. માટે સત્ ક્રિયાના અભ્યાસમાં રક્ત રહેવું.
વળી શ્રી ઉપદેશરત્નાકરમાં કહ્યું છે કે (સમક્તિ અને વ્રત સિવાય) માત્ર વદન-પૂજન જપ-તપ વગેરે કઈપણ નિયમ કરે તે જે તે સમકિત કે કઈ એક-બે પણ વ્રતો સાથે પાળે તો જ તે દેશવિરતિ, સર્વવિરતિ, આદિ ગુણોને પ્રગટાવે, અન્યથા ઉલટા પાસત્યાપણું વગેરે દેને પ્રગટ કરે. અર્થાત્ આત્મ-વિકાસના લક્ષ્ય વિના કેવળ નવકાર ગણવા, પૂજા કરવી, ગુરુવંદન કરવું, વગેરે અભિગ્રહવાળે પણ ભાવશ્રાવક નથી, શ્રાવકાભાસ છે. વાસ્તવમાં તેને સમકિત વગેરેને અભાવ છે. એ રીતે ભાવશ્રાવકનાં વિશેષ કર્તવ્ય જણાવ્યાં.