Book Title: Dharm Sangraha Bhashantar Saroddhar Part 01
Author(s): Bhadrankarsuri
Publisher: Subaji Ravchand Jechand Jain Vidyashala Trust
View full book text
________________
ધમસંગ્રહ ગુ૦ ભાવ સાદ્વાર ગા, ૬૫
તે સુિવા, ત જિંહે ત ા જffમ રૂા” અર્થ– તપ, ચરણસિત્તરી અને કરણસિત્તરીથી યુક્ત એવા ઉત્તમ સાધુઓને સંવિભાગ, દેવા યોગ્ય પ્રાસક (કપ્ય) વસ્તુ હોવા છતાં ન કર્યો (દાન ન દીધું), તેની નિંદા તથા ગહ કરું છું. હવે સંલેખનાના પ્રતિક્રમણ માટે કહે છે કે
"इहलोए परलोए, जीविअ मरणे य आस'सपओगे ।
पचविही अइआरो, मा मञ्ज हुज्ज मरण ते ॥३३॥" અર્થ (પૂવે કહેલા છે તે) ઈહલોક આશંસાપ્રયોગ, પરલોક આશંસાપ્રયોગ, કવિતાસંસાપ્રગ, મરણશંસાપ્રેગ અને આશંસ એટલે કામગ આશંસા પ્રયોગ, એ (સલેખના વ્રતના) પાંચ અતિચારે મને મરણ પ્રસંગે પણ ન થાઓ. હવે ત્રણ વેગથી પ્રતિક્રમણ કરતાં કહે છે કે
"कारण काइयस्सा, पडिक्कमे वाइयस्स वायाए ।
મારા માખણિયા, વરણ કાયાપ્ત llરૂછો , અ– જીવહિંસાદિ પાપી કાયા દ્વારા કરેલા કાયિક પાપનું તપ કાઉસ્સગ વગેરે કરનારી શુભકાયા વડે, ચાડી, અભ્યાખ્યાન, નિંદા, અસત્ય વગેરે પાપી વચનનું “મિચ્છામિ દુક્કડવગેરે શુભવચન વડે અને શંકા, કાંક્ષા, દ્વેષ, ઈર્ષ્યા વગેરેથી પાપી મનનું આત્મનિંદા, પશ્ચાતાપ વગેરે શુભ મન દ્વારા, એમ સર્વત્રતામાં ત્રણ અશુભ ગોથી સેવેલા અતિચારનું પ્રતિક્રમણ ત્રણ શુભ યોગ દ્વારા કરું છું. અહીં કાઈયસ્સા અને માણસિયસ્સામાં “સ્સા” દીધું છે તે આર્ષ પ્રયોગથી સમજ. હવે ભિન્ન ભિન્ન અતિચારના પ્રતિક્રમણ માટે કહે છે કે
"वंदणषय - सिक्खगारवेसु, सन्ना कसायद'डेसु ।
गुत्तिसु अ समिइसु य, जो अइयारो य त निंदे ॥३५॥" અર્થ - દેવવંદન, ગુરુવંદન, બારવ્રત અને બીજા અભિગ્રહાદિ નિયમ, જ્ઞાન અને ક્રિયારૂપ ગ્રહણ અને આસેવન શિક્ષા, ત્રણ ગાર, આહારાદિ ચાર, કે શાસ્ત્રોક્ત દશ, પંદર કે સોળ વગેરે સંજ્ઞાઓ, ચાર કષાયો અને નવ નોકષાયે રૂપ કષાય, અશુભ મન-વચનકાયારૂપ ત્રણ દંડે, ત્રણ ગુપ્તિઓ અને પાંચ સમિતિઓ, એ સર્વમાં કરવા યોગ્ય ન કરવાથી, નહિ કરવાનું કરવાથી, અશ્રદ્ધા કે વિપરીત પ્રરૂપણ કરવાથી વગેરે પ્રમાદથી જે અતિચાર સેવ્યું હોય તેને નિંદું છું. હવે સમ્યગદર્શનને મહિમા વર્ણવે છે કે
"सम्मदिट्टी जीवा, जई वि हु पाव' समायरे किचि । अप्पा सि होई बधो, जेण न निद्ध'धस' कुणई ॥३६॥'