Book Title: Dharm Sangraha Bhashantar Saroddhar Part 01
Author(s): Bhadrankarsuri
Publisher: Subaji Ravchand Jechand Jain Vidyashala Trust

View full book text
Previous | Next

Page 309
________________ ૨૮૪ ધર્મ સંગ્રહ ગુરુ ભા૦ સાધાર ગાથા ૬૮ ૧. આકાચક– આલોચના આપનાર રાં જ શાકમાં કહ્યાં છે તેમાં (૧) સંગી- એટલે સંસારથી ભય પામેલ હોય તે જ યથાર્થ આલોચના કરી શકે, કારણ કે પિતાના દેશે સ્વમુખે કબૂલવા એ અતિદુષ્કર છે. (૨) માયા રહિત- અશઠ હોય તે જ પિતાની ભૂલને પૂર્ણરૂપમાં કહી શકે. (૩) બુદ્ધિમાન - અપરાધોને સમજે તે જ યથાર્થ આલોચના કરી શકે. (૪) કલ્પસ્થિતઃ સ્થવિરકલ્પ, જાતકલ્પ કે સમાપ્તકલ્પાદિમાં વક્ત હોય તે પિતાના દે પ્રત્યે જુગુપ્સાવાળો હોય. (૫) અનાશસી= ઈહ-પર લેકની બાહ્ય ઈચ્છા વિનાને. (૬) પ્રજ્ઞાપનીય = આગ્રહ વિનાને, સત્યને સત્યરૂપે સ્વીકારવાની યેગ્યતાવાળો. (૭) શ્રધ્ધાળુ = જિનવચન તથા ગુરુ પ્રત્યે શ્રદ્ધાવાળો. (૮) આજ્ઞાયુક્ત= વડીલે- પૂની આજ્ઞાને માનનાર. (૯) દુષ્કૃતને પશ્ચાતાપ કરનાર, (૧૦) આલોચનાની વિધિમાં આદરવાળે અને (૧૧) દ્રવ્યાદિ અભિગ્રહ કરવા-કરાવવા-અનુમોદવામાં રુચિવાળો- આ અગીયાર ગુણવાળો હોય તે જ તત્વથી સાચી આલોચના કહી શકે, માટે આલોચક એ અગીયાર ગુણવાળો જોઈએ. ર. આલોચનાચાર્ય – જેમની પાસે આવેચના લેવી છે તે આચાર્ય પણ છ ગુણવાળા શાસ્ત્રમાં વર્ણવ્યા છે તેમાં - (૧) ગીતાર્થ – જેની સન્મુખ આલેચના આપવાની હોય તે ગુરુ, નિશિથાતિ પ્રાયશ્ચિતગ્રંથના જ્ઞાતા જોઈએ. (૨) કતાગી= મન, વચન, કાયારૂપ ગેનું ઐય કે બાહ્ય-અયંતર તપના અભ્યાસથી જેણે સર્વ કેળવ્યું હોય. (૩) ગ્રાહણકુશળ = આલેચકને ઉત્સાહ વધારી પ્રાયશ્ચિત ગ્રહણ કરાવવામાં કુશળ હોય. (૪) ખેદજ્ઞ = પ્રાયશ્ચિત આપવામાં થતા પરિશ્રમ સહન કરવામાં સમર્થ હોય.

Loading...

Page Navigation
1 ... 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330