Book Title: Dharm Sangraha Bhashantar Saroddhar Part 01
Author(s): Bhadrankarsuri
Publisher: Subaji Ravchand Jechand Jain Vidyashala Trust

View full book text
Previous | Next

Page 315
________________ ધૂમ'ગ્રહ ગુ૦ ભાવ સારાદ્વાર ગાથા ૬૮ ૧૯૦ ગામા પક્ષીઓ ભાગના કરીને પ્રાયશ્ચિત્ત સ્વીકારવું એ શ્રાવકનુ વાર્ષિક કૃત્ય છે. અહીં શ્રાવકનાં વાર્ષિક કત્ચાનુ વર્ણન પૂર્ણ થયું. શ્રાવકાનાં જન્મ વ્યા શ્રાદ્ધવિધિ પ્રકરણમાં ગા૦ ૧૫ની ટીકામાં કહ્યું છે કે- શ્રાવકે માનવ જન્મ જેવા સામગ્રી સપન્ન ઉત્તમ જન્મને પામીને તેની સફળતા માટે ૧- જિનમંદિર બંધાવવું, ૨- જિનપ્રતિમા ભરાવવી, ૩- તેની પ્રતિષ્ઠા કરવી, ૪- પુત્રાદિને દ્વીક્ષા આપવી, ૫- ગુરુને આચાર્ય પદ્ઘ વગેરે પદપ્રદાન કરવું, ૬- ધર્મશાસ્ત્રા લખવાં-લખાવવાં અને ૭- પૌષધશાળાદિ કરાવવાં. એ સાત મુખ્ય કર્તાવ્યા કરવાં જોઇએ. તેમાં- ૧. જિનમદિર બનાવવુ એ સાતે ક્ષેત્રમાં ધન વ્યય કરવાના પ્રસગે પૂર્વે કહ્યુ છે, એટલે અહીં તેના વિધિ કહીએ છીએ. તેમાં જિનમંદિર બનાવનાર ગૃહસ્થની યાગ્યતા ષોડષક ગ્રન્થમાં જણાવી છે કેતે ન્યાયાપાર્જિત વૈભવવાળા, પ્રતિભા સપન્ન, બુદ્ધિવાળા, સુંદર મનારથાવાળા, ઔચિત્ય, વિવેક, વિનયાદિ સદાચારયુક્ત અને ગુર્વાદિ ડિલાને તથા રાજા મંત્રી વગેરેને માન્ય હોય, પચાશકમાં પણ કહ્યુ છે કે- અનુકૂળ-ધર્મી-સ્વજન – પરિવારવાળા, ઉત્તમકુળમાં જન્મેલા, ન્યાયપાર્જિત ધનવાળા, ગંભીર-ઉદાર આશયવાળા, ધીર, બુદ્ધિશાળી, શ્રુત-ચારિત્રના રાગી, માતાપિતાદિ તથા ધર્માંગુરૂ પ્રત્યે પ્રીતિવાળા, શુશ્રુષાદિ બુદ્ધિના આઠ ગુણવાળા અને જિનાજ્ઞા પ્રત્યે દૃઢ શ્રદ્ધાળુ, વગેરે ગુણાથી યુક્ત ગૃહસ્થ મદિર કરાવવાના અધિકારી છે. આવા ઉત્તમ આત્માએ બનાવેલું મંદિર સંધમાં પ્રતિષ્ઠા પામે છે. મદિર બધાવવાના વિધિ- શાસ્ત્રમાં કહ્યું છે કે – જિનમંદિર ખાંધવામાં ૧. ભૂમિશુદ્ધિ, ૨. દલશુદ્ધિ, ૩. કારીગરા સાથે સરળ વ્યવહાર, ૪. પેાતાના ભાવની શુદ્ધિ-વૃદ્ધિ અને પ. જીવ જયણા, એ પાંચ ખાખતા જોઇએ. તેમાં – (૧) ભૂમિક્ષુદ્ધિ = દ્રવ્ય અને ભાવ એમ ભૂમિ બે પ્રકારે શુદ્ધ જોઇએ. તેમાં જ્યાં ખીલા, હાડકાં, કાલસા, વગેરે દટાયેલાં ન હોય, ઉત્તમ મનુષ્યા જ્યાં જતા આવતા હોય, તે ભૂમિ દ્રવ્યથી વ્રુદ્ધ અને જ્યાં મદિર બાંધતાં અન્ય લેાકેાને અપ્રીતિ ન થાય, તે ભાવથી શુદ્ધ જાણવી. ષોડષકમાં કહ્યું છે કે વાસ્તુશાસ્ત્રના નિયમથી જે ચેાગ્ય હાય, ન્યાયથી મેળવી હાય અને અન્ય લોકોને ઉપતાપનું કારણ ન હોય તે ભૂમિ (ભાવથી) શુદ્ધ જાણવી. (૨) દલશુદ્ધિ= દલ એટલે લાકડું, ઇટા, પથ્થર વગેરે વસ્તુઓ, તે કોઈ વ્ય'તસદ્ધિ દેવથી અધિષ્ઠિત કે કાઈ તિર્યંચ અથવા મનુષ્યની માલિકીવાળા જંગલમાંથી ન લાગ્યો હોય,

Loading...

Page Navigation
1 ... 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330