Book Title: Dharm Sangraha Bhashantar Saroddhar Part 01
Author(s): Bhadrankarsuri
Publisher: Subaji Ravchand Jechand Jain Vidyashala Trust

View full book text
Previous | Next

Page 326
________________ પંથ સમાપ્તિ ૩૧ આ ગ્રન્થના પ્રારંભમાં ગૃહસ્થને સામાન્ય ધર્મ કહીને તે પછી મિત્રી, પ્રમદ, કરૂણા અને માધ્યસ્થ ભાવનાથી ભાવિત અનુષ્ઠાને રૂપ આ વિશેષ ધર્મ કહ્યો છે, તે અન્ય ય અને હેય પદાર્થોની જેમ માત્ર હેય-ય નથી, પણ ઉત્તમ આત્માઓને અનુદ્ધેય (ઉપાદેય) છે, કારણ કે સર્વ પાપ વ્યાપારના ત્યાગરૂપ અને નિરવ વ્યાપારમાં પ્રવૃત્તિરૂપ ચારિત્ર ધર્મરૂપી પર્વત ઉપર ચઢવા માટે આ ધર્મ સીડી- કેડી તુલ્ય છે. ધર્મબિંદુમાં કહ્યું છે કે “જેમ બુદ્ધિમાન પુરૂષ એક એક પગલું ચાલતે પર્વત ઉપર ચઢી જાય છે, તેમ ધીરપુરુષે આ આ ગૃહસ્થ ધર્મનું સારી રીતે પાલન કરવાથી નિશ્ચ ચારિત્રરૂપી પર્વત ઉપર ચઢી શકે છે. આ પ્રમાણે પહેલાં નાના ગુણની આરાધના કરીને મોટા ગુણની આરાધના કરવી તે ન્યાયમાર્ગ હોવાથી અમે પહેલાં ગૃહસ્થ ધર્મનું સ્વરૂપે વર્ણવ્યું છે. કિન્તુ સર્વને માટે આ ન્યાય નથી, કારણ કે પુર્વ જન્મની આરાધનાના બળે યોગ્યતા પામેલા મહાત્મા લિભદ્રજી. વગેરે ઘણા ગૃહસ્થ ધર્મની આરાધના વિના પણ સાધુધર્મને પામ્યા છે. તથાપિ કાળની તરમતાને કારણે આ ક્રમને અનુસરવું તે હિતકર છે. કારણ ધર્મબિંદુમાં કહ્યું છે કે, આ પંચમકાળમાં તે અહીં જણાવેલા સમ્યકત્વથી માંડીને છેલ્લે પ્રતિમા પાલન સુધીના પૂર્ણ શ્રાવકામની યથાશક્ય આરાધના કરનાર આત્મા ચિત્તને નિર્મળ કરીને સાધુધને પામી શકે છે. પચાશકમાં પણ કહ્યું છે કે “વર્તમાન કાળ અશુભ છે, સંયમનું પાલન દુષ્કર છે, માટે દીક્ષાર્થીએ પ્રથમ આ ગૃહસ્થ ધર્મની આરાધના દ્વારા પિતાની યોગ્યતા પ્રગટાવવી જોઈએ. એ રીતિએ પરમ ગુરૂભટ્ટારક શ્રી વિજયાનંદસૂરિશિષ્ય, પંડિત શ્રી શાન્તિવિજય ગણિ ચરણસેવી, મહોપાધ્યાય શ્રી માનવિજય ગણિ વિરચિત પણ ધર્મસંગ્રહની ટીકામાં સામાન્ય ગૃહસ્થ ધર્મના વર્ણનરૂપ પહેલા ભાગને તપાગચ્છાધિપ, સંઘસ્થવિર, પૂ. આચાર્ય મહારાજ શ્રી વિજયસિદ્ધિસૂરિપટ્ટાલંકાર સ્વર્ગત અમદમાદિ ગુણભૂષિત પૂ. આચાર્ય શ્રી વિજય મેઘસૂરિ પટ્ટધર ગાંભિર્યાદિ ગુણોપેત પૂ. આચાર્ય શ્રી વિજયમનહરસૂરિ શિષ્યરત્ન શ્રી વિજયભદ્રકરસૂરિકૃત , ગાત્રાળી / • ભાષાન્તરનો સારોદ્ધાર સમાપ્ત થયે.

Loading...

Page Navigation
1 ... 324 325 326 327 328 329 330