Book Title: Dharm Sangraha Bhashantar Saroddhar Part 01
Author(s): Bhadrankarsuri
Publisher: Subaji Ravchand Jechand Jain Vidyashala Trust
View full book text
________________
ધસ ગ્રહ ગુરુ ભા॰ સારાદ્વાર ગા. દર
‘જણ જ ચ ભે” અર્થાત્ હે ભગવંત! (માપને) ચાપનીય અર્થાત્ અંકુશમાં રાખવા ચાગ્ય મન અને ઇન્દ્રિયે ઉપશમના પ્રભાવે પીડારહિત છે ? અને ભે’– હે ભગવ'ત ! ચ' = વળી આપનુ શરીર પણ ખાધા રહિત છે? આ શિષ્યના પાંચમા પ્રશ્ન અખાધા પૂછવા રૂપ વિનય પ્રશ્ન છે. તેના જવાખમાં ગુરુ એવ...' એટલે તું પૂછે છે તેમજ છે, એમ કહે, તે ગુરુના પાંચમા ઉત્તર જાણવા.
૨૦૨
પછી શિષ્ય ગુરુ ચરણે (આઘા ઉપર) એ હાથ અને મસ્તક લગાડતાં અપરાધને ખમાવવા ખામેમિ ખમાસમણેા, દેવસિયં વર્ધમ'' અર્થાત્ હે ક્ષમા શ્રમણ ! દિવસ સંબંધી ( થયેલા સઘળા ) વ્યતિક્રમને (અપરાધાને) ખમાવું છું; એમ કહે. આ શિષ્યના અપરાધખામણાં રૂપ છઠ્ઠો પ્રશ્ન અને ગુરુ જવાબ રૂપે ‘અહમવિ ખામેમિ' અર્થાત્ ‘હું પણ તને ખમાવું છું' કહે તે ગુરુના છઠ્ઠો ઉત્તર જાણવા.
એમ પ્રણામ પૂર્વક અપરાધ ખમાવીને ‘આવસ્સિયાએ’ ખેલતા અવગ્રહની બહાર નિકળે, પછી “પડિયામિ ખમાસમણાણું દેવસિયાએ આસાયણાએ તિત્તિસન્નચરાએ, જકિંચિ મિચ્છાએ, મણુદુમ્ડાએ વયદુડાએ કાયદુષ્કાએ કાહાએ માણાએ માયાએ લાભાએ સવ્વકાલિયાએ સવ્વમિચ્છાવયારાએ સવ્ધમ્માઇકમાએ આસાયણાએ જો મે અઇઆરા કએ” સુધી પાઠ ખેાલે, તેના અર્થ આ પ્રમાણે-સમગ્ર દિવસમાં સાધુ સામાચારી રૂપ સર્વ આવશ્યક પ્રવૃત્તિ કરતાં જે કઈ અાગ્ય થયું હોય તેનું પ્રતિક્રમણ કરુ છુ', એમ એલ્લે કહીને વિશેષ રૂપે જણાવે કે–સમગ્ર દિવસ સબધી આપના પ્રત્યે (હવે પછી કહેવાશે તે) તેત્રીસ પૈકી કોઇ એક-એ-ત્રણુ વગેરે આશાતના થઈ હોય, તેનું પ્રતિક્રમણ કરુ છું. આ ‘પ્રતિક્રમણ કરુ છું' એ અ આગળના પદોમાં પણ સત્ર સમજવા.
આ આશાતનાઓને વિશેષ સ્પષ્ટ કરવા કહે છે કે-જે કંઈ મિથ્યા નિમિત્તો પામીને અસદ્ભાવ કરારૂપ આશાતનાથી, તે પણ પ્રદ્વેષાદિ દુષ્ટ મન દ્વારા, અસભ્ય કઠોર વગેરે વચનદ્વારા, અને નજીક બેસવું, અસભ્ય બેસવું–ચાલવું, વગેરે કાયાદ્વારા થયેલી આશાતના આથી, તેમાં પણ ક્રોધ, માન, માયા અને લાભ રૂપ કષાયાને વશ ખની કરેલી આશાતના આથી, એમ દિવસ સ`બધી આશાતના કહીને ( ભૂત – ભવિષ્ય – વર્તમાન રૂપ) સર્વકાળની આશાતનાઆથી, તેમાં પણ સર્વ મિથ્યા ઉપચારથી એટલે દભ, માયા, કપટ વૃત્તિથી કરેલી આશાતનાઓથી, તેમાં પણ સ ધર્મના અતિક્રમ એટલે અષ્ટ પ્રવચન માતાદિ સ ધ અનુષ્ઠાનાના અતિક્રમ કરવા રૂપ આશાતનાથી, મે' જે કોઈ અતિચાર કર્યાં હોય- “તસ્સ પડિકકમામિ નિંદામિ ગરિહામિ અપાણ વાસિરામિ’” અર્થાત્ તેનું પ્રતિક્રમણુ કરું છું, એટલે પુનઃ નહિ કરવાના નિશ્ચય કરવા રૂપે તેનાથી પાછા ક્રું છું; તથા આત્મસાક્ષીએ ' નિંદા એટલે તે આશાતનાની ક્રિયારૂપ મારા અયાન્ચ પર્યાયની વમાન વિશુદ્ધ પર્યાય દ્વારા