Book Title: Dharm Sangraha Bhashantar Saroddhar Part 01
Author(s): Bhadrankarsuri
Publisher: Subaji Ravchand Jechand Jain Vidyashala Trust
View full book text
________________
ર૭૪
ધર્મ સંગ્રહ ગુરુ ભા. સારવાર ગાથા- ૬૭
રાત્રીને કાળ સામાન્યતયા ને પાપમાં પ્રેરક લેવાથી અને અનાદિ વિષય સેવનના સંઅર દઢ હોવાથી નિદ્રામાંથી જાગી જાય ત્યારે વિકારને વશ ન થતાં સ્ત્રીના (પુરૂષના) શરીરની અપવિત્રતાનું સવિશેષ ચિંતન કરવું અને શ્રીજબૂસ્વામિજી, શ્રીસ્થૂલભદ્રજી, શ્રી વિજય શેઠ, વિજયા શેઠાણી, ચંદનબાળા, વગેરે સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાઓનાં, સતીઓનાં તથા સપુરુષનાં ચરિત્રોનું ચિંતન કરી આત્મસત્વ પ્રગટાવવું, કષાયને જીતવાના ઉપાયે વિચારવા, સંસારની અસારતાનું અને ધર્મના ઉપકારનું ચિંતન કરવું. તેમાં સ્ત્રી શરીર માંસ અને મળમૂત્રની કથળી છે, શ્લેષ્મ, કફ, થંક વગેરેનું ઝરણું છે, કૃમિ વગેરે જેનું અને રેગોનું ઘર છે. તથા કૃત્રિમ-ક્ષણવિનશ્વર એવું તેનું રૂપ તે પુરુષોને ફસાવવાની ફાંસી છે વગેરે ચિંતવવું.
કષાયને જીતવાના ઉપાયે વિચારવા કે- ક્ષમા, નિરભિમાનતા, સરળતા અને સંતેષથી કમશઃ ક્રોધ-માન-માયા-લોભને, વૈરાગ્યથી રાગને, મિત્રીથી શ્રેષને, વિવેકથી મૂઢતાને, રૂપની કૃત્રિમતા વિચારીને કામને, ગુણાનુરાગથી મત્સરને, ઈન્દ્રિયેના અને મનના સંયમથી વિષયને, ત્રણ ગુપ્તિથી ત્રણ દંડને, અપ્રમાદથી પ્રમાદને અને વિરતિથી અવિરતિને, એમ મહિને જીતવા માટે શુભચિંતન કરવું. સંસારની અસારતા અંગે પણ વિચારવું કે-નરકમાં નારકીઓ જે દુઃખ ભેગવે છે તેનું વર્ણન કરવું કઈ રીતે શક્ય નથી. ત્યાં તેઓ રાત્રી-દિવસ દુઃખની આગમાં સળગી રહ્યા હોય છે અને “ત્રાહિ ત્રાહિ પિકારે તેમ તેમ પરમાધામદેવે તેઓને અધિકાધિક પીડે છે. આંખના પલકારા જેટલું પણ સુખ ત્યાં નથી. નિગોદમાં તે તેથી પણ અનંતગુણ દુઃખ હોય છે.
મનુષ્યપણામાં અગ્નિમાં તપાવેલી સોયે એક સાથે સમગ્ર શરીરમાં સેંકવાથી જે દુઃખ થાય તેથી આઠગણું દુઃખ જન્મતાં, જમ્યા પછી પણ જેલ, શસ્ત્રપ્રહાર, બંધન, રેગે, ધનનાશ, કુટુંબવિયેગ, વૃદ્ધાવસ્થા અને મરણ વગેરેનાં અસહ્ય દુઃખે, ઉપરાંત સંતાપઅપકીર્તિ- અપભ્રાજના વગેરે માનસિક દુખે તે એવા હોય છે કે તેને ભેગવતાં કેટલાક આપઘાતને પણ કરે છે.
દેવભવમાં પણ ઈર્ષ્યા, વિષાદ મદ, ધ, માયા, લેભથી પીડાતા દેવે રચવનકાળે ભાવિ ગર્ભવાસ વગેરે જાણીને અતિદુઃખી થાય છે અને તિર્યંચગતિનાં દુઃખે તે પ્રત્યક્ષ છે. એમ સંસારને દુઓની ખાણ તુલ્ય સમજીને તેના પ્રત્યે વૈરાગ્ય કેળવો અને ધર્મના મનોરથ કરવા કે અન્યભવમાં મિથ્યાત્વયુક્ત ચક્રવર્તી ન બનતાં દરિદ્ર પણ શ્રાવક બનીશ, ત્યાં પણ સ્વજનાદિના સંબંધે તેડીને ગીતાર્થગુરુની નિશ્રામાં દીક્ષાને સ્વીકારીશ. દીક્ષામાં પણ તપથી શરીરને સૂકવીને ભય-ભેરવના પ્રસંગે પણ નિર્ભયપણે મશાનાદિમાં કાઉસ્સગ્ગ ધ્યાનમાં રહી ઉત્તમ ચારિત્રને પાળતે હું સ્વપર કલ્યાણ સાધીશ, વગેરે શુભધ્યાનમાં રાત્રી પૂર્ણ કરવી. એમ અહીં સુધી શ્રાવકનાં દિન-રાત્રીનાં કૃત્યે કહ્યાં.