Book Title: Dharm Sangraha Bhashantar Saroddhar Part 01
Author(s): Bhadrankarsuri
Publisher: Subaji Ravchand Jechand Jain Vidyashala Trust
View full book text
________________
૫૦ ૪. દિનચર્યા – પ્રતિક્રમણની વિધિ
૨૪૭
વંદન પછી પૂર્વે જણાવ્યા પ્રમાણે ‘અશ્રુÎિ’ સૂત્ર ખાલી ગુરુને ખમાવે, તેમાં પાંચ સાધુની માંડલી હોય તેા (વર્તમાનમાં ચાર હાય તા) એક સાધુ જયેષ્ઠને ખમાવે તેની સાથે બધા પણ ખમાવે, એવી પરપરા છે. તત્ત્વથી તેા ગુરુથી માંડીને ક્રમશઃ સને ખમાવવા જોઈએ. છતાં પરપરા એવી છે કે પાંચ વગેરે સાધુ હોય તે ત્રણ વડિલા સુધી ખમાવે, પછી એ વાંઢણાં દે. આ વનને અલ્લિયાવંદન અર્થાત્ આશ્રય માટેનું વંદન કહેવાય છે, મતાન્તરે ક્રાયેાત્સગ માટેનુ પણ જણાવેલુ છે.
પછી કષાયાથી પાછા ખસતા હોય તેમ અવગ્રહમાંથી પાછા પગે બહાર નિકળીને ‘આયરિય ઉવજઝાએ' સૂત્ર ખેલે. એ સૂત્ર અને અર્થ વંદિત્તું' સૂત્ર પછી કહીશું. તેની પછીના કાઉસ્સગ્ગામાં પ્રથમ કાઉસ્સગ્ગ ચારિત્રની શુદ્ધિ માટે છે. ચારિત્રની શુદ્ધિ કષાયના ત્યાગથી થાય છે, કારણ કે ચારિત્ર પાલન કરવા છતાં કાચા તીવ્ર હોય તેનું ચારિત્ર શેરડીનાં પુષ્પની જેમ નિષ્ફળ કહ્યું છે, માટે પ્રથમ કષાયાને ટાળવા આરિય ઉવજ્ઝાએ’ સૂત્ર દ્વારા આચાર્ય, ઉપાધ્યાય, શિષ્ય, સાધર્મિક, કુલ, ગણ પછી સકળ શ્રમણ સંધ અને છેલ્લે સ જીવાને ખમાવાય છે.
પછી ‘કરેમિભ'તે' વગેરે ત્રણ સુત્રા ખેલીને કાઉસ્સગ્ગ કરે. અહી ત્રણ વાર કરેમિ ભ'તે' કહેવાનું કારણ એ છે કે સ અનુષ્ઠાના ક્ષમતાથી સફળ થાય, માટે પ્રતિક્રમણની આદિમાં મધ્યમાં અને અ ંતે, એમ ત્રણ વાર પુનઃ પુનઃ સમતાની સ્મૃતિ અને સિદ્ધિ માટે કરેમિભતે કહે છે. આ કાઉસ્સગ્ગમાં ચારિત્રની શુદ્ધિ માટે ચ'દેસુ નિમ્મલયરા ' સુધી એ લાગસ્ત ચિંતવી, પારીને દર્શાનાચારની શુદ્ધિ માટે પ્રગટ લાગસ કહે. સમ્યક્ દન જ્ઞાનને સમ્યગ બનાવે છે, માટે જ્ઞાન કરતાં દર્શનની મહત્તા છે, તેથી દનની શુદ્ધિ માટે આ ભરતમાં થયેલા વર્તમાન ચેાવિશીના ચાવિશે તીથ કરાની સ્તુતિરૂપ લોગસ્સ કહે છે. પછી પણ દર્શનાચારની શુદ્ધિ માટે સવલેએ અRsિ'ત ચેઇઆણુ' વગેરે કહીને કાઉસ્સગ્ગ કરે, તેમાં ‘ચંદૅસુ નિમ્મલયરા' સુધી એક લોગસ્સનું ચિંતન કરે, પછી કાઉસ્સગ્ગ પારીને ચૌદપૂર્વ સુધીના સર્વ શ્રુતજ્ઞાનરૂપ જ્ઞાનાચારની વિશુદ્ધિ માટે ‘પુખ઼રવન્દ્વીઅે’ વગેરે કહીને એક ગસ્સના કાઉસ્સગ્ગ દૈસુ નિમ્મલયા સુધી કરે. પુનઃ પારીને જ્ઞાન, દર્શન, ચારિત્રની નિળ આરાધનાના મૂળ રૂપે સિદ્ધ થયેલા સિદ્ધોની સ્તુતિ ‘સિદ્ધાણં બુદ્ધાણું' ગાથાથી કરે, (પછીની ગાથાઓના અથ વગેરે પૂર્વે કહેલું છે.)
ઉપર કહેલા ત્રણુ કાઉસગ્ગામાં પહેલા એ લાગસ્સના ચારિત્રાચારની શુદ્ધિને આ ખીએ કાઉ॰ જાણવા અને પછી એક એક લેાગસ્સના બીજે તથા ત્રીજો ક્રમશઃ દનાચારની અને જ્ઞાનાચારની શુદ્ધિ માટે જાણવા. તેમાં દર્શન અને જ્ઞાન કરતાં પૂર્વ જણાવી તેમ ચારિત્રની મહત્તા જ હેતુ સંભવે છે.