Book Title: Dharm Sangraha Bhashantar Saroddhar Part 01
Author(s): Bhadrankarsuri
Publisher: Subaji Ravchand Jechand Jain Vidyashala Trust
View full book text
________________
૧૯
પ્ર. ૪. દિનચર્યા– ગુરૂવંદનનાં ૩ર દેશે
(૨૫) કર દેષ- રાજા ના કરની જેમ ગુરૂને કર સમજીને તે ચૂકવવા વાંદે.
(૨૬) કરમચન દેશ- દીક્ષાથી લૌકિક કર છૂટયે, હવે આ વંદના કરથી કયારે છૂટાશે? વગેરે દુર્ભાવથી વાંદે.
(૨૭) આશ્લિષ્ટાનાલિષ્ટ દેષ- બાર આવર્તે કરતાં દશ અંગલીથી નીચે રહરણને અને ઉપર લલાટને સ્પર્શવું જોઈએ, તેની ચતુર્ભગી થાય, તેમાં બન્નેને સ્પશે તે ભાંગે શુદ્ધ છે, શેષ ત્રણ ભાંગાથી વદે,
(૨૮) ન્યુન દોષ- વંદનસૂત્રના ઉચ્ચાર કે પચીસ આવશ્યકો પૂરાં ન કરે.
(૨૯) ઉત્તરચૂડા દોષ- વંદન પૂર્ણ કરીને શીખા ચઢાવવાની જેમ છેલ્લે મેટા અવાજથી “મસ્થણ વંદામિ” બોલે.
(૩૦) મૂક દોષ- મુંગાની જેમ વન્દન સૂત્રને પાઠ મનમાં જ અથવા અવ્યક્ત બોલે. (૩૧) હક્રૂર દોષ- સૂત્રોચ્ચાર મોટા અવાજથી અસત્યરીતે કરે અને
(૩૨) ચુડલિ દોષ- બાલક ઉંબાડીયાને ભમાવે તેમ આઘાને ભમાવતે વંદન કરે, કે હાથ લાંબો કરી “હું વાંદુ છું, વાંદુ છું” એમ બોલતે વાંદે, બધા સાધુઓની સન્મુખ બે હાથ ભમાવીને “હું સર્વને વાંદુ છું” એમ બેલ વાં.
આ બત્રીસે દોષને ટાળીને શુધ્ધ વંદન કરવું. કહ્યું છે કે- વંદન કરવા છતાં જે એક પણ દોષથી વિરાધે છે તે ગરૂતની આરાધનાથી થનારી કમ નિરાને પામતો નથી. અને જે બત્રીસે દોષથી રહિત શુદ્ધ વંદન કરે છે તે અલ્પકાળમાં મુક્તિને કે વૈમાનિક દેવગતિને પામે છે. આ ગરૂવંદનનું ૧૪ મું દ્વાર કહ્યું.
૧૫– આઠ કારણપ્રતિક્રમણ, સ્વાધ્યાય અને કાર્યોત્સર્ગ કરતાં, અપરાધ ખમાવતાં, પ્રાથૂર્ણક આવે ત્યારે, આલેચના આપતાં, સંવરણ કરતાં અને છેલે અનશન કરતાં, એમ આઠ કારણે ગુરૂવંદન કરવું.
(૧) પ્રતિકમણ- સવાર-સાંજ પ્રતિક્રમણમાં ચાર વાર બે બે વદન દેવાય છે, તે બધાં વંદન-પ્રતિક્રમણ માટે જાણવાં.
(૨) સ્વાધ્યાય- સાધુને ગોદવહનની ક્રિયામાં એક સગાય પઠવતાં બીજું પ્રવેદન કરતાં અને ત્રીજું કાળ પડિલેહણ કરતાં, વંદન દેવાય છે (ઉદશ-સમુદેશનાં વંદન પણ પ્રવેદનમાં જ ગણાય છે) એ ત્રણ સ્વાધ્યાય માટે દેવાય છે, તેથી બીજું કારણ સ્વાધ્યાય,