Book Title: Dharm Sangraha Bhashantar Saroddhar Part 01
Author(s): Bhadrankarsuri
Publisher: Subaji Ravchand Jechand Jain Vidyashala Trust
View full book text
________________
૨૫૮
ધર્મસંપ્રહ ગુરુ ભાવ સારોદ્ધાર ગા. ૬૫
પછી (ખમાસમણ દઈ) ઊભા થઈ “ઈચ્છાસદિ. ભગ, પકખીખામણાં ખાણું ? ઈચ્છ' કહી ખમા પૂર્વક ગુરુ પ્રત્યે બહુમાન અને કૃતજ્ઞતા પ્રગટ કરવા રૂપ ચાર ખામણાં ખામે. તેમાં–
પ્રથમ ખામણે “પિચં ચ મે જ ભે' વગેરે પાઠથી સાધુ દ્રવ્ય- ભાવથી નમ્ર બનીને ખમાવતે ગુરુનું બહુમાન કરે.
બીજા ખામણે “પુખ્યિ ચેઈયાઈ” વગેરે પાઠથી વિહારમાં વહેલા ચિત્યનું તથા સાધુસાધ્વીઓ વગેરે સંઘે કહેલી વન્દનાનું નિવેદન કરે.
ત્રીજા ખામણે “અભુહિં તુમ્ભહું સંતિo” વગેરે પાઠથી ગુરુએ વસ-પાત્ર વગેરે આપ્યું તથા શ્રુતજ્ઞાન ભણાવ્યું તેની કૃતજ્ઞતા જણાવે. અને - ચોથા ખામણે “અહમવિ અપવ્વાઈ” વગેરે પાઠથી પિતે અવિનીત છતાં કરૂણાવતા ગુરુએ વિવિધ ઉપકાર કરીને યંગ્ય બનાવ્યું, તે ઉપકારનું બહુમાન કરે.
ત્યારે ગુરુ પણ તેના જવાબમાં અનુક્રમે ૧- “તુભેહિ સમે, ૨- અહમવિ વંદામિ ચેઈઆઈ, ૩- આયરિયસંતિ અને ૪- નિત્થારપારગ હાહ!” કહે ત્યારે શિખ્ય પણ ઈચ્છ” કહે અને છેલે ઈરછા અણુસ કહે. ગુસ્ના અભાવે શ્રાવકો આ ચાર ખામણને સ્થાને ચારવાર એક એક નવકાર કહે એ રીતે પાક્ષિક પ્રતિક્રમણ પૂર્ણ કરી અધુરું રહેલું દેવસિક પ્રતિક પૂર્ણ કરે. તેમાં પકખી સૂત્ર પછી મૃતદેવીની સ્તુતિ પૂર્વે કરેલી હોવાથી તેને સ્થાને ભવનદેવીને કાઉ૦ અને રસ્તુતિ કહે છે કે ક્ષેત્રમાં ભવન અંતર્ભત હોવાથી ક્ષેત્રદેવીના જમરણમાં ભવનદેવીનું મરણ થઈ જાય. તે પણ પર્વદિને ભવનદેવીનું બહુમાન કરવું અનુચિત નથી. વિશેષમાં પાક્ષિકમાં સ્તવનને સ્થાને “અજિતશાંતિસ્તવ” કહેવું.
પાક્ષિકમાં ગુરુવંદનથી તથા સંબુદ્ધાખામાંથી જ્ઞાનગુની પ્રતિપત્તિ થતી હોવાથી જ્ઞાનાચારની, કાઉસગ્ન પછી પ્રગટ બેલાતા “લેગસ્સ” સૂત્રથી દશનાચારની, અતિચારની આલેચના, પ્રત્યેક ખામણાં, ૫ખીસૂત્ર તથા પ્રતિક્રમણ સૂત્ર, સમાપ્તિ બામણાં અને છેલ્લાં ચાર ખામણાં એ સર્વથી ચારિત્રાચારની, ચોથભક્ત તપથી બાહતપની, બાર લેગસ્સના કાઉ૦ થી અત્યંતર તપની અને સર્વઆચારની વિશુદ્ધિથી વીર્યચારની, એમ પાંચે આચારની શુદ્ધિ કરાય છે.
માસી તથા સાંવત્સરિક પ્રતિક્રમણને વિધિહેતુ વગેરે પાક્ષિક પ્રમાણે જ છે, માત્ર પાક્ષિકને બદલે “માસી” અને “સંવત્સરી” શબ્દ બલવા.
કાઉસ્સગ માસમાં ચંદેસુ નિમ્મલયર સુધી વિશ લેગસ્સને અને સંવત્સરીમાં ચાલીસ લોગસ્સ ઉપર એક નવકારને કરે. ખામણાં કરતાં માસીમાં “ચઉ4 માસાણં,