Book Title: Dharm Sangraha Bhashantar Saroddhar Part 01
Author(s): Bhadrankarsuri
Publisher: Subaji Ravchand Jechand Jain Vidyashala Trust
View full book text
________________
૨૭૬
ધસંગ્રહ ૩૦ ભા॰ સારાદ્વાર ગાથા ૬૮
કેવળ અને નિર્વાણુના દિવસો, એ સવ પર્વ જાણવાં. તેમાં આસ ચત્રની એ અઠ્ઠાઇએ તે શાશ્વતી છે. તે દિવસમાં વૈમાનિક વગેરે ચારે નિકાયના દેવા પણ નંદીશ્વર દ્વીપ વગેરે તીમાં જઈ માટા મહોત્સવા કરે છે. જીવાભિગમમાં તા કહ્યું છે કે- ચારે નિકાયના ઘણા દેવા છ એ અઠ્ઠાઇઓમાં મોટા મહાત્સવા કરે છે.
તિથિનિણ્ય – સવારે પ્રત્યાખ્યાન કરવાના (સૂર્વીય) સમયે જે તિથિ ભાગવાતી હોય તેને પ્રમાણભૂત માનવી. લાકમાં પણ રાત્રી-દિવસના વ્યવહાર સૂર્યોદયને અનુસારે થાય છે. શ્રાદ્ધવિધિ॰ ગા૦ ૧૧ની ટીકામાં એ વિષયમાં કહ્યું છે કે- ચામાસીમાં, વાર્ષિકમાં, પક્ષમાં, પંચમીમાં તથા અષ્ટમીમાં તે તે તિથિ પ્રમાણુ કરવી કે જો તે તે તિથિ સૂર્યોદયને સ્પર્શતી હાય, તે સિવાયની અપ્રમાણુ કરવી. વળી પૂજા પચ્ચક્ખાણુ, પ્રતિક્રમણ અને અભિગ્રહાદિ નિયમા જે વારમાં તે તે પતિથિને સૂર્યાંય સ્પર્શતા હોય તે વારે કરવાં. સૂર્યોદયના સ્પર્શીવાળી તિથિ જ પ્રમાણ માનવી, તે સિવાયની સૂર્યોદયના સ્પરા વિનાની તિથિને પ્રમાણભૂત માનવાથી આજ્ઞાભ'ગ, અનવસ્થા, મિથ્યાત્વ અને વિરાધના એ ચાર દાષા લાગે છે. પારાશરવૃત્તિમાં પણ કહ્યું છે કે- સૂર્યોદયવેળાએ ભોગવાતી તિથિ થાડી પણ હાય, તેને જ સ`પૂર્ણ માનવી, અને સૂર્યોદયના સ્પર્શ વિનાની લાંબી હોય તા પણ તેને નહિ માનવી. આ નિયમ ઔદયિક તિથિ અંગે જાણવા. પંચાંગના ગણિતથી તિથિની ક્ષય-વૃદ્ધિ આવે ત્યારે શું કરવું ? તે મોટે પૂ॰ વાચક પ્રવર શ્રીમદુમાસ્વાતિજી મહારાજનું વચન સભળાય છે કે
“ચે પૂર્વા ત્તિથિ: હાર્યાં (પ્રાઘા), વૃદ્ધી હાર્યા તથોત્તા । શ્રીવીજ્ઞાનનિર્વાણ' (મોક્ષયાન'), પાટોલાનુનૈતિક ।।”
અથ ક્ષય આવે ત્યારે તે તિથિની આરાધના પૂત્ર તિથિમાં અને વૃદ્ધિ આવે ત્યારે (એમાં પૂર્વાંની છેડીને) ઉત્તરતિથિમાં આરાધના કરવી અને શ્રી વીરપ્રભુનું (જ્ઞાન અને ) નિર્વાણ કલ્યાણક લેાકેા કરે ત્યારે કરવું.
(તિથિની ક્ષય-વૃદ્ધિ એ રીતે થાય કે એક વારમાં જ્યારે એ તિથિની સમાપ્તિ થાય, ત્યારે તેમાંની બીજી તિથિ કોઇ વારના સૂર્વીયને સ્પર્શી શકતી નથી તેને ક્ષય-ક્ષીણ તિથિ કહેવાય છે. અને જ્યારે એક તિથિના ભાગવટો ત્રણવારને સ્પર્શે છે ત્યારે લાગલગાટ તે તિથિ એ દિવસના સૂર્યાંયને સ્પર્શતી હોય છે, તેથી તેને વૃદ્ધિતિથિ કહેવાય છે. ઘણા કાળથી જૈન ગણિતના ટીપ્પણના અભાવે સ પૂર્વાચાર્ષ્યાથી જનેતર ટિપ્પણુ માનવાનુ ચાલુ છે અને તે ટીપ્પણમાં અનિયમિત રીતે કાઇપણ તિથિનેા ક્ષય અને વૃદ્ધિ આવી શકે છે, માટે તેવા પ્રસંગે આરાધના કચારે કરવી ? તેના જવાબરૂપે પૂ. શ્રી ઉમાસ્વાતિજી મહારાજના આ પ્રઘાષ અનેક જૈન ગ્રન્થામાં વિદ્યમાન છે અને તેને અનુસરીને પર્વોની આરાધના કરવામાં આવે છે.)