Book Title: Dharm Sangraha Bhashantar Saroddhar Part 01
Author(s): Bhadrankarsuri
Publisher: Subaji Ravchand Jechand Jain Vidyashala Trust
View full book text
________________
ધસંગ્રહ ૩૦ ભા॰ સારોદ્ધાર ગા. ૬૮
(૩) ઉત્તમ કાળ - પંચમી, દશમી, પુર્ણિમા વગેરે પુર્ણ તિથિએ તથા ઉત્તમ તિથિ-વાર–નક્ષત્ર-યોગ વગેરેમાં આલેચના આપવી. પ્રતિકૂળ (અશુભ-લતાદિ) નિષિદ્ધ યોગા અને અને પક્ષની અષ્ટમી, નવમી, છઠ્ઠી, ચતુર્થી, દ્વાદશી, વગેરે તિથિએ વજ્ર વી.
૧૮૮
૪. ઉત્તમભાવ- શુભ ઉપયાગવાળા થઈને શુભ શુકન વગેરેના ચાગે આલેાચના આપવી. આ પાંચે પ્રકારોથી વિધિપુર્ણાંક આલેાચના દેવાથી જ ભાવશલ્ય છૂટે છે. પેાતે સેવેલા દોષોને પરસાક્ષીએ પ્રગટ નહિ કરવા તે ભાવશલ્ય છે, તેથી સ્વય' સ્વકલ્પના પ્રમાણે ગમે તેટલુ પ્રાયશ્ચિત્ત કરે તેા પણ શુદ્ધિ ન થાય. તાત્પર્ય કે “પાતે છત્રીસ ગુણુ ચુક્ત (આચાય) હાય તે પણ આલેાચના પરસાક્ષીએ જ કરવી.’
જો કે ખીજા આલોચનાચાર્યના અભાવે સ્વય' આલોચના કરનારા શુદ્ધ થાય છે, પરંતુ તેમાંય સિદ્ધોની સાક્ષી તા જોઇએ જ. અર્થાત્ છેવટે સિદ્ધોની સાક્ષીએ પણ આલેચના તા કરવી જ. સશલ્યપણે મરવામાં તા દુર્લભ એધિતા અને અનત સસાર એ ઘણાં માટા દોષો છે. માટે સશલ્ય મરણુના ભયંકર વિપાકા જાણી આત્માને સંવેગી (ઉત્સાહી) બનાવીને આલાચના આપવી.
આલાચકના દૂષણા –
(૧) પ્રાયશ્ચિત્ત ઓછુ આપે એવા આશયથી વૈયાવચ્ચ વગેરેથી ગુરુને વશ કરવા.
(૨) નાના દોષ કહેવાથી હલકા દડ આપે છે' વગેરે ગુરુના સ્વભાવનું અનુમાન કરીને ઓછું પ્રાયશ્ચિત્ત આપે તે રીતે આલેચના આપવી.
(૩) ગુપ્ત દોષોને છૂપાવીને ખીજા જાણતા હોય તે પ્રગટ દોષોની જ આલોચના કરવી. (૪) નાના દોષોને તા દોષ માને જ નહિ, માત્ર મોટા દોષાની જ આલોચના કરે.
(૫) રજા વિના તૃણુની સળી લીધી” વગેરે સૂક્ષ્મ દષાને આલેચે, અને માને કે સૂક્ષ્મ દોષને કહેનારા માટા દોષોને તેા જણાવ્યા વિના રહે જ નહિ, એમ ગુરુ સમજશે, એમ માની માટા દ્વેષ છૂપાવવા.
(૬) ગુરુ પૂર્ણ સાંભળી કે સમજી ન શકે તેમ અસ્પષ્ટ સ્વરે આલાચના કરવી.
(૭) માટા અવાજથી ગુરુ સમજી શકે નહિ તેમ અથવા ખીજા સાધુ સાંભળે તેમ આલેાચના કરવી.
(૮) એકના એક દોષની ઘણા પાસે આલેાચના કરવી.
(૯) છેઃ ગ્રન્થાદિથી અન્ન-અયેાગ્ય આચાર્ય પાસે આલેાચના કરવી.