Book Title: Dharm Sangraha Bhashantar Saroddhar Part 01
Author(s): Bhadrankarsuri
Publisher: Subaji Ravchand Jechand Jain Vidyashala Trust
View full book text
________________
પ્ર૦ ૪ દિનચર્યા– છ આવશ્યકમાં કાઉસ્સગ.
૨૫૫
અક્હે પખાણું, ઈગસય વીસ રાઈ-દિઆણ અને સંવત્સરીમાં “બારસણહું માસાણું, ચઉવ્વીસહં પકખાણું, તીસયસદ્ધિ રાઈ-દિઆણું” બોલવું. પશ્મી તથા ચોમાસામાં છેલ્લે બે બાકી રહે તેટલું મંડળ હોય તે પકખીમાં પાંચને (મતાન્તરે ત્રણને અને ચોમાસામાં પાંચને તથા સંવત્સરીમાં ગુર્વાદિ સાતને ખમાવવા. એ પ્રમાણે પાક્ષિકાદિ ત્રણને વિધિ જણાવ્યું. આ પ્રતિક્રમણના વિધિને કહેનારી પૂર્વાચાકૃત ૩૩ ગાથાએ યેગશાસ્ત્રપ્રકાશ ત્રિીજાની ૧૩૦ મી ગાથાની ટીકામાં જણાવી છે, તે વિસ્તૃત અર્થ સાથે ધર્મસંગ્રહ મૂળ ભાષાન્તરથી કે ગશાસ્ત્રથી જોઈ લેવી..
એ પ્રમાણે છ આવશયકરૂપ પ્રતિક્રમણમાં આ ચોથું આવશ્યક કહ્યું.
૫– કાઉસ્સગ્ય આવશ્યક= તેમાં કાઉસ્સગ્ન એટલે કાયાનો ઉત્સર્ગ, અર્થાત કાયાની સાર સંભાળને ત્યાગ. તે કાયાથી ઠાણેણું = જિનમુદ્રાથી જ્યાં ઊભા રહ્યા ત્યાંથી અન્નત્ય સૂત્રમાં રાખેલા આગા સિવાય ખસવું કે સ્વલ્પ પણ હલન-ચલન કરવું નહિ, વચનથી એણેણું = સર્વથા મૌન કરવું, મનથી ઝાણેણું = દુધ્ધનને ત્યાગ કરી શુભધ્યાનમાં સ્થિર થવું અને અમુક જેટલા શ્વાસોચ્છવાસનું પ્રમાણ હોય તે પૂર્ણ થયા પછી, “નમો અરિહંતાણું” કહીને પાર, તે કાર્યોત્સર્ગ કહેવાય.
કાર્યોત્સર્ગ તે તે શુભ પ્રવૃત્તિ નિમિર અને પરાભવ પ્રસંગે એમ બે કારણે કરાય છે. તેમાં પરાભવ પ્રસંગે અંતર્મુહૂર્તથી માંડીને શ્રી બાહુબલીની જેમ એક વર્ષ સુધીને પણ હોય અને પ્રવૃત્તિને જઘન્ય આઠથી માંડીને ૨૫, ૨૭, ૧૦૦, ૧૦૮, ૩૦૦, ૫૦૦ કે ૧૦૦૮ શ્વાસોચ્છવાસનો પણ હોય છે. તેમાં પાંચે પ્રતિક્રમણમાં કરાતા કાયોત્સર્ગો નિયત અને શેષ અનિયત હોય છે. નિયત કાઉસ્સગ્ન સામાન્યતયા દેવસિક પ્રતિક્રમણમાં એકસે, રાઈમાં પચાસ, પકખીમાં ત્રણ, માસીમાં પાંચસો અને સંવત્સરીમાં એક હજાર આઠ શ્વાસોચ્છવાસ પ્રમાણુ કરવાને કહ્યું છે. એ માટે દેવસિકમાં (૬ ૪ ૪ =) પચીસ કલેક, રાઈમાં સાડાબાર, પકખીમાં પંચેતેર, ચમાસીમાં સવારે અને સંવત્સરીમાં બસે બાવન ગ્લૅક ગણાય છે.
અહીં ચાર પદને એક શ્લેક એમ એક લેગસ્સ ચદેસુ નિમ્મલયારા સુધી ગણતાં સવા છ શ્લોકનાં પચીસ પદે (શ્વાસોચ્છવાસ) થાય. કહ્યું છે કે “પાયમ ઉસાસા” અર્થાત્ એક પાદને એક શ્વાસે શ્વાસ સમજે.
અનિયત કાઉસ્સગનું સ્વરૂપ અને પ્રમાણ કહ્યું છે કે- ભિક્ષાદિ માટે ઉપાશ્રયથી બહાર જવું તે ગમન, અન્ય ગામ કે સ્થળથી આવવું તે આગમન, અર્થાત્ આહારપાણી - શયન- આસન – જિનમંદિર-વસતિ કે ધૈડિલ- માત્રુ વગેરે માટે બહાર જવાઆવવાથી ગમનાગમન થાય. તેમાં ઈરિ પડિક્રમીને પચીસ શ્વાસોચ્છવાસનો (ચંદસુત્ર સુધી)