Book Title: Dharm Sangraha Bhashantar Saroddhar Part 01
Author(s): Bhadrankarsuri
Publisher: Subaji Ravchand Jechand Jain Vidyashala Trust
View full book text
________________
૨૯૬
ધ સ’ગ્રહ ગુ૦ ભા॰ સારાદ્વાર ગા. ૬૮
મેરૂપ તની જેમ, જમૂદ્રીપની જેમ, લવણુ સમુદ્રની જેમ, ઇત્યાદિ શાશ્વત પદાર્થો જેમ સ્થિર છે તેમ આ પ્રતિષ્ઠા યાવરચંદ્રદિવાકરી સ્થિર રહા !” એમ બેલવું. તદુપરાંત તે પ્રસંગે ખીજા માંગલિક કાવ્ય વગેરે ખેલવાં તે વધુ કલ્યાણકારી છે, એમ શાસ્ત્રજ્ઞ મહાપુરુષોએ કહ્યુ છે.
પણ
પ્રતિષ્ઠા પ્રસ`ગે સ્નાત્ર-અભિષેક કરતાં પ્રભુની જન્મ અવસ્થાને, ફળ, નૈવેદ્ય, પુષ્પ, વિલેપન, સંગીત વગેરે પુજા કરતાં પ્રભુની કૌમાર્ય, રાજ્ય વગેરે ગૃહસ્થપણાની વિવિધ અવસ્થાઓને, ‘વસ્ત્રોથી શરીર આચ્છાદિત કરવુ? વગેરે અધિવાસનાના પ્રસંગે તેની શુદ્ધ ચારિત્રાવસ્થાને, નેત્રમાં અંજન કરતાં કેવળજ્ઞાન પ્રગટ થયુ. તે અવસ્થાને અને તે પછી સર્વ પ્રકારની પૂજા કરતાં સમવસરણુસ્થ અવસ્થાને ચિંતવવી. એમ શ્રાદ્ધસામાચારીની ટીકામાં જણાવ્યું છે.
એમ પ્રતિષ્ઠાના વિધિ પૂર્ણ થયા પછી શક્તિ અનુસાર શ્રીચતુર્વિધસંઘની પૂજા કરવી. સાધુ–સાધ્વી–શ્રાવક-શ્રાવિકા રૂપ સંઘના એક એક અંગની પૂજા કરતાં સમગ્ર શ્રીસંઘની પૂજા ઘણી ગુણકારક છે, કારણ કે શ્રીસંઘને તીર્થંકર પછી બીજા નંબરે, અથવા તી'કર તુલ્ય, કે અપેક્ષાએ તીર્થંકરથી પણ અધિક કહ્યો છે. જનસમૂહના પણ યથાયાગ્ય ભાજન વગેરેથી સત્કાર કરવા. તેમાં સ્વજન અને સાધર્મિકાના ઉત્તમભાજન – પહેરામણી વગેરેથી વિશિષ્ટ સત્કાર કરવા તે તેઓનું પરમવાત્સલ્ય છે. તથા પ્રતિષ્ઠા અંગે શુભભાવથી આઠ દિવસ સુધી મહોત્સવ કરવા. કેટલાક આચાર્યા કહે છે કે આ મહોત્સ કરવાથી જિનભક્તિ–પુજા સતત ચાલુ રહે છે. (પુજકાની અને તેમના ભાવની ઉત્તરાત્તર વૃદ્ધિ થાય છે.) અન્ય આચાર્ચીના મતે (આઠ દિવસના ન અને તા) ત્રણ દિવસના ઓચ્છવ તા અવશ્ય કરવા. અને શાસનેાતિ માટે તા તે દિવસોમાં સજીવાને સ્વવૈભવ અનુસારે દાન કરવું. તેમાં- પૂર્વના દિવસે કરતાં પણ સવિશેષ પૂજા કરીને વિધિપુર્ણાંક કાંકણમાચન કરવું. પત્ર, પુષ્પ-ફળ-અક્ષતમિશ્રિત સુગંધી જળથી રાંધેલા ધાન્યના ભૂતાદિને અલિ પ્રક્ષેપ કરવા, કાંકણ-માચન અને ભૂતલિ કરતાં પણ પૂર્વની અપેક્ષાયે થાડુ' પણ દીન-દુઃખીઓને દાન કરવુ. તેમ જ તે પછી પણ પ્રતિદિન વિધિપૂર્વક પૂજા, દર્શન-રથયાત્રા, સ્નાત્રમહાત્સવ, વગેરે અનુષ્ઠાના એવા ભાવ અને આડ’બરથી કરવાં કે ઉત્તરોત્તર સંસારના વિરહરૂપ મેાક્ષની પ્રાપ્તિ થાય.
પ્રતિષ્ઠા પછી એક વર્ષ દરરોજ સ્નાત્રપૂજા વગેરે સતત કરવું અને પ્રતિષ્ઠાની તિથિએ વિશેષ કરવું. વર્ષ પુર્ણ થતાં પુનઃ અઠ્ઠાઈ મહાત્સવ વગેરે વિશેષ પૂજન કરવું કે જેથી સદ્ગતિનું આયુષ્ય બંધાય. તે પછી પણ ઉત્તરોત્તર સવિશેષ પૂજા-ભક્તિ ચાલુ રાખવી એ પ્રમાણે પ્રતિષ્ઠા વિધિ કહ્યો.
૪. પુત્રાદિને દીક્ષા આપવી= પ્રતિષ્ઠાની જેમ મેાટા આડંબરથી શ્રીસ ધ તથા ગુર્વાદિને પાતાને ત્યાં નિમંત્રીને પુત્ર, પુત્રી, ભાઈ, ભત્રીજા, આદિ સ્વજનને તથા મિત્ર કે