Book Title: Dharm Sangraha Bhashantar Saroddhar Part 01
Author(s): Bhadrankarsuri
Publisher: Subaji Ravchand Jechand Jain Vidyashala Trust
View full book text
________________
પ્ર૪. દિનચર્યા– છ આવશ્યકોમાં પચ્ચખાણ
૨૫૭
કાઉસ્સગ્નના ૧૯ દે પૂર્વે કહ્યા પ્રમાણે જાણવા. હવે ફળ કહે છે કે “કાઉસ્સગમાં શરીરના અવયવો જેમ જેમ દુઃખે તેમ તેમ સુવિડિત આત્માઓને કર્મોની નિર્જરા અધિકાધિક થાય છે.”
૬– પચ્ચકખાણ આવશ્યક = એનું સ્વરૂપ-ભેદ વગેરે પૂર્વે પચ્ચખાણ અધિકારમાં કહેવાયું છે. એ રીતે જ આવશ્યકરૂપી પ્રતિક્રમણને વિધિ જાણ.
પ્રતિક્રમણ વ્રતધારી અને પહેલા ગુણસ્થાનવત યથાશકિક આવકે પણ ઉભયકાળ કરવું જોઈએ. જો કે અતિચાર વ્રતધારીને લાગે, વતરહિતને વ્રત વિના અતિચાર ન હોય અને પ્રતિક્રમણ અતિચારોની શુદ્ધિ માટે છે માટે તેને પ્રતિક્રમણ કરવું મિથ્યા છે, એમ પ્રશ્ન થાય તો સમજવું કે તે તે ગુણસ્થાનવાળાને તે તે અનુષ્ઠાન કરણીય છે, તેમ ગુણરહિતને પણ તે તે ગુણની પ્રાપ્તિ માટે અભ્યાસરૂપે પણ કરણીય છે, માટે તે વંદિત્ત સૂત્રની ૪૮મી ગાથામાં પ્રતિષેધમાં પ્રવૃત્તિ કરવાથી, વિહિત નહિ કરવાથી, જિનવચન પ્રત્યે અશ્રદ્ધા કરવાથી તથા જિનાજ્ઞાવિપરીત પ્રરૂપણ કરવાથી એમ ચાર કારણે પ્રતિક્રમણ કરવાનું કહ્યું છે. તેમાં વ્રત નહિ સ્વીકારવાં એ પણ વિહિત છતાં નહિ કરવાથી દોષ છે, તે ટાળવા પણ પ્રતિક્રમણ કરવું જોઈએ. માટે તે પ્રતિક્રમણ કરતાં નહિ સ્વીકારેલી પણ શ્રાવકની અને સાધુની પ્રતિમાનું (તે તે અભિગ્રહનું) પ્રતિક્રમણ સાધુ પણ “ઈગારસહિં ઉવાસગપડિમાહિં, બારસહિં ભિકખુ પડિમાહિં” પાઠ બેલીને કરે છે. કઈ પૂછે કે જે વ્રત વિના પણ પ્રતિક્રમણ કરવામાં વિરોધ નથી, તે સાધુ બન્યા વિના પણ શ્રાવક સાધુનું પ્રતિક્રમણ સૂત્ર બેલી શકે? હા, બેલી શકે, કેણ કઈ રીતે નિષેધ કરે છે? કેઈ નિષેધ નથી કરતું. માત્ર વંદિત્તસૂત્રમાં ગૃહસ્થનાં વ્રતો અને અતિચાર વગેરેનું વિસ્તૃત વર્ણન હોવાથી તેઓને તે બેલવું વિશેષ હિતકર છે. વગેરે પંચશકની ગા૦ ૪૪ની ટીકામાં જણાવેલું છે.
વળી પ્રશ્ન થાય કે શ્રાવકને આ છ આવશ્યક નહિ પણ અવશ્ય કરણીય ચૈત્યવંદનાદિ આવશ્યકો કરણીય છે, તે પણ બરાબર નથી. કારણ આવશ્યકમૂળ ગા૦ ૩ માં શ્રાવક તથા સાધુને અવશ્ય કરણીય હોવાથી તેનું આવશ્યક એવું નામ કહ્યું છે, વળી જે આવશ્યક
અંતે અનિસિસ પાઠથી સવાર સાંજ કરવાનાં છે, તે તે આ છ આવશ્યકે જ છે, ચૈત્યવંદનાદિ તે ત્રિકાળ કરવાનાં છે અને તેનું નામ પણ આવશ્યક નથી, વળી અનુગ દ્વારમાં પણ લોકોત્તર ભાવ આવશ્યકનું સ્વરૂપ જણાવતાં “સાધુ-સાધ્વી – શ્રાવક-શ્રાવિકા તચ્ચિત્તવાળા, તન્મય, તે વેશ્યાવાળા વગેરે થઈને બે કાળ આવશ્યક કરે તે લોકોત્તર ભાવઆવશ્યક જાણવું” એમ કહ્યું છે, તે પણ પ્રતિક્રમણ અંગે ઘટે છે. માટે શ્રાવકે અવશ્ય ઉભયકાળ છે આવશ્યકરૂપ આ પ્રતિક્રમણ કરવું જોઈએ. એ માટે પ્રશ્ન અને ઉત્તરથી મૂળ ગ્રન્થમાં અને તેના મોટા ભાષાન્તરમાં શ્રાવકને પ્રતિક્રમણ કરણીય છે એમ એક એક આવશ્યકને અંગે સિદ્ધ કર્યું છે, તે ત્યાંથી જોઈ લેવું વિસ્તારના ભયથી અહીં લખ્યું નથી.