Book Title: Dharm Sangraha Bhashantar Saroddhar Part 01
Author(s): Bhadrankarsuri
Publisher: Subaji Ravchand Jechand Jain Vidyashala Trust
View full book text
________________
૨૮૦
ધર્મસંગ્રહ ગુહ ભાટ સારદ્વાર ગાથા ૬૮
૨. સાધર્મિક ભક્તિ- સમાન ધર્મ કરનારા સાધર્મિક કહેવાય, તેનું વાત્સલ્ય પણ સ્વશક્તિ પ્રમાણે પ્રતિ વર્ષે કરવું જોઈએ. સઘળાનું ન કરી શકાય તે ઓછામાં ઓછા એક બે પણ શ્રાવક-શ્રાવિકાની ભક્તિ અવશ્ય કરવી. આ સંસારમાં ભમતાં જીવને માતાપિતાદિના સંબંધે તે સર્વ જીવ સાથે ઘણી વાર થયા, પણ સાધર્મિક સંબંધ તે કઈક વાર કેઈકની સાથે જ થાય છે, એવા દુર્લભ સાધર્મિકની ભક્તિ કરવાથી સર્વ ધર્મની આરાધના કરતાં પણ અધિક ફળ મળે છે. મુનિઓને રાજપિંડ અકય હોવાથી રાજાઓને તે સાધર્મિક ભકિતથી જ અતિથિ સંવિભાગ દ્રત કરી શકાય. તેમાં –
' (૧) દ્રવ્યસાધર્મિક વાત્સલ્ય- પિતે શ્રીમંત હોય તે દરરોજ એક, બે, ત્રણ સાધર્મિકોને જમાડે, તેમ ન બને તે પુત્રાદિના જન્મ-લગ્ન, કે એવા શુભપ્રસંગે તેઓને આમંત્રીને જન સમયે “તેઓના પગ ધોવા, ઉત્તમ આસને બેસાડવા” વગેરે વિનય કરીને શ્રેષ્ઠ ભાજનમાં શ્રેષ્ઠ ભોજન કરાવે અને શક્તિ પ્રમાણે તબેલ, વસ્ત્ર કે આભરણોથી સત્કાર કરે. સંકટમાં પડેલાને પિતાના ધનથી છોડાવે અને નિર્ધન થયેલાને ધન આપીને સમૃદ્ધ કરે. કહ્યું છે કે- “જેણે છતા વૈભવે દીન-દુઃખીઓને ઉદ્ધાર ન કર્યો, સાધર્મિકેનું વાત્સલ્ય ન કર્યું અને હૈયામાં વિતરાગને ન પધરાવ્યા, તે જન્મને નિષ્ફળ હારી ગયે.”
(૨) ભાવસાધર્મિક વાત્સલ્ય- સીદાતા જે ધર્મ કરી શકતા ન હોય, તેઓની અગવડે ટાળીને સગવડ આપી ધર્મમાં જોડવા, સ્થિર કરવા, પ્રમાદી સાધર્મિકોને તે તે કર્તવ્યને ખ્યાલ કરાવે, ભૂલેલાની ભૂલ સુધારવી, અને વાત્સલ્ય ભાવે સન્માર્ગે જોડવા, એમ છતાં ન સમજે તે પણ નારાજ ન થતાં વાર વાર પ્રેમથી પ્રેરણા કરવી, સભાવથી સારણા-વારણાદિ કરીને ધર્મમાં જોડવા-સ્થિર કરવા, વગેરે ભાવવાત્સલ્ય જાણવું.
૩. યાત્રાવિક– અષ્ટાદ્ધિકા, રથયાત્રા અને તીર્થયાત્રા, એમ જિનેશ્વરની ત્રણ યાત્રા કહી છે, તે શ્રાવકે પ્રતિ વર્ષે સ્વશક્તિ પ્રમાણે કરવી જોઈએ. તેમાં
(૧) અઠ્ઠાઈ મહોત્સવરૂપ યાત્રામાં – યથાશક્તિ દાન તપ કરવો અને શાસનપ્રભાવના માટે વસ્ત્રાદિથી શરીર શોભાં કરવી, ઉપરાંત ગીત, વાજિંત્ર, સ્તુતિ, સ્તવન, નાટકાદિ કરવું જોઈએ. તેમાં નાટક વગેરે તે મહત્સવની આદિથી અંત સુધી કરવું અને દાન પ્રારંભથી કરવું. યાત્રા પંચાશકમાં કહ્યું છે કે- મહોત્સવમાં રંક-દીન-દુખી વગેરેની પ્રસન્નતા માટે મહત્સવના પ્રારંભથી તેઓને દાન કરવું, વ્યાખ્યાતા ગુરુએ પણ સ્વશક્તિ પ્રમાણે રાજા કે અધિકારીઓને ઉપદેશ કરી કસાઈ માછીમાર આદિ હિંસકોની આજીવિકાને પ્રબંધ કરાવી જીવોને અભયદાન અપાવવું અને રાજાનાં દાણ, કર વગેરે માફ કરાવવાં. ગુરુને એગ ન હોય તે ધનિક શ્રાવકેએ અમારિ, અચેરી વગેરે કરાવવું. નાટક સંગીત ચાલુ કરવાં, વાજિંત્રો વગડાવવાં અને સર્વ મંદિરમાં અંગરચના, વિશિષ્ટ પૂજા વગેરે મહોત્સવ કરે.