Book Title: Dharm Sangraha Bhashantar Saroddhar Part 01
Author(s): Bhadrankarsuri
Publisher: Subaji Ravchand Jechand Jain Vidyashala Trust
View full book text
________________
२४८
ધર્મસંપ્રહ ગુ૦ ભાવ સારધાર ગા. ૬૫
હવે સર્વ ધર્મ અનુષ્ઠાનેને આધાર શ્રુતજ્ઞાન છે, માટે તેની સમૃદ્ધિ માટે “સુઅદેવયાએ કરેમિ કાઉસ્સગ્ગ” કહી મૃતદેવીને એક નવકારને કાઉસ્સગ્ન કરે, મૃતદેવીનું સ્મરણ બહુમાન કરવાથી શ્રુતજ્ઞાનાવરણીય કર્મોને ક્ષયે પશમ થાય, માટે આ કાર્યોત્સર્ગ સફળ છે. વળી દેવદેવી વગેરેની આરાધના અલ્પ પ્રયત્નથી થઈ શકે, માટે માત્ર આઠ શ્વાસોચ્છવાસ =એક નવકારને જ કાઉસ્સગ્ન સંભવે છે. પારીને “સુઅદેવયા ભગવઈ. સ્તુતિ કહે પછી બધા પારે. એજ પ્રમાણે ક્ષેત્રની અધિષ્ઠાત્રી દેવીના કાઉસ્સગમાં પણ “ખિત્તદેવયાએ કરેમિ કાઉસ્સગં? કહી અન્નત્થ કહી એક નવકાર ચિંતવી પર્વની જેમ “જીસે ખિતે સાહ” સ્તુતિ કહેવી. દરરોજ ક્ષેત્રદેવતાની સ્તુતિ કરવાથી ત્રીજા વ્રતની વારવાર અવગ્રહ યાચના” નામની ત્રીજી ભાવના સિધ્ધ થાય છે.
, પછી પ્રગટ નવકાર કહીને સંડાસા પ્રમાજીને નીચે બેસી વિધિ પૂર્વક મુહપત્તિ પડિલેહવી. પછી ગુરુને બે વાંદણાં દઈને “ઈચ્છામે અણુસદ્વિ” વગેરે કહી બે ઢીંચણે બેસીને બે હાથે અંજલિ કરી “મહંતકહી “નમોસ્તુ વર્ધમાનાય' વગેરે ત્રણ સ્તુતિએ કહેવી. અહીં પ્રતિક્રમણ પૂર્ણ થાય છે.
અહીં છ આવશ્યકોનું સ્મરણ કરીને “ઈરછા અણુસ, નમે ખમાસમણાણું” કહેવાય છે, તેમાં “હે ક્ષમાશ્રમણ! આપને નમસ્કાર થાઓ' (આપની હિતશિક્ષાથી મારે છ આવશ્યકરૂપ પ્રતિક્રમણ નિર્વિને પૂર્ણ થયું.) હું “અણસા = હિતશિક્ષાને “ઈરછમ” = (વારંવાર) ઈરછું છું, એમ કહી પ્રતિક્રમણ પૂર્ણ થવાથી હર્ષિત થયેલ પિતે વધતા હર્ષ સાથે “નમોઈતુ' કહીને વધતા સ્વર અને ઉચ્ચરવાળી વર્ધમાન એવી ત્રણ સ્તુતિઓ “નમેતુ વર્ધમાનાય વગેરે બાલે, તેમાં એ વિધિ છે કે દેવસિક (રાત્રિક) પ્રતિક્રમણમાં પહેલી સ્તુતિ વડિલ બોલે, પછી બધા ત્રણેય સ્તુતિઓ સાથે બોલે. અને પકખી વગેરેમાં તે ગુરુનું અને પર્વનું બહુમાન કરવા માટે વડિલે ત્રણે સ્તુતિએ પૂર્ણ બેલ્યા પછી જ બીજા સર્વે ત્રણે સ્તુતિઓ સાથે બેલે.
તેમાં પણ સાધ્વીઓ અને સ્ત્રીઓને સંસ્કૃત બોલવાને અધિકાર ન હોવાથી તેઓ સંસાર દાવાનલ૦ વગેરે ત્રણ સ્તુતિઓ બેલે. અન્ય આચાર્યો માને છે કે “નમોસ્તુ વર્ધમાનાય” વગેરે પૂર્વમાંથી ઉદ્વરેલાં છે અને સ્ત્રીઓને પૂર્વ ભણવાને અધિકાર નથી માટે તે ન બોલે.
એ ત્રણ સ્તુતિ કહ્યા પછી “નમુથણું સૂત્ર કહીને એક જણ મધુર અને ઉંચા સ્વરે ભાવવાહી સ્તવન બોલે, બીજા સાંભળે, પછી સર્વે એક સીરોર જિનની સ્તુતિરૂપ “વરકનક શંખ વિદ્રમ૦ ગાથા બોલે અને પૂર્વની જેમ ચાર ખમાસમણ પૂર્વક “ભગવાન હું” વગેરેથી ગુરુવંદન કરે. અહીં “મહંત' થી માંડીને વરકનક સુધી દેવવંદન અને “ભગવાન્