Book Title: Dharm Sangraha Bhashantar Saroddhar Part 01
Author(s): Bhadrankarsuri
Publisher: Subaji Ravchand Jechand Jain Vidyashala Trust
View full book text
________________
૨૧૬
ધર્મસંપ્રહ ગુરુ ભાવે સારદ્વાર ગા. ૬૨
લેવાલેણું'- આયંબિલમાં ન કલ્પે તેવી વિગઈ, શાક વગેરેથી ખરડાયેલું ભાજન તે લેપ, અને તે ભાજનને માત્ર હાથથી જેમ તેમ સાફ કરવું તે અલેપ, આવા ખરડાયેલા અને સામાન્ય સાફ કરેલા ભાજનથી વહરતાં કે વાપરતાં અજાણપણે વિગઈ આદિને અંશ વપરાય, તે પણ આ આગારથી પચ્ચખાણ ભાગે નહિ.
“ગિહથસંસદૃશં – આહાર પહેરાવનાર ગૃહસ્થ વિગઈ વગેરે અવ્ય વસ્તુથી ખરડાયેલી કડછી વાટકી વગેરેથી વહોરાવે, ત્યારે તે અકથ્ય પદાર્થના અંશથી મિશ્ર આહાર વાપરવા છતાં (અકથ્ય વસ્તુનો સ્વાદ પ્રગટ ન લાગે તો) આ આગારથી પચ્ચખાણ ન ભાગે.
ઉકિપત્તવિવેગેણં'- આયંબિલમાં કપ્ય રોટલા, રોટલી, ભાત, વગેરે ઉપર કઠીન ગોળ, પકવાન, પુરી, વડાં, વગેરે કઠીન વસ્તુઓ મૂકેલી હોય, તેને ત્યાંથી ઉકિખત એટલે ઉપાડીને, વિવેગ એટલે જુદી કરીને, વહરાવે ત્યારે તેને કેઈ અંશ તે આયંબિલના આહારમાં રહી જાય છતાં આ આગારથી પચ્ચખાણ ન ભાગે.
અભતાર્થ = ઉપવાસ” તેમાં પાંચ આગારે છે, સૂત્ર પાઠ આ પ્રમાણે છે
Kરે ઉગએ અભત્ત પચ્ચકખાઈ, ચઉવિલંપિ આહારં, અસણ પાછું ખાઇમં સાઇમં, અન્નત્થણભેગેણે સહસાગારેણં, પારિઠ્ઠાવણિયાગારેણું, મહત્તરાગારેણં, સવ્વસમાહિત્તિયાગારેણં, સિરઈ*
અર્થ – સૂર્ય ઉગતાં અર્થાત સૂર્યોદયથી આરંભીને, અભતાર્થ =અશનાદિ ચારેયના ત્યાગનું પચખાઈ = પચ્ચખાણ પ્રતિજ્ઞા કરું છું, એથી એ નક્કી થયું કે સૂર્યોદય પછી અમુક ભજન કરીને દિવસના શેષ ભાગને ઉપવાસ ન થઈ શકે. બધા આગારને અર્થ પુર્વે કહ્યો છે, માત્ર “પારિવણિયા” માં એટલું વિશેષ છે કે તિવિહાર ઉપવાસ કર્યો હોય, તે ગુરુની આજ્ઞાથી બીજા સાધુને વધેલે આહાર વાપરીને ઉપર પાણી પીવાય, પણ વિહાર કર્યો હોય તે પાણી-આહાર બને વધ્યાં હોય તે જ વાપરી શકે, માત્ર આહાર વચ્ચે હોય તે વપરાય નહિ.
પાનકમ્ = પાણીના પચ્ચખાણમાં છ આગાર આ પ્રમાણે કહ્યાં છે, પાણક્સ લેવાડેણ વા, અલેવાડેણ વા, અચ્છેણ વા, બહલેણ વા, સસિન્હેણ વા, અસિત્થણ વા, સિરઈ અહી પિરુસી, પુરિમઠ્ઠ, એકાસણુ, એકલઠાણું, આયંબિલ તથા ઉપવાસનાં પચ્ચકખાણ ઉત્સર્ગ માગે તો ભેજન પૂર્વે અને પછી પણ ચેવિહાર ત્યાગથી કરવાં જોઈએ, છતાં ભોજન પછી પાણી છૂટું રાખે, તિવિહાર કરે, તેને માટે આ આગારે છે. આ પાઠમાં “અન્નત્ય” પદ નથી તે પણ પિરુષી વગેરેમાં કહેલો તે અહીં પણ સમજી લે.
“લેવાદેણ વા'- એટલે ઓસામણ ખજુરાદિનાં પાણી, કે જેનાથી ભાજન લેપાય, તેવાં પાણી, સિવાયનાં પાણીને ત્યાગ કરું છું, એમ આગળ પણ વાક્ય સમજવું.