Book Title: Dharm Sangraha Bhashantar Saroddhar Part 01
Author(s): Bhadrankarsuri
Publisher: Subaji Ravchand Jechand Jain Vidyashala Trust

View full book text
Previous | Next

Page 310
________________ ૨૮૫ પ્ર૪. શ્રાવકનાં વાર્ષિક કાવ્યોમાં આલેચના (૫) ચારિત્રી= નિર્મળ-નિર્દોષ ચારિત્રના પાલક હેય અને (૬) અવિષાદી= આલોચકના વિવિધ નાના મોટા દો જાણીને વિષાદ નહિ કરનારા. એ છ ગુણવાળા ગુરુની પાસે આવેચના આપવાથી તે યથાર્થ શુદ્ધિ કરી શકે. પંચાશકમાં તે કહ્યું છે કે તે ઉપરાંત “પર હિત કરવામાં રુચિવાળા, આલોચકના સૂક્ષમ પણ મને ભાવને જાણવામાં કુશળ અને ઈગિતાકારથી ચિત્તને સમજનારા એવા ગુરુ યથાર્થ શુદ્ધિ કરી શકે. શ્રાધાજીતક૯૫માં તે આલેચનાચાર્યનાં આઠ ગુણ કહાં છે. તેમાં(૧) આચારવાનું = જ્ઞાનાચાસ િપાંચે આચારનાં યથાર્થ પાલક. (૨) અવધારણવાન્ = આલેચકે કહેલાં દેને પૂર્ણતયા અવધારણ યાદ કરી શકે તેવા. (૩) વ્યવહારવાનુ= આગમ, કૃત, આજ્ઞા, ધારણા અને જિત એ પાંચ વ્યવહાર છે, તે પૈકી અન્યતર વ્યવહારનાં જાણ તે વ્યવહારવાનું કહેવાય છે તેમાં ૧. આગમવ્યવહારકેવળીથી નવપૂર્વી સુધી હોય. ૨. શ્રત વ્યવહાર-નવપૂર્વથી ઘટતાં યાવત્ અગ્યાર અંગ અને નિશીથ વગેરે તત્કાલિન સમગ્ર શ્રતનાં જ્ઞાતાને હોય. ૩. આજ્ઞા વ્યવહાર- પરસ્પર દૂર વિચરતા બંને ગીતાર્થો સાંકેતિક ભાષામાં શિષ્યદ્વારા આલોચના મોકલે અને પ્રાયશ્ચિત મંગાવે તે. ૪. ધારણા વ્યવહારએટલે પિતાના આચાર્યું તેનું પ્રાયશ્ચિત આપતા હોય તેને ધારી રાખી તે પ્રમાણે શિષ્ય પણ પ્રાયશ્ચિત આપે છે. પ. જિતવ્યવહાર–એટલે આગમમાં કહેલું હોય તેનાથી ન્યૂન કે અધિક પ્રાયશ્ચિત આપવાની પરંપરા છે. | (૪) ઉદ્દબ્રીડક – લજજાથી શરમાતા આલેચકની લજાને દુર કરાવી યથાસ્થિત આલોચના કરાવનાર (૫) પ્રકુર્વીિ – ઉપર જણાવેલા ગુણો સાથે આલોચકને પ્રાયશ્ચિત આપી તેની શુદ્ધિ કરાવનાર, (૬) અપરિશ્રાવી- આલેચકના દોષે કદાપિ કોઈને નહિ કહેનાર (સમુદ્ર જેવા ગંભીર) (૭) નિર્યાપક - આલેચકને નિભાવનારા - તેની શકિતને અનુસરીને પ્રાયશ્ચિત આપનાશ જ ' - ) અપાયદશક- આલોચકને દેષ સેવવાનાં કારણે જેવા કે, દુષ્કાળ, શરીર દોબલ્પ વગેરેને જાણ અથવા આલેચના કે પ્રાયશ્ચિત ન કરવાથી થનારી દુર્લભધિતા વગેરે દેને સમજાવનાર, એમ આઠ ગુણવાળા ગુને આલોચનાચાર્ય કહા છે.

Loading...

Page Navigation
1 ... 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330