Book Title: Dharm Sangraha Bhashantar Saroddhar Part 01
Author(s): Bhadrankarsuri
Publisher: Subaji Ravchand Jechand Jain Vidyashala Trust

View full book text
Previous | Next

Page 306
________________ પ્ર. ૪ શ્રાવકનાં વાર્ષિક કર્તવ્યો ૨૮૧ (૨) રથયાત્રા- સારી રીતે શણગારેલા સુવર્ણના, ચાંદીના કે લાકડાના રથમાં શ્રી જિતિમાને પધરાવી સ્નાત્ર પૂજાદિ ભક્તિપૂર્વક મોટા આતંકી સ્ત્રસ્ત ગામ-નગરમાં ફેરવીને પૂજા-ભકિત કરવી-કરાવવી. કારણ કે ચિત્ય (અછાહિકા) યાત્રા રથયાત્રાથી પૂર્ણ થાય છે. રથયાત્રાના પ્રારંભમાં-પ્રભુજીનું સ્નાત્ર, અષ્ટપ્રકારી પૂજા, ચૈત્યવંદન વગેરે કરીને શણગારેલે રથ શક્ય હોય તે જાતે ખેંચ. એ રીતે રાજમાર્ગો ઉપર ચાલતે, સ્થળે સ્થળે સત્કાર પામતે રથ અનેક ભવ્ય જીને અનુમોદના કરાવી બધી બીજનું કારણ બને છે. (૩) તીર્થયાત્રા - શ્રી શત્રુંજય, ગિરનાર વગેરે તથા તીર્થકર દેના જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન અને નિર્વાણની ભૂમિઓ પણ જીવને વિશુદ્ધ ભાવ પ્રગટાવી સંસારથી તારે છે, માટે તીર્થ કહેવાય છે. ત્યાં જનારે સમકિતની શુદ્ધિ માટે વિધિપૂર્વક જિનમહોત્સવ કરે. તેમાં મુખ્યતયા બ્રહ્મચર્ય પાળવું, ઓછામાં ઓછું એકાસણું કરવું, પગે ચાલવું, (ભૂમિશયન, બે ટાઈમ પ્રતિકમણ, સચિત્તને ત્યાગ) વગેરે છરી નું પાલન કરવું. વાહન હોય તે પણ પગે ચાલવું. રાજાની અનુમતિ મેળવીને સાથે રખાય તેવાં જિન મંદિરે બનાવવાં. રસોઈનાં, પાણીનાં સાધનો અને ગાડાં વગેરે વાહને ઈત્યાદિ સામગ્રી તૈયાર કરી પછી બહુમાનપૂર્વક ગુરુમહારાજને, શ્રી સંઘને તથા સ્વજન વગેરેને નિમંત્રવા. અમારિ પ્રવર્તાવવી. મોટી પૂજા ભણાવવી. દિનાદિને દાન દેવું. અગવડવાળાને પણ ખૂટતી સામગ્રી પૂરી પાડવાની ઉદ્દઘોષણા કરીને ઉત્સાહી બનાવવા. સંઘરક્ષા માટે શસ્ત્ર-અખ્તરધારી સુભટને સાથે રાખવા અને ગીત, નૃત્ય, વાજિંત્રાદિ સર્વ સામગ્રીની સજાવટ કરીને શુભ મુહૂર્તો મંગળ-પ્રસ્થાન કરવું. પછી ત્યાં સર્વ સમુદાયને ભજન, વાસ્કૂલ તથા ઉત્તમ વસ્ત્રાદિથી પહેરામણું કરીને તેમાંના પ્રતિષ્ઠાવંત ધર્મીષ્ટ પૂજ્ય એવા ભાગ્યવંત પુરુષોને હાથે સંઘપતિપણાનું તિલક કરાવવું. સંઘપૂજાને મહત્સવ કરવો અને પછી પ્રયાણ કરવું. માર્ગમાં ગામે ગામ શ્રી સંઘની સાર-સંભાળ કરવી અને તે તે જિનમંદિરમાં સ્નાત્રપૂજા ધ્વજદાન, ચૈત્યપરિપાટી વગેરે મહત્ય તથા જિર્ણોદ્ધાર કરાવવા. એ રીતે તીર્થ પ્રભાવના કરતાં તીર્થે પહોંચે ત્યારે દૂરથી દર્શન થતાં જ તીર્થને રત્ન, મેતી વગેરેથી વધાવવું, સ્તુતિ કરવી અને લાડુ વગેરેથી લ્હાણી કરવી. તીર્થે પહોંચ્યા પછી મહાપૂજા, મોટે સ્નાત્ર મહોત્સવ વગેરે કરીને તીર્થમાળ પહેરવી. ઘીની ધારા દેવી. નવ અંગે જિનપૂજા કરવી. રેશમી માટે દેવજ ચઢાવ. રાત્રી-જાગરણ અને ગીત-નૃત્યાદિ મહત્સવ કરે. તથા તીર્થની આરાધનાર્થે ઉપવાસ, છઠ્ઠ, અઠ્ઠમ વગેરે શક્તિ પ્રમાણે તપ કરે. ઉત્તમ ફળ–નિવેદ્ય વગેરે ભેટ કરવું. પહેરામણી કરવી. સુંદર દર્શનીય ચંદ્રએ પ્રભુ ઉપર બાંધ. દીપક માટે ઘી વગેરે તથા પૂજા માટે છેતીયાં, કેસર, ચંદન, અગરૂ, પુષ્પ-ચંગેરી વગેરે સામગ્રી ભેટ આપવી. નૂતન દહેરી વગેરે બનાવવી. કારીગરને દાનથી તેવા. ત્યાં થતી આશાતનાઓ દૂર કરાવવી. રક્ષકોનું સન્માન કરવું. તીર્થ નિર્વાહ માટે લાગો શરૂ કરે કે પ્રબંધ કરે. સાધર્મિક વાત્સલ્ય કરવું. ગુરુ તથા સંઘની યથોચિત પહેરામણી કરવી. યાચક તથા દીન દુઃખીને દાનથી પ્રસન્ન કરવા. એ રીતે યાત્રા કરીને પાછા આવી ભવ્ય નગર પ્રવેશ

Loading...

Page Navigation
1 ... 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330